મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો

‘મહાભારત’ ગ્રંથ ખરેખર તો તે સમયનો ઈન્સાઈક્લોપિડીયા છે. આ વાંચતા તમને એમ લાગે કે જાણે તમે દરેક અધ્યાયે કંઈક નવું સમજી રહ્યા છો. મહાભારતના રચયિતા વિશે પણ અનેક બાબતો ચર્ચાણી છે. પાંડવો અને કૌરવો વચ્ચેના યુદ્ધમાં વપરાયેલી સેના વિશે અક્ષૌહિણી વિશેષણ લગાવાયું છે.

આ અક્ષૌહિણી સેનાની ગણતરી તેમાં કેટલા સૈનિકો, ઘોડા, હાથી, રથ હોય તેનો ઉલ્લેખ પણ તમને ગણતરીમાં લગાડી દે છે. તો વળી ચક્રવ્યુહના સાત પ્રકારો તમારી બુદ્ધિના સાતપડને પડકારે છે. તેની રચના આજે કોઈ દેશના ફોર્સની બુદ્ધિમાનીને પડકારે તે રીતે હતી.

ગ્રંથ નિર્માણની વાસ્તવિકતા

ઘણા વેદ-પુરાણો રચ્યા પછી પણ વેદ વ્યાસ એટલે કે કૃષ્ણદ્વૈપાયન વ્યાસને ક્યાંય શાંતિ થતી ન હતી. આ જોઈ અને નારદમુનિ આવ્યા અને કહ્યું તમે સૂર્ય અને ચંદ્ર વંશની કથા લખો. આ કથા મહાન હોવાથી તેણે બ્રહ્માજી પાસે લહિયાની માંગણી કરી અને બ્રહ્માજીએ ગણેશજીને મનાવ્યા. પણ ગણેશજીએ શરત રાખી કે જો વ્યાસજી ક્યાંય અટકશે તો તે ઉભા થઈ જશે. એટલે વ્યાસજીએ સામે શરત રાખી કે હું જે કંઈ લખું તે ગણેશજીએ વિચારીને લખવું. આ વાત માનવામાં આવી અને પછી વ્યાસજીએ મહાભારત ગ્રંથનું નિર્માણ થયું.

મહાભારત ભારતનો ન માત્ર મહાન ધાર્મિક ગ્રંથ છે પણ તે વિશ્વનું મહાન કાવ્ય છે. તેની રચના પાછળની કેટલીક રહસ્યમય વાતો છે તે જાણીએ…

મહાભારત ખરેખર તો વેદવ્યાસે પહેલા 1 લાખ શ્લોકનો રચેલો ‘ભારત’નામનો ગ્રંથ છે. પણ પછી તેને સુર્યવંશ અને ચંદ્રવંશની આગળની કથા કરી 24 હજાર શ્લોક ઉમેર્યા હતા. આ પછી આ કથા તેના શિષ્યોમાં કંઠોપકંઠ પરંપરાથી નિર્માણ થતું રહ્યું. વ્યાસના ચાર શિષ્ય વૈશંપાયન, સૂત, જૈમિની અને પૈલે આ કથામાં આગળની કથા અને તેનું ભાષ્ય ઉમેરાતા.

– આ કથા પછી કંઠોપકંઠ પરંપરામાં મહાભારત આગળ વધતું ગયું. આખરે આજે આપણને દોઠેક લાખ શ્લોક પ્રાપ્ત થાય છે. જે પ્રકાશન ભેદે અલગ-અલગ હોઈ શકે છે. આપણને મહાભારત ઈ.સ. પૂર્વે 1200-1300માં આધુનિક લિખિત અવસ્થામાં પ્રાપ્ત થયું.

મહાભારતનું યુદ્ધ થયું તે વિશે આપણે જાણીએ છીએ કે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું હતું. પણ બન્ને તરફ અક્ષોહિણી સેનાઓ હતી તેમાં કેટલું સૈન્ય હતું અને કેવી રીતે લડતા હતા તેના રસપ્રદ આંકડાઓ આપણને મહાભારતમાંથી મળે છે અને તે અહીં જાણીએ….

– તમને પણ થશે કે આવડી મોટી ફોર્સ આજે વિશ્વના કોઈ દેશ પાસે નથી. ત્યારે આજના એક વિશ્વયુદ્ધ કરતા પણ વધારે ખુવારી થઈ હતી જીવતા જીવનની અને કશું બાકી નહતું રહ્યું. આ યુદ્ધમાં પાંડવોના સેનાપતિ ધૃષ્ટધુમ્ન હતા અને કૌરવોમાં પ્રથમ સેનાપતિ ભિષ્મ રહ્યા એ પછી દ્રોણાચાર્ય, કર્ણ, શલ્ય અને અશ્વસ્થામાં.

– પાંડવોના પક્ષે 7 અક્ષૌહિણી સેનાની ક્ષમતા હતી. જેમાં 15,30,900 સૌનિક હતા. કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી. જેમાં 24,05,700 સૌનિકો હતા. – મહાભારતમાં ભાગલેનાર કુલ સૈનાના આંકડા અને તે સેનાનું વિભાજન કંઈક આવી રીતે તે લોકો એ કર્યું હતું.

