હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું શું છે મહત્વ? જાણો સ્વસ્તિકની અજાણી વાતો

સ્વસ્તિક શબ્દ ‘સુ’ અને ‘અસ્તિ’ એમ બે શબ્દો મળીને બન્યો છે. ‘સુ’નો અર્થ છે શુભ અને ‘અસ્તિ’નો અર્થ છે હોવું એટલે કે જેનાથી શુભ થાય. હિન્દુ ધર્મ પરંપરાઓમાં દરેક માંગલિક, ધાર્મિક કર્મ, પૂજા, ઉપાસના અથવા કાર્યની શરૂઆત સ્વસ્તિક બનાવીને કરવામાં આવે છે. સ્વસ્તિક દેવશક્તિઓ, શુભ તથા મંગળ કાર્યોનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે…

स्वस्ति न इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्ववेदा:।
स्वस्तिनस्ता रक्षो अरिष्टनेमि: स्वस्ति नो बृहस्पर्तिदधातु।।

આ મંત્રમાં ચાર વખત આવેલા ‘સ્વસ્તિ’ શબ્દના રૂપમાં ચાર વખત કલ્યાણ અને શુભ થવાની કામનાથી ગણેશની સાથે ઇન્દ્ર, ગરૂડ, પૂષા અને બૃહસ્પતિનું ધ્યાન અને આવાહન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં સ્વસ્તિકને બ્રાહ્માંડનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેના મધ્ય ભાગને વિષ્ણુની નાભિ, ચારેય રેખાઓને બ્રાહ્માના ચાર મુખ, ચાર હાથ અને ચાર વેદોના રૂપમાં પ્રગટ કરવાની ભાવના છે.

આ દેશોમાં પણ છે સ્વસ્તિકનું ચલણ

સ્વસ્તિકને ભારતમાં જ નહી, વિશ્વના કેટલાક દેશોમાં વિભિન્ન સ્વરૂપોમાં ઓળખવામાં આવે છે. જર્મની, યુનાન, ફ્રાંસ, રોમ, મિસ્ત્ર, બ્રિટેન, અમેરિકા, સ્કૈંડિનેવિયા, સિસલી, સ્પેન, સીરિયા, તિબ્બત, ચીન, સાઇપ્રસ અને જાપાન જેવા દેશોમાં પણ સ્વસ્તિકનું ચલણ છે. તિબ્બતીઓ તેને પોતાના શરીરમાં ચિતરાવે છે તથા ચીનમાં તેને દીર્ધાયુ અને કલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે. સુખ-સમૃદ્ધિ અને શાંતિપૂર્ણ જીવન માટે સ્વસ્તિકની પૂજા કરવાનું વિધાન છે.

એટલે માનવામાં આવે છે કે ગણેશનું પ્રતીક

સ્વસ્તિક પરમબ્રહ્મ, મંગલમૂર્તિ ગણેશનું સાક્ષાત રૂપ છે. સ્વસ્તિકનો ડાબો ભાગ ‘ગં’ બીજમંત્ર હોય છે જે ગણેશનું સ્થાન માનવામાં આવે છે. તેમાં કરવામાં આવતા ચાર ટપકામાં ગૌરી, પૃથ્વી, કૂર્મ એટલે કાચબા અને અનંત દેવતાઓનો વાસ સ્થાન ગણવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે સ્વસ્તિક સૂર્યનું પ્રતીક છે. વેપારી વર્ગ તેને શુભ-લાભનું પ્રતીક માને છે. ચોપડામાં ઉપર શ્રી લખવામાં આવે છે. તેની નીચે સ્વસ્તિક બનાવવામાં આવે છે. એતિહાસિક પુરાવામાં સ્વસ્તિકને ઘણું મહત્વ દર્શાવાવમાં આવેલું છે. મોહનજોદડો, હડપ્પા સંસ્કૃતિ, અશોકનો શિલાલેખ, રામાયણ, મહાભારત વગેરેમાં તેનો અનેક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– ૐ શા માટે ભગવાન શિવનું પ્રતિક છે?

– સાધુઓની ધૂણી શું હોય છે? જાણો મહત્વ અને રોચક વાતો

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!