સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનનો એક પ્રેરક પ્રસંગ

સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનના અનેક એવા પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. જાણો એવો જ એક પ્રસંગ-

પ્રસંગ પ્રમાણે એકવાર પરમહંસની પાસે એક કઠિયારો આવ્યો. તેને કહ્યું કે મહારાજ હું કઠિયારો છું અને ખૂબ જ પરેશાન છું. ધનની ખોટને લીધે પરિવારનું ગુજરાન કરવું મુશ્કેલ બની ગયું છે. પરમહંસે કહ્યું કે લાકડાં ક્યાંથી કાપે છે? કઠિયારાએ જવાબ આપ્યો કે જંગલમાંથી.

જ્ઞાનનો માર્ગ હોય કે કર્મનો, આગળ વધવાથી સફળતા મળે છે, અટકી જઈએ તો જીવન પણ અટકી જાય છે

સ્વામીજીએ કહ્યું કે થોડો વધુ આગળ વધ.

કઠિયારો આ સાંભળીને ઘરે આવી ગયો અને બીજા દિવસે લાકડાં કાપવા માટે જંગલમાં થોડો આગળ ગયો. આગળ ચાલીને તેને ચંદનના ઝાડ મળ્યાં. તે ખૂબ જ ખુશ થઈ ગયો. તે પાછો ફરીને પરમહંસજીને ધન્યવાદ આપવા માટે ગયો. સ્વામીજીએ કહ્યું કે થોડા વધુ આગળ વધ.

બીજા દિવસે કઠિયારો થોડો વધુ આગળ ગયો. ત્યાં તેને ચાંદીની ખાણ મળી ગઈ. તે વધુ ખુશ થઈ ગયો. તે પાછો ફરીને સ્વામીજી પાસે ગયો અને આખી વાત જણાવી તો સ્વામીજીને કહ્યું કે થોડો હજી આગળ વધ. બીજા દિવસે કઠિયારો ચાંદીની ખાણથી આગળ વધ્યો તો તેને સોનાની ખાણ મળી ગઈ.

તે પાછો ફરીને પરમહંસજીની પાસે પહોંચ્યો તો સ્વામીજીએ કહ્યું કે આ બધુ તો તારાં સાંસારિક જીવન માટે હતું. હવે તું આ રીતે ભક્તિના માર્ગે પણ આગળ વધ અને આગળ વધતો જા. કઠિયારો એ જ સમયે સ્વામીજીનો શિષ્ય બની ગયો.

પ્રસંગની શીખ-

જ્ઞાનનો માર્ગ હોય કે કર્મનો માર્ગ, ભક્તિનો માર્ગ હોય કે પ્રેમનો માર્ગ, દરેક ક્ષેત્રમાં સતત આગળ વધતાં રહેવું જોઈએ. આગળ વધતાં રહેવાથી સફળતા મળે છે. જો આપણે અટકી જઈએ તો જીવન પણ અટકી જાય છે.

Leave a Reply

error: Content is protected !!