સાસુ-વહુ વચ્ચે થતા કાયમી ઝઘડાથી પરેશાન વહુએ એક દિવસ સંત પાસે જઈને કહ્યું કે- કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારી સાસુ મારી સાથે ઝઘડો કરવાનું બંધ કરી દે, સંતે વહુને એક કાગળ આપીને જણાવ્યો ઉપાય

એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં સાસુ-વહુ વચ્ચે કાયમ ઝઘડો થતો રહેતો હતો. સાસુ પોતાની ધાક જમાવવા માટે વહુને કાયમ ખરી-ખોટી સંભળાવતી હતી. વહુ પણ ઓછી ન હતી. તે પણ સાસુને ખરી-ખોટી સંભળાવતી હતી. એક દિવસ ગામમાં એક સંત આવ્યા. વહુએ સંતેની ખૂબ સેવા કરી. સંત વહુની સેવાથી ખૂબ પ્રસન્ન થઈ ગયા.

એક દિવસ મોકો જોઇને વહુએ સંતને કહ્યુ કે – તમે મને કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારી સાસુની બોલતી બંધ થઈ જાય. સંતે કાગળમાં એક મંત્ર લખ્યો અને વહુને આપીને બોલ્યા – જ્યારે પણ તારા સાસુ તને ખરી-ખોટી સંભળાવે, આ કાગળને પોતાના દાંતની વચ્ચે દબાવી લેજે. બીજા દિવસે જ્યારે સાસુએ વહુ સાથે ઝઘડો કર્યો અને વહુએ સંતના કહ્યુ મુજબ તે કાગળને પોતાના દાંત વચ્ચે દબાવી દીધો.

કેટલીક સમસ્યાઓનો ઉકેલ આપણી પાસે જ હોય છે પરંતુ છતાં આપણે તે બીજાને પૂછીએ છીએ.

આ સિલસિલો સતત બે-ત્રણ દિવસ સુધી ચાલતો રહ્યો. એક દિવસ સાસુએ ખૂબ પ્રેમથી વહુને કહ્યુ કે – હવે હું ક્યારેય તારી સાથે ઝઘડો નહીં કરું કારણ કે હવે તે મારી ગાળોનો જવાબ આપવાનું બંધ કરી દીધું છે.

વહુએ વિચાર્યુ મંત્રની અસર થઈ ગઈ છે અને સાસુએ હથિયાર મૂકી દીધા છે. બીજા દિવસે વહુ સંત પાસે જઈ અને કહ્યુ – મારા સાસુ ઉપર તમારા આપેલા મંત્રની અસર થઈ ગઈ છે, તે હવે મારી સાથે ઝઘડો નહીં કરે.

સંતે વહુને જવાબ આપતા કહ્યુ કે – આ મંત્ર નથી મૌનની અસર છે. તે કાગળમાં કોઈ મંત્ર નહોતો લખ્યો. જો તું ઈચ્છે છે કે તારી સાસુ તારી સાથે ઝઘડો ન કરે તો તારે પણ ચૂપ રહેવું પડશે. કેટલીક સમસ્યાઓનો ઉકેલ સ્વયં આપણી પાસે જ હોય છે પરંતુ છતાં આપણે બીજાને પૂછતા રહીએ છીએ.

બોધપાઠ

બે લોકોમાં ઝઘડો ત્યારે થાય છે જ્યારે તે બંને એકબીજા વિરુદ્ધ બોલે છે. જો તેમાંથી કોઈ એક પણ ચૂપ થઈ જશે તો ઝઘડો આપોઆપ ખતમ થઈ જશે.

આ પણ વાંચજો – રોજ-રોજ ભીખારીની એકજ વાત સાંભળીને મહિલાએ એક દિવસ ગુસ્સામાં ઝેરવાળી રોટલી બનાવી અને તે ભીખારી માટે રાખી દીધી, વાંચો, તેના પછી શું થયું?

Leave a Reply

error: Content is protected !!