પાકિસ્તાનમાં આવેલ 5000 વર્ષ જૂની શારદા પીઠ

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિન્દુ સમાજની આસ્થાનું એક મુખ્ય કેન્દ્ર છે શારદા શક્તિપીઠ. દેવી શક્તિના 18 મહાશક્તિ પીઠોમાંથી એક શારદા પીઠ પીઓકેમાં આવેલું છે. જે હાલ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. અહીં 40ના દશકા પછી કોઈ જ સમારકામ થયું નથી. સનાતન પરંપરામાં આ મંદિર 5000 વર્ષથી વધુ જૂનું છે તેવી માન્યતા છે. પાકિસ્તાન સરકારે થોડા સમય પહેલાં આ મંદિરનો રસ્તો ભારતવાસીઓ માટે ખોલવાની સહમતી આપી છે.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલ આ શારદા પીઠ હાલ ખંડેર થઈ ચૂકી છે. નીલમ નદીના કિનારે આવેલ આ મંદિર સરસ્વતી દેવીનું છે. 1948 પછી આ મંદિરની મરામત થઈ નથી. આ મંદિરનું મહત્વ સોમનાથના શિવજી મંદિર જેટલી છે. જો કે હાલ ઘણી મુશ્કેલીથી કોઈ હિન્દુઓ ત્યાં પહોંચી શકે છે. કુપવાડાથી લગભગ 30 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે.

સનાતન ધર્મશાસ્ત્ર પ્રમાણે ભગવાન શંકરે સતીના શબની સાથે જે તાંડવ કર્યું હતું જેમાં સતીનો જમણો હાથ આ હિમાલયની તળેટીમાં પડ્યો હતો. શારદા ગામમાં આ મંદિર ક્યારે બન્યું તેનો કોઈ ઈતિહાસ પ્રાપ્ત થતો નથી. પરંતુ ઈતિહાસકારો માને છે કે શારદા પીઠ મંદિર અમરનાથ અને અનંતનાગના માર્તંડ સૂર્ય મંદિરની જેમ જ કાશ્મીરી પંડિતો માટે આસ્થાનું મોટું કેન્દ્ર રહ્યું છે.

પાકિસ્તાનમાં આવેલ 5000 વર્ષ જૂની શારદા પીઠ પ્રાચીનકાળમાં હતી શ્રીવિદ્યાનું સાધના કેન્દ્ર.

આ સ્થિતિમાં કેવી રીતે પહોંચી ગયું આ મંદિર-

આ મંદિર અનેક સદીઓ જૂનું છે. 14મી સદીમાં ખંડેર થયેલાં મંદિરની ફરીથી મરામત કરવામાં આવી હતી. ત્યારબાદ 19મી સદીમાં મહારાજા ગુલાબ સિંગે તેની છેલ્લીવાર મરામત કરાવી હતી ત્યારથી આજ સુધી આ જ સ્થિતિમાં છે. 2005માં આવેલાં ભૂકંપમાં તે વધુ ખંડેર સ્થિતિમાં પહોંચી ગયું, ત્યારબાદ પાકિસ્તાન સરકારે તેની કોઈ ભાળ લીધી નથી.

ભારત-પાકિસ્તાનના વિભાજન પછી આ જગ્યા પશ્તૂન ટ્રાઈબ્સના અધિકાર રહેલી. ત્યારબાદ હવે તે પીઓકે સરકારના કબજામાં છે. બંને દેશોની વચ્ચે તણાવ ચાલતો હોય ત્યારે ફોરેનર્સને પણ અહીં જવા પર પ્રતિબંધ હોય છે.

-શું છે માન્યતા-

પૌરાણિક માન્ચતા પ્રમાણે અહીં દેવીનો જમણો હાથ પડ્યો હતો. આ મંદિરને ઋષિ કશ્યપના નામ પરથી કશ્યપપુરના નામે પણ ઓળખવામાં આવે છે. એક સમયે કાશ્મીર હિન્દુ વૈદિક ધર્મ સાથે જોડાયેલ લર્નિંગ માટે ખૂબ સારું સેન્ટર ગણાતું.

-શા માટે હિન્દુઓ માટે ખાસ છે શારદા પીઠ-

ભારતીય નિયંત્રણ રેખાથી માત્ર 17 મીલ દૂર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આ શારદા ગામમાં મંદિરના નામે હવે ખંડેર જ છે. શારદા પીઠ 52 શક્તિપીઠોમાં નહીં પણ 18 શક્તિપીઠોમાં સ્થાન ધરાવે છે. પહેલાં શારદા પીઠમાં પૂજા-પાઠ થતાં હતા. આ શ્રી વિદ્યા સાધનાનું સૌથી શ્રેષ્ઠ કેન્દ્ર હતું. શૈવ સંપ્રદાયના જનક કહેવાતાં શંકરાચાર્ય અને વૈષ્ણવ સંપ્રદાયના પ્રવર્તક રામાનુજાચાર્ચ બંને અહીંયાં આવેલાં અને તેમને શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરેલું. શંકરાચાર્ય અહીં સર્વજ્ઞપીઠમ પર બેઠાં તો રામાનુજાચાર્યએ અહીં શ્રીવિદ્યાની સમજૂતી પ્રવર્તિત કરેલી. પંજાબી ભાષાની ગુરુમુખી લિપીનું ઉદગમ શારદા લિપિથી જ થયું છે. આ મંદિર સાથે પ્રાચીન અને અર્વાચીન સમયમાં અનેક વિદ્યા કેન્દ્રો જોડાયેલાં હતાં, પરંતુ હવે નથી.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી પંચમુખી હનુમાન મંદિર – કરાંચી

શ્રી ગૌરી મંદિર – થારપારકર (સિંધ પાકિસ્તાન)

કટાસરાજ મંદિર સંકૂલ – ચકવાલ (પંજાબ પ્રાંત -પાકિસ્તાન)

કટાસરાજ શિવ મંદિર અને અમૃત કુંડ – ચકવાલ (પંજાબ- પાકિસ્તાન)

શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર -દ્વારકા

શ્રી નિષ્કલંક મહાદેવ — કોળિયાક બીચ (ભાવનગર)

– ભોજેશ્વર શિવ મંદિર – દુનિયાનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ

ગણેશ મૂર્તિ — દંતેવાડા (ઢોલકલ પર્વત – છતીસગઢ)

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 18 other subscribers

Leave a Reply

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle