સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

હિન્દુ ધર્મમાં સિંદૂરને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. પરણેલી મહિલાઓ માટે સિંદૂર ખુબ જ મહત્ત્વના શણગારમાંનું એક છે. સિંદૂરને અંખડ સૌભાગ્યવતી હોવાની નિશાની માનવામાં આવે છે. કહેવામાં આવે છે પાંથીમાં સિંદૂર ભરવાથી પતિની ઉંમર વધે છે અને સ્ત્રીના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર લગાવવાની પ્રથા ક્યાથી આવી ? તો આવો આપણે જાણીએ કે મહિલાઓ સિંદૂર કેમ લાગવા છે તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ વિશે માહિતી મેળવીએ.

સદીઓથી લગ્ન કરેલી હિન્દુ મહિલાઓ માંગમાં સિંદૂર લગાવી રહી છે. કહેવાય છે કે માથામાં સિંદૂર સુહાગન સ્ત્રીના સૌભાગ્યને હંમેશા ટકાવી રાખે છે. એક પ્રચલિત માન્યતા પ્રમાણે, દેવી પાર્વતીએ પોતાના પતિના સન્માન માટે પોતાના જીવનની આહુતિ આપી દીધી હતી. જેને કારણે સિંદૂર દેવી પાર્વતીનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ પોતાના માથા ઉપર સિંદૂર લગાવે છે, દેવી પાર્વતીના હાથ તેમના માથા ઉપર હંમેશા રહે છે. તેઓ દર સમયે તેમના પતિનું રક્ષણ કરે છે.

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણેઃ-

મેષ રાશિનું સ્થાન માથા ઉપર હોય છે, મંગળ, મેષ રાશિનો સ્વામી ગ્રહ છે, કારણ કે મંગળ ગ્રહનો રંગ લાલ હોય છે. તેને શુભ માનવામાં આવે છે. તેને સૌભાગ્યનો સંકેત પણ માનવામાં આવે છે. ઉત્તર ભારતમાં નવરાત્રિ અને સંક્રાંતિ જેવા તહેવારો ઉપર લગ્ન કરેલી મહિલાઓ માટે સિંદૂર લગાવવું ફરજિયાત છે. તેનાથી જાણી શકાય છે કે સિંદૂર ધાર્મિક કારણોસર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સામુદ્રિક શાસ્ત્ર મુજબ

દુર્ભાગ્યાશાળી સ્ત્રીના દોષ નિવારણ માટે સિંદૂર ભરવાની સલાહ આપવામાં આવે છે. આનાથી સ્ત્રીની સુંદરતામાં પણ વધારો થાય છે.

પુરાણોની કથા મુજબ

સિંદૂરના લાલ રંગથી માતા સતી અને પાર્વતી માતાની ઉર્જા વ્યક્ત કરવામાં આવી છે. તથા એમ પણ કહેવાય છે કે સિંદૂર લગાવવાથી માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

સુખ-શાંતિ માટે

સિંદૂરને માતા લક્ષ્મીના સન્માનનું પ્રતિક પણ માનવામાં આવે છે. લક્ષ્મી માતાની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે. પુરાણો મુજબ, લક્ષ્મી માતા પૃથ્વી પર પાંચ સ્થાનોએ રહે છે. જેમાં પહેલું સ્થાન સ્ત્રીનું માથું છે, જ્યાં તે સિંદૂર લગાવે છે. તેનાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ જળવાઇ રહે છે. માટે જ મહિલાઓને દેવી માનવામાં આવે છે.

સિંદૂર લગાવવાનું વૈજ્ઞાનિક કારણઃ-

માથાના મધ્ય ભાગમાં સિંદૂર લગાવવામાં આવે છે. આ બિંદુને મહત્વપૂર્ણ અને સંવેદનશીલ માનવામાં આવે છે. તે જગ્યાએ સિંદૂર લગાવવાથી મગજ સતર્ક અને સક્રિય રહે છે.

વાસ્તવમાં, સિંદૂરમાં મરક્યુરી(પારો) હોય છે. તે એકલી એવી ધાતુ છે જે લિક્વિડ રૂપમાં પ્રાપ્ત થઈ હતી. તેને કારણે સિંદૂર લગાવવાથી શીતળતા મળે છે અને મગજ તણાવમુક્ત રહે છે. સિંદૂર લગ્ન પછી લગાવવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે લગ્ન પછી જ મહિલાઓની જવાબદારીઓ વધી જાય છે અને મગજને શાંત અને વ્યવસ્થિત રાખવું જરૂરી બને છે. સિંદૂર લગાવાથી માથામાં દુખાવો, અનિદ્રા અને મગજને લગતા રોગ પણ દૂર થાય છે. એટલા માટે સિંદૂર લગાવવાની પ્રથા બનાવવામાં આવી છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– તિલકનું વિજ્ઞાન

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે ?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!