હનુમાનજીએ કેમ ધારણ કર્યું હતું પંચમુખી સ્વરૂપ? જાણો તેની પાછળનું કારણ

મનુષ્યના જીવનમાં આવનારી સમસ્ત કઠિનાઈઓનો સામનો ભક્તિ, પૂજા-પાઠથી કરવામાં આવે છે. ઈતિહાસ તેનો સાક્ષી છે કે જ્યારે-જ્યારે ભક્તો ઉપર સંકટ ઘેરાઈ રહ્યા હોય ભગવાન પોતાના ભક્તોના રક્ષણ માટે કોઈને કોઈ રૂપમાં અવતાર લઈને તેનું રક્ષણ કરે છે. શિવમહાપુરાણમાં ભગવાન શિવના અનેક અવતારોનું વર્ણન મળે છે. જેમાં હનુમાનજીનો અવતાર બધા અવતારોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ અવતારમાં ભગવાન શિવે એક વાનરનું રૂપ ધારણ કર્યું હતું.

હનુમાનજીના પાંચ મુખવાળું વિરાટ સ્વરૂપ પાંચ દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. દરેક સ્વરૂપમાં એક મુખ, ત્રિનેત્ર અને બે ભુજાઓ હોય છે. આ પાંચ મુખમાં નરસિંહ, ગરુડ, અશ્વ, વાનર અને વરાહ રૂપ છે. તેમના પાંચ મુખ ક્રમશઃ પૂર્વ, પશ્ચિમ ઉત્તર, દક્ષિણ અને ઉર્ધ્વ દિશામાં પ્રધાન માનવામાં આવે છે. પૂર્વ તરફ જે મુખ છે તેને વાનર કહેવામાં આવે છે. જેની ચમક સેકંડો સૂર્યોના વૈભવની સમાન છે. આ મુખની પૂજા કરવાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે.

પશ્ચિમ દિશા તરફ જે મુખ છે તે ગરુડ મુખ છે. તે રૂપ સંકટમોચન માનવામાં આવ્યું છે. જે પ્રકારે ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ અજર-અમર છે એ જ રીતે તેમને પણ અજર-અમર માનવામાં આવે છે. ઉત્તર તરફ જે મુખ છે તેને શૂકર કહેવામાં આવ્યું છે. તેની ઉપાસના કરવાથી અબાધ ધન-દોલત, ઐશ્વર્ય, પ્રતિષ્ઠા, લાંબી આયુ તથા નિરોગી કાયા પ્રાપ્ત થાય છે.

આ કારણોસર પંચમુખી રૂપ ધારણ કર્યું હતું હનુમાનજીએ:-

દક્ષિણ તરફ જે મુખ છે તેને ભગવાન નૃસિંહ કહેવામાં આવ્યું છે. આ રૂપ પોતાના ઉપાસકોને ભય, ચિંતા અને પરેશાનીઓથી મુક્તિ અપાવે છે. શ્રીહનુમાનજીનું ઉર્ધ્યમુખ રૂપ ઘોડાનું સમરૂપ છે. આ સ્વરૂપ બ્રહ્માજીની ઉપાસના ઉપર પ્રત્યક્ષ થયું હતું. ભગવાન રામ અને રાવણનું યુદ્ધ ચાલી રહ્યું હતું. રાવણે તે વખતે ભાઈ અહિરાવણ તંત્રો-મંત્રોનો જ્ઞાતા અને માતા ભવાનીનો પરમ ભક્ત હતો. તેને પોતાના ભાઈ રાવણની મદદ કરવા માટે ભગવાન રામ અને લક્ષ્મણનું અપહરણ કરી લીધું અને તેમને નિદ્રાવસ્થામાં જ પાતાળ લોક લઈ ગયો.

ત્યાં જઈ તેમની બલી આપવા માગતો હતો. હનુમાનજીએ જ્યારે ભગવાનને પાતળ લોકમાં હોવાની જાણ થઈ તો તે તાત્કાલિક પાતાળ લોકમાં પહોંચી ગયા. પાતાળ લોકના દ્વાર ઉપર મકરધ્વજ હનુમાનજીનો પુત્ર રક્ષકના રૂપમાં પહેરો દઈ રહ્યો હતો. મકરધ્વજ સાથે યુદ્ધ કરી તેને પરાજિત કરી તેઓ પાતાળલોકના મહેલમાં પહોંચ્યા તો શ્રીરામ અને લક્ષ્મણજીને બંધક અવસ્થામાં જોયા. ત્યાં અલગ-અલગ દિશાઓમાં પાંચ દીવાઓ પ્રગટી રહ્યા હતા અને માતા ભવાનીની સામે જ શ્રીરામ અને લક્ષ્મણની બલી આપવાની પૂરી તૈયારી કરી હતી. અહિરાવણનો અંત કરવો હોય તો આ પાંચ દીવાઓને એકજ સમયે બુઝાવવા જરૂરી હતા. આ રહસ્યની જાણ થતા જ હનુમાનજીએ પંચમુખી હનુમાનનું રૂપ ધારણ કર્યું હતું અને પાંચેય દિશામાં પ્રગટી રહેલા દીવાઓ બુઝાવ્યા હતા. આ દીવાઓ બુઝાતાની સાથે જ અહીં રાવણની પૂજાવિધીમાં ભંગ પડ્યો અને પછી આ અવસ્થામાં જ હનુમાને અહિરાવણને મારી નાખ્યો હતો.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વિશ્વનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ – ભૂતેશ્વરનાથ મહાદેવ

– શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ – મહારાષ્ટ્ર

– અચલેશ્વર મહાદેવની રહસ્યમયી કથા

– શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ

– શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ

– શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતર

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

શ્રી ધેલા સોમનાથનો અદભુત ઇતિહાસ

શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર

– ભોજેશ્વર શિવ મંદિર – દુનિયાનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ

– મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ધરાવતું મંદિર મુરુડેશ્વર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 18 other subscribers

Leave a Reply

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle