શનિદેવ કેમ ચાલે છે લંગડા? પત્નીએ કેમ શ્રાપ આપ્યો કે શનિની દ્રષ્ટિ થઈ ગઈ વક્રી ! જાણો અજાણી વાતો

હિંદુ ધર્મગ્રંથોમાં શનિદેવ સાથે જોડાયેલી કેટલીય કથાઓ પ્રચલિત છે. પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે શનિની ગતિ મંદ એટલે ધીમી છે, પરંતુ ઓછા જ લોકો જાણતા હશે કે આવું શા માટે? આખરે શનિ મંદ ગતિએ કેમ ચાલે છે. તેના વિશે પણ આપણાં ગ્રંથમાં એક કથાનો વર્ણન છે, જે આ રીતે છે-

પુરાણોમાં જણાવ્યાં મુજબ ભગવાન શંકરે પોતાના પરમ ભક્ત દધીચિ મુનિને ત્યાં પુત્રના રૂપમાં જન્મ લીધો. ભગવાન બ્રહ્માએ તેમનું નામ પિપ્પલાદ રાખ્યું, પરંતુ જન્મ પહેલા જ તેમના પિતા દધીચિ મુનિની મૃત્યુ થઈ ગઈ. યુવા થવા પર જ્યારે પિપ્પલાદે દેવતાઓથી પોતાના પિતાની મૃત્યુનું કારણ પૂછ્યું તો તેમણે શનિદેવની કુદૃષ્ટિને તેનું કારણ બતાવ્યું. પિપ્પલાદ આ સાંભળીને ખૂબ ક્રોધિત થયા અને તેમણે શનિદેવ ઉપર પોતાના બ્રહ્મ દંડનો પ્રહાર કર્યો. શનિદેવ બ્રહ્મ દંડનો પ્રહાર સહન નહોતા કરી શકતા એટલે તે ડરીને ભાગવા લાગ્યા.

ત્રણેય લોકોની પરિક્રમા કર્યા પછી પણ બ્રહ્મ દંડે શનિદેવનો પીછો ન મૂક્યો અને તેમના પગમાં આવીને લાગ્યો. બ્રહ્મ દંડના પગ ઉપર વાગવાથી શનિદેવ લંગડા થઈ ગયા ત્યારે દેવતાઓએ પિપ્પલાદ મુનિને શનિદેવને ક્ષમા કરી દેવા વિનંતિ કરી. દેવતાઓએ કહ્યું કે શનિદેવ તો ન્યાધીશ છે અને તેઓ પોતાના કર્તવ્યોનું પાલન કરે છે. તમારા પિતાની મૃત્યુનું કારણ શનિદેવ નથી. દેવતાઓના આગ્રહ પર પિપ્પલાદ મુનિએ શનિદેવને ક્ષમા કરી દીધા.

દેવતાઓની પ્રાર્થના પર પિપ્પલાદે શનિને આ વાત પર ક્ષમા કરી દીધા કે શનિ જન્મથી લઈને 16 વર્ષ સુધીની ઉંમરના શિવભક્તોને કષ્ટ નહી આવે જો આવું થયું તો તેઓ ભસ્મ થઈ જશે. ત્યારથી જ પિપ્પલાદ મુનિનું સ્મરણ કરવા માત્રથી શનિની પીડા દૂર થઈ જાય છે.

કેવી રીતે પડ્યું પિપ્પલાદ નામ

ભગવાન પિપ્પલાદનો જન્મ પીપળાના વૃક્ષની નીચે થયો. પીપળાની નીચે જ તપ કર્યું અને પીપળાના પાનને જ ભોજનના રૂપમાં ગ્રહણ કર્યું હતા. એટલે શિવના આ અવતારનું નામ પિપ્પલાદ પડ્યું. કહેવાય છે કે સ્વયં બ્રહ્માએ જ શિવના આ અવતારનું નામકરણ કર્યું હતું. શિવ પુરાણમાં તેનો ઉલ્લેખ મળે છે.

पिप्पलादेति तन्नाम चक्रे ब्रह्मा प्रसन्नधी:।
शिवपुराण शतरुद्रसंहिता 24/61

અર્થાત બ્રહ્માએ પ્રસન્ન થઈ આ બાળકનું નામ પિપ્પલાદ રાખ્યું.

