શિષ્યએ ગુરુને કહ્યુ – મને ભગવાનના દર્શન કરવા છે, ગુરુ તે શિષ્યને નદીમાં લઈ ગયા અને તેનું માથું પાણીમાં ડુબાવી દીધુ અને પૂછ્યુ – હવે શું છે તારી ઈચ્છા? જાણો પછી શું થયું

એક પ્રસિદ્ધ ગુરુ પોતાના શિષ્યોની સાથે આશ્રમમાં રહેતા હતા. તેમાંથી એક શિષ્ય ઈશ્વરને મેળવવા ઈચ્છતો હતો. તે જાણતો હતો કે ગુરુના જ્ઞાન વિના આ શક્ય નથી. એક દિવસ તે શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો અને બોલ્યો કે હું ઈશ્વરના દર્શન કરવા ઈચ્છુ છું. ગુરુએ તે યુવકની તરફ જોયું, એક શબ્દ પણ ન બોલ્યા અને હસવા લાગ્યા.

તે શિષ્ય દરરોજ પોતાના ગુરુ પાસે આવતો અને આ વાત કહેતો. એક દિવસ જ્યારે તે શિષ્ય ફરી પોતાના ગુરુ પાસે ગયો તો ગુરુએ તેને પોતાની સાથે નદી લઈને ગયા અને કહ્યુ કે આ નદીમાં સ્નાન કર. હું તને ઈશ્વરના દર્શન કરાવું છું. ગુરુની વાત સાંભળીને શિષ્ય ખૂબ પ્રસન્ન થયો અને નદીમાં સ્નાન કરવા લાગ્યો.

શિષ્યએ ગુરુને કહ્યુ – મને ભગવાનના દર્શન કરવા છે, ગુરુ તે શિષ્યને નદીમાં લઈ ગયા અને તેનું માથું પાણીમાં ડુબાવી દીધુ અને પૂછ્યુ – હવે શું છે તારી ઈચ્છા?

જ્યારે તે શિષ્ય સ્નાન કરી રહ્યો હતો ત્યારે ગુરુએ પાછળ જઈને તેનું માથું પાણીમાં ડુબાવી દીધુ. શિષ્ય બહાર આવવા માટે તડપવા લાગ્યો. થોડી વાર પછી ગુરુએ તેને પાણીની બહાર કાઢ્યો. શિષ્ય પોતાના ગુરુ ઉપર ખૂબ નારાજ થયો અને તેનું કારણ પૂછવા લાગ્યો. ત્યારે ગુરુએ શિષ્યને પૂછ્યુ કે જ્યારે તું પાણીની અંદર હતો, ત્યારે તારી એકમાત્ર ઈચ્છા શું હતી?

શિષ્યએ જવાબ આપ્યો, માત્ર એક શ્વાસ. ત્યારે ગુરુએ કહ્યુ શું તારી ઈશ્વરને મેળવવાની ઈચ્છા પણ આટલી જ તીવ્ર છે જો હા તો તે એક ક્ષણમાં જ મળી જશે. જ્યાં સુધી તારા મનમાં ઈશ્વરને મેળવવાની ઈચ્છા આટલી તીવ્ર નહીં હોય ત્યાં સુધી તે તને નહીં મળી શકે.

લાઇફ મેનેજમેન્ટ

જો આપણે જીવનમાં કંઈક મેળવવા ઈચ્છીએ છીએ તો આપણે બધુ જ ભૂલીને માત્ર પોતાના લક્ષ્ય પ્રત્યે સમર્પિત હોવું જોઈએ. ત્યારે આપણે તેને પ્રાપ્ત કરી શકીશું. લક્ષ્ય પ્રાપ્ત કરવું આપણાં માટે જીવન-મરણના સમાન હોવું જોઈએ.

Leave a Reply

error: Content is protected !!