એક વ્યક્તિ ટ્રેનમાં ભીખ માંગી રહ્યો હતો, એક દિવસ તેનાથી એક શેઠે પૂછ્યું – જો હું તને રૂપિયા આપું તો બદલામાં તું મને શું આપીશ, શેઠની વાત સાંભળીને ભીખારીએ શું કર્યુ?

કોઈ શહેરમાં એક ભીખારી રહેતો હતો. તે ટ્રેનમાં લોકો પાસે ભીખ માંગતો હતો. એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો, તો તેણે એક શેઠજી દેખાયા. તેને લાગ્યુ કે શેઠજી તેને વધુ રૂપિયા આપશે. એવું વિચારીને તે શેઠ પાસે પહોંચ્યો. શેઠ પાસે તેણે ભીખ માંગી. શેઠે તેને કહ્યું કે – જો હું તમે રૂપિયા આપીશ તો બદલામાં તું મને શું આપીશ?

શેઠની વાત સાંભળીમને ભીખારીએ કહ્યું કે – હું તમને શું આપી શકું છું? શેઠે કહ્યું – જો તું મને કંઈ ન આપી શકતો હોય તો હું તને રૂપિયા કેમ આપું? ભીખારી જ્યારે બીજા સ્ટેશન પર ઉતર્યો તો તેને શેઠની વાત યાદ આવી ગઈ. ત્યારે તેની નજર રોડના કિનારે ઊગેલા ફૂલો પર પડી. ભીખારીએ તે ફૂલ તોડી લીધુ.

હવે જે પણ ભીખારીને રૂપિયા આપતા, બદલામાં તે તેમને એક ફૂલ આપતો. થોડા દિવસ પછી ટ્રેનમાં ભીખારીને એ જ શેઠજી દેખાયા. ભીખારી તેમની પાસે ગયો અને કહ્યું – તમે મને રૂપિયા આપો, બદલામાં હું પણ તમને કંઈક આપીશ. શેઠે જ્યારે રૂપિયા આપ્યા તો બદલામાં ભીખારીએ તેમને ફૂલ આપ્યું. આ જોઈને શેઠજી ખુશ થઈ ગયા.

એક વ્યક્તિ ટ્રેનમાં ભીખ માંગી રહ્યો હતો, એક દિવસ તેનાથી એક શેઠે પૂછ્યું – જો હું તને રૂપિયા આપું તો બદલામાં તું મને શું આપીશ, શેઠની વાત સાંભળીને ભીખારીએ શું કર્યુ?

શેઠે ભીખારીને કહ્યું કે – હવે તું ભીખારી નહીં પરંતુ એક વેપારી બની ગયો છું. શેઠની વાત ભીખારીને સમજમાં આવી ગઈ. આ ઘટનાના થોડા વર્ષ પછી જ્યારે તે શેઠજી એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમની સામે એક વ્યક્તિ આવીને બેસી ગયો. તેણે શેઠને કહ્યું કે – આજે તમારી અને મારી ત્રીજી મુલાકાત છે.

શેઠે આશ્ચર્યથી તેની તરફ જોયું અને કહ્યું કે – ના, આપણે આજે પહેલી વખત મળી રહ્યા છીએ. તે વ્યક્તિએ કહ્યું કે – તમે મને ઓળખ્યો નહીં. હું એ જ ભીખારી છું, જે રૂપિયાના બદલામાં લોકોને ફૂલ આપતો હતો. જ્યારે તમે કહ્યું કે તું ભીખારી નહીં પરંતુ એક વેપારી છો, ત્યારથી મેં ભીખ માંગવાનું છોડી દીધું અને ફૂલોનો વેપાર કરવા લાગ્યો. આજે મારો ફૂલોનો સારો વેપાર છે. તમારા એક વિચારે મારી જિંદગી બદલી નાખી, નહીં તો હું આજે પણ ટ્રેનોમાં ભીખ માંગી રહ્યો હોત. તે વ્યક્તિની વાત સાંભળીને શેઠે કહ્યું કે – તારી સફળતાનું કારણ હું નહીં પરંતુ તું ખુદ છે. તે તારા વિચારોનો વિસ્તાર વધાર્યો અને અશક્યને શક્ય કરી બતાવ્યું.

બોધપાઠ

જિંદગીમાં કંઈ પણ અશક્ય નથી, જરૂર છે તો માત્ર પોતાના વિચારનો વિસ્તાર વધારવાની. જે દિવસે તમે તમારા વિચારોનો વ્યાપ વધારી નાખ્યો, તે દિવસ તમને દુનિયાની દરેક વસ્તુ મળી જશે, જે તમે ઈચ્છો છો..

આ પણ વાંચજો…

વડીલ પિતાએ પુત્રને કહ્યું- મારા પલંગને ગેલેરીમાં મૂકાવી દો, પુત્રએ એવું જ કર્યું, થોડા દિવસો પછી સાંજે જ્યારે પુત્ર ઓફિસથી ઘરે આવ્યો તો બીમાર પિતાને જોઈને તેને પોતાના પર જ વિશ્વાસ ન થયો.. જાણો પશું થયું..

Leave a Reply

error: Content is protected !!