જિંદગી માં ગમે તેવા સંકટો સામે લડવા વિદુરજીએ બતાવ્યા હતા આવા ઉકેલ

આ સંસારમાં તે વ્યક્તિનો જન્મ સાર્થક થાય છે, જેના દ્વારા સમાજ તથા દેશની ઉન્નતિ થઈ હોય, આમ તો આ દુનિયામાં ઘણાં વ્યક્તિત્વોએ જન્મ લીધો છે, તેમાંથી કંઈક એવું હતું જેને આપણે આજે પણ યાદ કરીએ છીએ. માત્ર તેના કર્મોને કારણે નહીં પણ તેના દ્વારા આપવામાં આવેલા સમાધાનો અને સિદ્ધાંતો માટે. આવા સિદ્ધાંત તથા સમાધાન જે તેના કાળમાં તો પ્રાસંગિક હતા જ સાથે જ આપણી આજની જીવનશૈલીમાં પણ એટલી જ દખલ રાખે છે. એવા બુદ્ધિમાનોની વાત કરો તો મહાત્મા વિદુરનું નામ ઉચ્ચસ્થાને આવે છે. તે ધૃતરાષ્ટ્ર સહિત પાંડવો તથા કૌરવોને પણ એવા ઉપદેશ આપતા હતા, જે તેના માટે લાભકારી હોય છે.

મહાત્મા વિદુર મહાભારતના કાળમાં એક ખૂબ જ નીતિકુશળ તથા સૈદ્ધાંતિક સંપદાથી ધની વ્યક્તિ હતા અને તેમને જણાવેલા માર્ગે આજે પણ આપણા જીવનને સરળ બનાવે છે તથા સંકટોને દૂર રાખે છે. આજના સમયમાં જિંદગી ગમે તેટલી ગૂંચવાયેલી હોય, વિદુરની નીતિઓ તેનો ચોક્કસ ઉકેલ આપે છે.

જાણો રાજકારણ, પર્સનાલિટી, મેનેજમેન્ટ, વર્કપ્લેસ પરનું કામના વિષયમાં કઈ એવી વાતો જે આજે પણ આપણા કાર્યક્ષેત્રથી લઈને ઘર-પરિવારની સમસ્યાનું છે સમાધાન……

વિશ્વાસ યોગ્ય પર પણ વધારે ન કરો –

જે વિશ્વાસ પાત્ર નથી, તેનો તો ક્યારે વિશ્વાસ ન જ કરી શકાય પણ જે વિશ્વાસ કરવાને લાયક છે, તેના પર પણ વધારે પડતો વિશ્વાસ ન મુકી દેવો જોઈએ. વિશ્વાસથી જે ભય ઉત્પન્ન થાય છે, તે મૂળ ઉદ્દેશનો પણ નાશ કરી દે છે.

બુદ્ધિમાન વ્યક્તિથી વેર લઈને શાંત ન થાવો –

બુદ્ધિમાન વ્યક્તિ પ્રત્યે અપરાધ કરી કોઈ દૂર પણ ચાલ્યા જાવો તો ચેનથી ન બેસો કારણ કે બુદ્ધિમાન વ્યક્તિના હાથ લાંબા હોય છે અને સમય આવ્યે તે પોતાનો બદલો લઈ શકે છે.

સામર્થ્ય ન હોય તો ઈચ્છાઓ ન કરવી જોઈએ –

ઓછું ધન હોય તો પણ કિમતી વસ્તુ ખરીદવાની લાલસા અને શક્તિહીન હોય તેના માટે ક્રોધ કરવો પોતાના શરીર માટે કષ્ટદાયક અને કાંટા સમાન છે.

સ્વભાવથી વિરુદ્ધનું કાર્ય ન કરો –

સ્વભાવથી વિરુદ્ધ કામ કરનાર ક્યારે સન્માનનીય નથી બનતા. ગૃહસ્થ થઈને અકર્મણ્યતા (નવરું બેસી રહેવું) અને સંન્યાસી થઈને વિષયાસક્તિનું પ્રદર્શન કરું યોગ્ય નથી.

શત્રુ, મિત્ર અને નર્તકને પોતાની સાક્ષી ન બનાવો –

હસ્તરેખા વિશેષજ્ઞ, ચોરીના વ્યાપાર કરનાર, જુગારી, ચિકિત્સક, શત્રુ, મિત્ર અને નર્તકને ક્યારેય પણ પોતાના સાક્ષી બનાવો નહીં.

વિનયને કારણ અપયશનો નાશ થાય છે –

જે મનુષ્ય વિનય ધારણ કરે છે, તેનો અપયશ આપમેળે જ નાશ થી જાય છે. પરાક્રમથી અનર્થનો અને ક્ષમાથી ક્રોધનો નાશ થાય છે. સદાચારથઈ કુલક્ષણથી બચી શકાય છે.

હંમેશા ચમત્કારપૂર્ણ વાણી વધારે નથી બોલી શકતી –

મુખથી વાક્ય બોલતા સમયે સંયમ રાખવો મુશ્કેલ છે, પણ હંમેશા જ અર્થયુક્ત તથા ચમત્કારપૂર્ણ વાણી પણ વધારે નથી બોલી શકાતી.

વધારે કડવા વાક્યોથી મહાન અનર્થ થાય છે –

સારા અને મધુર રીતથી કહેવામાં આવેલી વાતથી બધાનું કલ્યાણ થાય છે, પણ જો કડવું વાક્ય બોલવામાં આવે તો મહાન અનર્થ થઈ જાય છે.

જેનું ઈન્દ્રિયો પર નિયંત્રણ નથી, તેનું જ્ઞાન વ્યર્થ છે –

જેમ સમુદ્રમાં પડેલી વસ્તુનો નાશ થઈ જાય છે, તે રીતે બીજાની વાત ન સાંભળનાર માટે ક્યારેક યોગ્યવાત પણ વ્યર્થ થઈ જાય છે. જે મનુષ્યએ પોતાની ઈન્દ્રિઓ પર નિયંત્રણ નથી કરી શકતા તેનું શાસ્ત્ર જ્ઞાન પણ એ રીતે વ્યર્થ છે, જે રીતે રાખમાં કરવામાં આવેલો હવન હોય.

બીજાના ઘરમાં ઝગડો ન કરવો જોઈએ –

શરાબ પીવો, કલહ કરવો, પોતાના સમૂહની સાથએ શત્રુતા, પતિ-પત્ની પરિવારમાં ભેદ ઉત્પન્ન કરવો, રાજાની સાથએ ક્લેશ કરવો તથા સ્ત્રી પુરુષએ ઝગડા કરવા, આ બધી બાબતોનો ત્યાગ કરવો જ શ્રેયસ્કર છે.

ધનવાનથી વધારે ગરીબ સ્વાદ ચાખે છે –

નિર્ધન આદમી ભોજનનો જેટલો સ્વાદ લે છે, એટલો ધનવાન લઈ શકતો નથી. ધનવાન માટે સ્વાદ દુર્લભ હોય છે. આ સંસારમાં ધનવાનની પાચન કરવાની શક્તિ અત્યંત ક્ષીણ હોય છે, જ્યારે દરિદ્ર મનુષ્ય લાકડાને પણ પચાવી જાય છે.

Leave a Reply

error: Content is protected !!