ધર્મશાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ અયોધ્યાના રાજા મહારાજ દશરથે શનિદેવની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા હતા. આ સંબંધમાં એક કથા પણ છે, જે આ રીતે છે-

મહારાજ દશરથ જ્યારે અયોધ્યાના રાજા ગતા, ત્યારે રોહિણી શકટભેદનનો યોગ બન્યો. આ વાત જ્યોતિષીઓએ મહારાજ દશરથને જણાવી, સાથે જ એ પણ જણાવ્યું કે તેના લીધે 12 વર્ષ સુધી ખૂબ જ દુકાળ પડશે. તેને રોકવા માટે શનિદેવને પ્રસન્ન કરવા જરૂરી છે. ત્યારે મહારાજ દશરથ શનિદેવને રોકવા માટે નક્ષત્ર લોક પહોંચ્યા અને શનિદેવને રોહિણી શકટભેદન ન કરવા માટે પ્રાર્થના કરી, પરંતુ શનિદેવ ન માન્યાં તો મહારાજ દશરથ શનિદેવ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. મહારાજ દશરથનો પરાક્રમ જોઈ તેઓ ખૂબ પ્રસન્ન થઈ ગયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે મહારાજ દથરથે વરદાન માંગ્યું કે જ્યાં સુધી નદી, સમુદ્ર, સૂર્ય, ચંદ્રમા, પૃથ્વી વગેરે રહેશે, ત્યાં સુધી તમે રોહિણી શકટભેદન ન કરો. શનિદેવના વરદાન આપવા પર મહારાજ દશરથે શનિદેવની સ્તુતિ કરી. તેને શ્રીદશરથ કૃત સ્ત્રોત કહેવામાં આવે છે. ધર્મશાસ્ત્રોમાં જણાવ્યાં મુજબ આ સ્ત્રોતના જાપ કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે. આ સ્ત્રોત આ મુજબ છે-

श्री दशरथ कृत स्तोत्र

नम: कृष्णाय नीलाय शितिकण् निभाय च।
नम: कालाग्निरूपाय कृतान्ताय च वै नम: ॥1॥

नमो निर्मांस देहाय दीर्घश्मश्रुजटाय च ।
नमो विशालनेत्रय शुष्कोदर भयाकृते॥2॥

नम: पुष्कलगात्रय स्थूलरोम्णेऽथ वै नम:।
नमो दीर्घायशुष्काय कालदष्ट्र नमोऽस्तुते॥3॥

नमस्ते कोटराक्षाय दुख्रर्नरीक्ष्याय वै नम: ।
नमो घोराय रौद्राय भीषणाय कपालिने॥4॥

नमस्ते सर्वभक्षाय वलीमुखायनमोऽस्तुते।
सूर्यपुत्र नमस्तेऽस्तु भास्करे भयदाय च ॥5॥

अधोदृष्टे: नमस्तेऽस्तु संवर्तक नमोऽस्तुते ।
नमो मन्दगते तुभ्यं निरिस्त्रणाय नमोऽस्तुते ॥6॥

तपसा दग्धदेहाय नित्यं योगरताय च ।
नमो नित्यं क्षुधार्ताय अतृप्ताय च वै नम: ॥7॥

ज्ञानचक्षुर्नमस्तेऽस्तु कश्यपात्मज सूनवे ।
तुष्टो ददासि वै राज्यं रुष्टो हरसि तत्क्षणात् ॥8॥

देवासुरमनुष्याश्च सिद्धविद्याधरोरगा: ।
त्वया विलोकिता: सर्वे नाशंयान्ति समूलत:॥9॥

प्रसाद कुरु मे देव वाराहोऽहमुपागत ।
एवं स्तुतस्तदा सौरिग्र्रहराजो महाबल: ॥10॥

શનિની દૃષ્ટિને આ કારણોસર માનવામાં આવે છે અશુભ

હિન્દુ ધર્મમાં શનિની દૃષ્ટિને અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જેને પણ શનિ જોઈ લે તેના ખરાબ દિવસ શરૂ થઈ જાય છે. આખરે શા માટે શનિની દૃષ્ટિ અશુભ છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં તેની પાછળ એક કથાનું વર્ણન છે, જે આ મુજબ છે-

