સદીઓ પહેલા સમ્રાટ અશોકે બંધાવેલ સાંચીના સ્તૂપ

સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશના ભોપાલ નજીક સાંચી નામના સ્થળે આવેલો છે. સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે બાંધવામાં આવતું સ્થાપત્ય. બૌદ્ધ ધર્મનાં મહત્ત્વનાં સ્થાપત્યોમાં સાંચીના સ્તૂપ સમાવેશ પામે છે. ઈ.સ. પૂર્વે ત્રીજી સદીથી બારમી સદી દરમિયાન આ સ્થાપત્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્તૂપની ફરતે સરસ મજાની કોતરણીવાળું તોરણ આવેલું છે.

સમ્રાટ અશોક દ્વારા આ સ્તૂપ બંધાવવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્તૂપની આસપાસ ઘણાં સ્તંભ આવેલા છે. ૧૮૮૧માં જર્જરિત થઈ ગયેલા સાંચીના સ્તૂપનું સમારકામ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્તૂપ અને સ્તંભની ફરતે ભગવાન બુદ્ધ અને તેમના જીવન આધારિત પ્રસંગો તેમજ હાથી-ઘોડા અને દેવ-દેવીઓની પ્રતિમાઓ કોતરવામાં આવી છે. યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરવામાં આવી છે. સ્તૂપ પર વિવિધ જગ્યાએ બ્રાહ્મી લિપિમાં લખાણ પણ લખવામાં આવ્યું છે.

મૌર્ય કાળની કલાઃ-

મોર્ય કાળ દરમ્યાન બૌદ્ધ ધર્મમાં સ્તૂપો, વિહારો અને અન્ય પ્રકારની ધાર્મિક સ્થાપત્ય કલા જોવા મળે છે.

‘સ્તૂપ’ ભગવાન બુદ્ધના શરીરના વિવિધ અવશેષો – વાળ, દાંત, અસ્થિ, રાખ વગેરેને દાબડામાં મૂકી તેના ઉપર પથ્થર કે ઇંટોનું અંડાકારનું ચણતર કરવામાં આવતું તેને ‘સ્તૂપ’ કહે છે. 10 જેટલા સ્તૂપો મૌર્ય કાળ પહેલા નિર્માણ પામ્યા હતા. ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાનાં પીપરાવા ગામમાંથી અને બિહારના ચંપારણ જીલ્લાના લોરિયા ગામમાંથી ઈ.સ.1905માં મળી આવેલા સ્તૂપો મૌર્ય કાળ પહેલાના છે. તેમજ ગુજરાતમાં દેવની મોરી , બોરિયા સ્તૂપ અને ઇટવા સ્તૂપ એ ત્રણ સ્તૂપો મળી આવેલ.

સાંચીનો સ્તૂપ મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો અસલ સ્તૂપ ઈંટોનો અને હાલના સ્તૂપ કરતા અડધો હતો. સાંચી ભારતના મધ્યપ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક નાનકડું ગામ છે. સાંચીનો મહાન મુખ્ય સ્તૂપ, મૂળતઃ સમ્રાટ અશોક મહાનએ ત્રીજી સદી ઈ.પૂ.માં બનાવડાવ્યો હતો. આના કેન્દ્રમાં એક અર્ધગોળાકાર ઈંટ નિર્મિત ઢાંચો હતો, જેમાં ભગવાન બુદ્ધ ના અમુક અવશેષ રાખ્યાં હતાં આના શિખર પર સ્મારક ને દેવાયેલ ઊંચ્ચ સન્માન ના પ્રતીક રૂપી એક છત્ર હતું.

સ્તૂપના રેખાચિત્રની માહિતીઃ-

હર્મિકાઃ– સ્તૂપના અંડાકાર ભાગની ટોચની ચારેબાજુએ આવેલી રેલિંગ (વાડ)ને હર્મિકા કહે છે

મેધીઃ– સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને ‘મેધિ ‘ કહે છે.તેનો ઉપયોગ સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા માટે કરવામાં આવે છે

પ્રદક્ષિણા પથઃ– મંદિર કે પૂજાના સ્થળની ચારેબાજુ એ આવેલ ગોળાકાર રસ્તાને ‘પ્રદક્ષિણા પથ’ કહે છે. હંમેશા પવિત્ર સ્થળ જમણી બાજુ એ રહે તે રીતે એ સ્થળની પ્રદક્ષિણા કરવામાં આવે છે

તોરણઃ– તોરણ એટલે પ્રવેશદ્વાર, તેના બે ઊંચા સ્તંભો આવેલા હોય છે. તેની ઉપરના ભાગમાં આડા કલાત્મક આકારે બીમ આવેલા હોય છે. તોરણ ની અંદર થઈને પ્રવેશ કરી શકાય છે.

સારનાથ કાશીથી સાત માઇલ પૂર્વોત્તર દિશામાં સ્થિત બૌદ્ધ ધર્મના લોકોનું પ્રાચીન તીર્થ છે. જ્ઞાન પ્રાપ્તિ કર્યા પશ્ચાત ભગવાન બુદ્ધ એ પોતાનો પ્રથમ ઉપદેશ અહીં જ આપ્યો હતો.અહી ધર્મરાજીકા સ્તૂપ આવેલો છે. જયપુર પાસે અને લોરિયા પાસેના નંદનગઢનો સ્તૂપ પણ સુપ્રસિદ્ધ છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– હિન્દુ ધર્મમાં સ્વસ્તિકનું શું છે મહત્વ?

– ૐ શા માટે ભગવાન શિવનું પ્રતિક છે?

– સાધુઓની ધૂણી શું હોય છે? જાણો મહત્વ અને રોચક વાતો

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!