બાળકોના પાલન-પોષણમાં કરવામાં આવેલી બેદરકારીથી તેમનું જીવન બરબાદ થઈ શકે છે

બાળકોના ઉછેરમાં ‘શિક્ષણ અને સંસ્કાર’નો સમાવેશ હોવો ખૂબ જરૂરી છે. આ બંને બાબતોમાં કરવામાં આવેલી બેદરકારી બાળકોના ભવિષ્યને બરબાદ કરી શકે છે. મહાભારતમાં કુંતીએ પાંડવોને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ સંસ્કાર આપ્યાં, જેનાથી તેઓ જીવનભર ધર્મના રસ્તે ચાલતાં રહ્યાં હતાં. શિક્ષણ અને સંસ્કારથી બાળકો સાચા અને ખોટાં કામમાં ફરક કરી શકે છે અને યોગ્ય માર્ગ પર આગળ વધી શકે છે. સાચા માર્ગમાં ભલે થોડી પરેશાનીઓ આવે, પરંતુ લક્ષ્ય સુધી પહોંચીએ ત્યારે સુખ અને શાંતિ પણ પ્રાપ્ત થાય છે. શિક્ષણ અને સંસ્કારના અભાવે જો ખોટાં માર્ગે ચાલીને લક્ષ્ય પ્રાપ્ત કરી લેવામાં આવે તો તેનાથી માનસિક સુખ અને શાંતિ નહીં મળે.

કૌરવોની પાસે સુખ-સુવિધાઓ હતી, પરંતુ સંસ્કાર ન હતાં-

મહાભારતમાં એક જ પરિવારના બે ભાગ છે. એક છે કૌરવોનો અને બીજો છે પાંડવોનો. કૌરવોમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને તેમના સો પુત્રો મુખ્ય છે, જ્યારે પાંડવોમાં માતા કુંતી અને પાંચ પાંડવ પુત્ર મુખ્ય છે. કૌરવોની પાસે બધી સુખ-સુવિધાઓ અને ઐશ્વર્ય હતાં, પરંતુ માતા-પિતાના અત્યાધિક મોહ અને પ્રેમને કારણે સંતાનોને યોગ્ય શિક્ષણ અને સંસ્કાર ન આપી શક્યાં.

બીજી તરફ છે માતા કુંતી, જેને પાંચ પાંડવ પુત્રોને શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર આપ્યાં. મહારાજા પાંડુ અને માદ્રીના મૃત્યુ પછી કુંતીએ જ પાંચેય પાંડવોનું પાલન-પોષણ કર્યું. પાંડવોની પાસે કૌરવોની જેમ સુખ-સુવિધાઓ ન હતી, પરંતુ શિક્ષણ અને સંસ્કારને લીધે જ તેઓ ધર્મના માર્ગ પર ચાલ્યાં અને શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી હતી.

આજે પણ જે માતા-પિતા પોતાના બાળકો માટે શિક્ષણ અને સંસ્કારનું પૂરું ધ્યાન રાખે છે, તેમના બાળકો આજીવન સુખી રહે છે.

Leave a Reply

error: Content is protected !!