એક થાકી ગયેલા પિતા પાસે દીકરો કરી રહ્યો હતો રમવાની જિદ્દ, ના પાડી તો બાળકે પૂછ્યું કે, પપ્પા તમે 1 કલાકમાં કેટલી કમાણી કરો છો? પિતાએ કહ્યું, 100 રૂપિયા, બાળકે 50 રૂપિયા ઉધાર માગ્યા તો પિતા ખિજાયા, બાળક રડતાં-રડતાં જતો રહ્યો. જાણો પછી શું થયું

એક વ્યક્તિ આખો દિવસ કામ કર્યા પછી થાકીને પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ તેનો દીકરો સાથે રમવાની જિદ્દ કરવા લાગ્યો. વ્યક્તિ ખૂબ થાકી ગયેલો હતો, તેના કારણે તેણે ઇન્કાર કરી દીધો. ત્યારે બાળકે પૂછ્યુ કે પપ્પા તમે એક કલાકના કેટલા રૂપિયા કમાઇ લો છો? આ પ્રશ્ન સાંભળીને વ્યક્તિને ગુસ્સો આવ્યો, પરંતુ તેણે કહ્યુ કે 100 રૂપિયા. બાળકે કહ્યુ પપ્પા શું તમે મને 50 રૂપિયા ઉધાર આપશો?

– આ સાંભળીને પિતાએ ગુસ્સામાં કહ્યુ કે હું આખો દિવસ કામ કરું અને તને માત્ર બિનજરૂરી ખર્ચ માટે રૂપિયા જોઈએ, જા અહીંથી, નથી મારી પાસે રૂપિયા.

– બાળક રડતા-રડતા પોતાના રૂમમાં જતો રહ્યો. થોડી વાર પછી જ્યારે પિતાનો ગુસ્સો શાંત થયો તો તેને સમજ આવ્યુ કે તેણે બાળક સાથે સારું નથી કર્યુ. તેણે વિચાર્યુ કે બાળકે રૂપિયા કેમ માંગ્યા?

– તે બાળકના રૂમમાં ગયો અને પોતાના પર્સમાંથી 50 રૂપિયા કાઢીને તેને આપી દીધા.

– બાળક ખૂબ ખુશ થયો અને તરત જ તેણે પોતાનું ગુલ્લક ફોડી દીધુ. આ જોઇને પિતાએ કહ્યુ કે જ્યારે તારી પાસે આટલા રૂપિયા હતા તો તે મારી પાસે કેમ માંગ્યા?

– બાળકે પોતાના રૂપિયા અને પિતા પાસેથી લીધેલા 50 રૂપિયા ભેગાકરીને 100 રૂપિયા પિતાના હાથમાં રાખ્યા અને કહ્યુ કે પપ્પા મને તમારો એક કલાક જોઈએ. હું તમારી સાથે રમવા ઈચ્છું છું, તમારી સાથે ભોજન કરવા ઈચ્છું છું. પ્લીઝ તમે કાલે એક કલાક જલદી આવી જજો. આ સાંભળીને પિતાની આંખોમાંથી આંસૂ આવી ગયા અને તેણે બાળકને પોતાના ગળે લગાવી લીધો.

કથાનો બોધપાઠ

આ નાનકડી કહાણીની સીખ એ છે કે આપણાં માટે બહારના કામ જરૂરી છે, પરંતુ આપણે બાળકો માટે પણ સમય કાઢવો જોઈએ. બાળકો માટે માતા-પિતા જ સંપૂર્ણ દુનિયા છે. બાળકો સાથે જેટલો સમય વીતાવશો, તે એટલા જ ખુશ થશે.

Leave a Reply

error: Content is protected !!