સૂર્ય પુત્ર શનિના લગ્ન ચિત્રરથ નામના ગંધર્વની કન્યા સાથે થયા હતા, જે સ્વભાવે ખૂબ જ ઉગ્ર હતી. એક વખત જ્યારે શનિદેવ ભગવાન કૃષ્ણની આરાધના કરી રહ્યા હતા, ત્યારે તેમની પત્ની માસિક ધર્મ સ્નાન પછી જાતીય વ્યવહારની કામના લઈ તેમની પાસે પહોંચી, પરંતુ શનિદેવ શ્રીકૃષ્ણની ભક્તિમાં એટલી મગ્ન હતા કે તેમને આ વાતની ખબર જ ન પડી. જ્યારે શનિદેવનું ધ્યાન ભંગ થયું ત્યારે તેમની પત્નીનો માસિક ધર્મ પૂરો થઈ ચૂક્યો હતો. તેનાથી ક્રોધિત થઈ શનિદેવની પત્નીએ તેમને શ્રાપ આપ્યો કે પત્ની હોવા છતાં તમે મને ક્યારેય પ્રેમની દૃષ્ટિએ નથી જોઈ. હવે જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને જોશો તો તેનું કંઈકને કંઈક ખરાબ થઈ જશે. આ જ કારણ છે કે શનિદેવની દૃષ્ટિમાં દોષ માનવામાં આવે છે.

ભગવાન ગણેશનું માથું શનિદેવની દૃષ્ટિ પડવા પર જ કપાયું

ગણેશનું માથું ભગવાન શિવે કાપ્યું હતું, આ કથા તો આપણે બધા જ જાણે છે, પરંતુ બ્રહ્મવૈવર્ત પુરાણાં તેનાથી જુદી એક કથા છે, જેના મુજબ શનિદેવની દૃષ્ટિને લીધે જ ગણેશનું માથું કપાયુ હતું, એવું જણાવવામાં આવ્યું છે. આ સંપૂર્ણ કથા આ મુજબ છે-

શનિદેવનો રંગ કાળો કેમ છે?

બધા જ દેવી-દેવતાઓમાં સૂર્યનું રૂપ પરમ તેજસ્વી છે. સૂર્યદેવની પૂજા કરવાથી ભક્તોનું રૂપ પણ તેમના જેવું તેજસ્વી અને ગૌરવર્ણ થઈ જાય છે. સૂર્યદેવ બધાને તેજ પ્રદાન કરે છે, પરંતુ પોતાના જ પુત્ર શનિનું રૂપ શ્યામ વર્ણ બતાવવામાં આવ્યું છે. સૂર્ય પુત્ર હોવા છતાં પણ શનિનો રંગ કાળો છે. આ સંબંધમાં એક કથા પ્રચલિત છે જે આવી છે-

સૂર્યદેવના લગ્ન પ્રજાપતિ દક્ષની પુત્રી સંજ્ઞા સાથે થયા હતા. સૂર્યનો રૂપ પરમ તેજસ્વી હતો, જેને જોઈ શકવું સામાન્ય આંખો માટે શક્ય નહોતું. આ કારણોસર સંજ્ઞા તેમના તેજનો સામનો નહોતી કરી શકતી હતી. અમુક સમય પછી દેવી સંજ્ઞાના ગર્ભથી ત્રણ સંતાનોનો જન્મ થયો. આ ત્રણ સંતાન મનુ, યમ અને યમુનાના નામે પ્રસિદ્ધ થયા. દેવી સંજ્ઞા માટે સૂર્યદેવનો તેજ સહન કરવો મુશ્કેલ થતો જઈ રહ્યો હતો. આ કારણોસર સંજ્ઞાએ પોતાની છાયાને પતિ સૂર્યની સેવામાં લગાવી દીધી અને સ્વયં ત્યાંથી ચાલી ગઈ. થોડા સમય પશચાત સંજ્ઞાની છાયાના ગર્ભથી શનિદેવનો જન્મ થયો. જોકે છાયાનો સ્વરૂપ કાળો જ હોય છે આ જ કારણ શનિદેવ પણ શ્યામવર્ણ એટલે કે કાળા રંગના થયા.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– કેવી રીતે થઈ મૃત્યુને મહાત આપતા મૃત્યુંજય મંત્રની ઉત્પતિ? જાણો મંત્રની ઉત્પતિની કથા

– જનોઈ કેમ ધારણ કરવામાં આવે છે? જાણો તેની પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

– હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું શું છે મહત્વ?

– ૐ શા માટે ભગવાન શિવનું પ્રતિક છે?

– સાધુઓની ધૂણી શું હોય છે? જાણો મહત્વ અને રોચક વાતો

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!