– પાયદળના સૌનિકો – 19 લાખ ઉપર

– રથસેનાનીઓ – 3 લાખ ઉપર

– હાથીસવાર સેના – 3 લાખ ઉપર

– ઘોડેસવાર સેના – 11 લાખ ઉપર

– તમને પણ થશે કે આવડી મોટી ફોર્સ આજે વિશ્વના કોઈ દેશ પાસે નથી. ત્યારે આજના એક વિશ્વયુદ્ધ કરતા પણ વધારે ખુવારી થઈ હતી જીવતા જીવનની અને કશું બાકી નહતું રહ્યું. આ યુદ્ધમાં પાંડવોના સેનાપતિ ધૃષ્ટધુમ્ન હતા અને કૌરવોમાં પ્રથમ સેનાપતિ ભિષ્મ રહ્યા એ પછી દ્રોણાચાર્ય, કર્ણ, શલ્ય અને અશ્વસ્થામાં.

– કૌરવ પક્ષે 11 અક્ષૈહિણી સેનાને ચક્રવ્યૂહમાં ગોઠવવામાં આવેલી હતી. જે સાત પડળમાં ફેલાયેલી હતી. તેમાં અભિમન્યુ અંદર તો ગયો હતો પણ બહાર નીકળી શક્યો ન હતો.

જાણો અક્ષૌહિણી સેના બાબાતે….

– મહાભારતમાં અઠાર અક્ષૌહિણી સેનાની વાત આવે છે. તેના ઉદ્યોગ પર્વમાં આ બાબતે વાત વિસ્તારથી કરવામાં આવી છે કે તેમાં કેટલું સૈન્ય હોય છે તેની કેટલીક સંખ્યાઓ જાણો

રથ – 21,870

હાથી – 21,870

ઘોડે સવાર – 35,610

પાયદળ – 1,09,350 સૈનિક હોય છે.

અક્ષૌહિણી એ પ્રાચીન સેનાનું માપ હતું. તેના દરેક રથમાં ચાર ઘોડા અને તેનો સારથી હોય છે, હાથી પર તેનો હાથીવાન હોય છે અને તેના પર બીરાજનારા મહારથીના બે સહાયકો હોય છે.

એક અક્ષૌહિણી સેનીમાં સમસ્ત સેનાના જીવધારીઓની કુલ સંખ્યા 1 કરોડ ઉપર હોય છે. આથી મહાભારતમાં 18 અક્ષૌહિણી સેના તેમાં હતી તો કરોડો ઉપર સંખ્યા હોઈ શકે છે.

– કૌરવોએ ચક્રવ્યૂહની રચના કરી. તે ચક્રવ્યુહ અલગ અલગ પ્રકારની રચના હોય છે. તે પ્રકારે તેના નામ હોય છે. મહાભારતના યુદ્ધમાં ચક્ર પ્રકારની સાત પડળ વાળી રચના કરવામાં આવી હતી. આશ્ચર્યની વાતતો એ છે કે આ સાત પડળ વાળી રચના અલગ અલગ હોય અને જ્યાં સુધી લડત ચાલે ત્યાં સુધી તમામ સૈનિક ઘડીયાળની જેમ ફરતા રહે છે, છતાં તે જે આકારની રચના હોય તેમાં ફેરફાર પડતો નથી અને દરેક ચક્રનો એક ચક્રપતિ હોય છે. આ ચક્રપતિના આદેશ પ્રમાણે ચાલતી હોય છે. જ્યારે લડવૈયો તે ચક્રમાં આવે ત્યારે તેણે શંખઘોષ કરવાનો હોય છે, જેનાથી પૂરાં રણ મેદાનને જાણ થાય છે કે કેટલામું પડલ વીંધાયું.

– ક્રોન્ચ વ્યૂહ, મકરવ્યૂહ, કમલ વ્યૂહ, ગરૂડ વ્યૂહ, અસૂર વ્યૂહ, સૂચી વ્યૂહ વગેરે પ્રકારના વ્યૂહ રચવામાં આવતા હતા.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– કુરુક્ષેત્રની અજાણી અને રસપ્રદ વાતો

– હલ્દીઘાટીના યુદ્ધનાં કેટલાંક રોચક તથ્યો

– || રાણી પદ્માવતીનું જૌહર ||

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન વેદવ્યાસે ભાગવત્‌માં કરેલી આગાહીઓ

– 💎 દાસ્તાન – એ – કોહિનૂર 💎

– શીખો દ્વારા લડાયેલ સૌથી મહાનત્તમ- ચમકૌરનું યુદ્ધ

– કર્ણનું ધનુષ્ય- વિજય

– શ્રીકૃષ્ણનો પંચજન્ય શંખ

–  જયદ્રથ વધની ગાથા

– ગાંડીવ -ધનુષ્ય

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

 

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!