પુષ્પક વિમાન હતું પહેલું હવાઇ જહાજ, જાણો પુષ્પક વિમાનની દિવ્ય શક્તિઓ અને ખાસ વાતો

પુષ્પક વિમાનનું સર્વપ્રથમ વર્ણન વાલ્મીકી રામાયણમાં મળે છે. વૈદિક સાહિત્યમાં દેવતાઓના વિમાનની ચર્ચા છેપરંતુ દૈત્યો અને મનુષ્યો દ્વારા ઉપયોગ કરવામાં આવેલું પહેલું વાહન પુષ્પક જ માનવામાં આવે છે. પૌરાણિક સંદર્ભોમાં વિજ્ઞાનની ખોજ કરનારની માન્યતા છે કે પ્રાચીન ભારતીય વિજ્ઞાન આધુનિક વિજ્ઞાનની સરખામણીએ વધુ સંપન્ન હતું. આ દ્રષ્ટિએ આ વિમાનનું અસ્તિત્વ અને પ્રામાણિકતા સ્વીકારવામાં આવે છે. પ્રાચીન ભારતીયની વૈજ્ઞાનિક ક્ષમતામાં વિશ્વાસ કરનાર માને છે કે આ વિમાન તત્કાલિક વિજ્ઞાનમાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હતું.

દુનિયાનું આ સૌથી પહેલું અને ઝડપી વિમાન

પ્રાચીન પુષ્પક વિમાન સાથે જોડાયેલી ખાસ જાણકારી…

આજના સમયમાં આધુનિક વિજ્ઞાનનું આવાગમને યાત્રાઓ ખૂબ જ સુગમ અને ઝડપી બનાવી દીધી છે. હવાઈ જહાજની મદદથી દેશ-વિદેશની યાત્રાઓ ખૂબ જ ઓછા સમયમાં કરી શકાય છે. આજે અત્યાધુનિક વિમાનોની સાથે જ પ્રાચીન સમયનું પણ એક વિમાન ખૂબ જ ચર્ચિત છે, અને તે છે પુષ્પક વિમાન. શાસ્ત્રો પ્રમાણે પુષ્પક વિમાનનો સ્વામી રાવણ હતો. રામાયણમાં બતાવવામાં આવ્યું છે કે રાવણે સીતાનું હરણ કર્યું અને પુષ્પક દ્વાર લંકા લઈ ગયો હતો. રસ્તામાં જટાયુ અને રાવણનું યુદ્ધ પણ થયું. આ યુદ્ધની સાથે જ રાવણ પુષ્પકમાં હતો અને જટાયુએ ઉડતા-ઉડતા યુદ્ધ કર્યું હતું. પુષ્પક વિમાન મનની ગતિથી ચાલતું હતું અને મનચાહ્યો આકારમાં વધી જતું હતું અને ઘટી શકતું હતું.

જ્યારે હનુમાને જોયું પહેલીવાર પુષ્પક વિમાન

શ્રીમદવાલ્મીકી રામાયણ પ્રમાણે જ્યારે હનુમાનજી સીતાની શોધ કરતા-કરતા લંકા પહોંચ્યા તો તેમને જોયું કે રાવણની લંકા પૂરી રીતે સોનાથી બનેલી હતી. સીતાની શોધ કરતી વખતે હનુમાનજીને પહેલીવાર પુષ્પક વિમાન જોયું. પુષ્પકની ઊંચાઈ એવી હતી માનો તે આકાશને સ્પર્શી રહી હોય, સોનાથી બનેલ પુષ્પક વિમાનની સુંદરતા અદભૂત હતી. આ વિમાનમાં અનેક દુર્લભ રત્ન જડાવેલા હતા અને અનેક પ્રકારના સુંદર પુષ્પ લગાવેલા હતા. આ ફૂલોને કારણે પુષ્પક એવું લાગી રહ્યું હતું, માને કોઈ પર્વત ઉપર અલગ-અલગ વૃક્ષ લાગેલા હોય અને તેમાં રંગ-બે રંગી સુંદર પુષ્પ લાગેલા હોય.

પુષ્પક વિમાનની દિવ્ય શક્તિઓ અને તેની સાથે જોડાયેલ ખાસ વાતો…

વિશ્વકર્માએ કર્યું હતું પુષ્પકનું નિર્માણઃ-

શ્રીમદ વાલ્મીકી રામાયણના સુંદરકાંડના સાતમા સર્ગમાં પુષ્પક વિમાનનું વિસ્તૃત વર્ણન બતાવ્યું છે. એ કાળમાં અન્ય બધા દેવી-દેવતાઓના મોટા-મોટા દિવ્ય વિમાનોમાંથી સૌથી આદર અને સન્માન પુષ્પક વિમાનનું જ કરવામાં આવતું હતું. આ વિમાનમાં અનેક પ્રકારના રત્નોથી અનેક પ્રકારના પક્ષીઓ બનાવેલા હતા. અલગ-અલગ પ્રજાતિઓના સર્પ બનેલા હતા. પુષ્પકમાં સારી પ્રજાતિના ઘોડા પણ બનાવવામાં આવેલા હતા. આ વિમાનનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું હતું. વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર છે. પુષ્પકને પ્રાચીન સમયનું શ્રેષ્ઠ વિમાન માનવામાં આવતું હતું. પુષ્પકમાં અનેક એવી વિશેષતાઓ હતી જે અન્ય કોઈ દેવતાઓના વિમાનમાં ન હતી.

પુષ્પક ખૂબ જ દિવ્ય અને ચમત્કારી હતું. એવું માનવામાં આવે છે કે પુષ્પક મનની ગતિથી ચાલતું હતું અર્થાત્ રાવણ કોઈ સ્થાનના વિશે માત્ર વિચારતો હતો અને એટલા જ સમયમાં પુષ્પક એ સ્થાન ઉપર પહોંચી જતું હતું. આ વિમાન રાવણની ઈચ્છાઅનુસાર ખૂબ જ મોટું પણ થઈ શકતું હતું અને નાનું પણ થઈ શકતું હતું. આને લીધે પુષ્પકથી રાવણ આખી સેનનાની સાથે જ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી આવ-જા કરી શકતો હતો.

શ્રીમદવાલ્મીકીય રામાયણ પ્રમાણે પુષ્પકમાં આવી હતી દૈવીય શક્તિઓ-

શ્રીમદવાલ્મીકી રામાયણમાં પુષ્પક વિમાન માટે લખવામાં આવ્યું છે કે-

मन: समाधाय तु शीघ्रमामिनं
दुरासदं मारुततुल्यमामिनम्।
महात्मनां पुण्यकृतां महद्र्धिनां
यशस्विनामग्र्यमुदामिवालयम्।।

આ શ્લોકનો અર્થ એ છે કે પુષ્પક પોતાના સ્વામીના મનનું અનુસરણ કરીને મનની ગતિથી ચાલતું હતું. પોતાના સ્વામી સિવાય બીજા માટે તે દુર્લભ હતું અને વાયુંની સમાન વેગપૂર્વક આગળ વધતું હતું. એવું માનવામાં આવે છે કે પુષ્પક મોટા-મોટા તપસ્વીઓ અને મહાન આત્માઓને જ પ્રાપ્ત થઈ શકતું હતું.

શ્રીરામ, લક્ષ્મણ અને સીતા સહિત વાનર સેના પુષ્પકમાં બેસીને પહોંચ્યા હતા અયોધ્યા

-રાવણ વધ પછી શ્રીરામ, સીતા, લક્ષ્મણ તથા વાનર સેના લંકાથી અયોધ્યા આ પુષ્પક વિમાનમાં બેસીને જ પહોંચ્યા હતા.

-એવું માનવામાં આવે છે કે પુષ્પક વિમાનને રાવણે પોતાના મોટાભાઈ કુબેર પાસેથી બળપૂર્વક પ્રાપ્ત કર્યુ હતું.

રામાયણનો સંક્ષિપ્ત પરિચયઃ-

શ્રીમદવાલ્મીકીય રામાયણ અને ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસ પૂજનીય અને પવિત્ર ગ્રંથ છે. આજે પણ અનેક ઘરોમાં નિયમિત રીતે આ ગ્રંથની પૂજા કરવામાં આવે છે. આ બંને ગ્રંથોમાં કુલ 7 કાંડ છે. તેમાંથી પહેલો બાળકાંડ, બીજો અયોધ્યા કાંડ, પછી અરણ્ય કાંડ, ત્યારબાદ કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને છેલ્લે ઉત્તરકાંડ છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– તિલકનું વિજ્ઞાન

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે ?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Leave a Reply

error: Content is protected !!