નામ રાખવા પાછળની પ્રાચીન પરંપરા, કેમ કરાય છે આ વિધિ?

હિંદુઓમાં નામકરણ સંસ્કારનું વિશેષ મહત્વ છે. નામકરણનો અર્થ સમજવો હોય તો આ બે શબ્દોથી બને છે નામ અને કરણ. નામનો અર્થ તો જાણો જ છો. સંસ્કૃતમાં કરણનો અર્થ થાય છે બનાવવું કે સર્જન કરવું. નામકરણ સંસ્કારમાં નવજાત બાળકના નામને રાખવાની પ્રક્રિયાને સંપન્ન કરવામાં આવે છે. નામ રાખવાની આ આ વિધિને ખુબ ખુશીથી ઉજવવામાં આવે છે. અને આ પ્રસંગે પરિવારના તમામ સભ્યો એકત્રિત થાય છે. આજે જાણો નામકરણની પૂરી વિધિ અને તેની પાછળનું કારણ….

નામકરણ સંસ્કાર-

શિશુના જન્મના અગિયારમાં કે બારમાં દિવસ બાદ તેને નામકરણ સંસ્કાર આપવામાં આવે છે, જેમાં બાળકનું નામ પાડવામાં આવે છે. પરિવારના તમામ સભ્યો બાળકની જન્મ રાશિના પ્રથમ અક્ષર અનુસાર પોતાની પસંદગીનું નામ રાખવાનું સૂચન કરે છે તેમાંથી જે સૌથી સારું નામ હોય તેને પસંદ કરવામાં આવે છે. નામકરણ સંસ્કાર કોઈપણ શુભ દિવસે અને શુભ મુહુર્તમાં કરી શકાય છે. શિશુના જન્મ બાદ ઘરમાં આ પહેલી વિધિ હોય છે. આ સમયે ઘરને સજાવવામાં આવે છે. આ દિવસે બાળકને નવડાવીને નવા કપડાં પહેરાવવામાં આવે છે સાથે જ તેના માતા-પિતા પણ નવા કપડાં પહેરી આ સંસ્કારમાં શામેલ થાય છે.

કેવી રીતે થાય છે નામાકરણ સંસ્કાર

નામકરણ સંસ્કાર એક નાનકડી પુજા છે, જેમાં માતા-પિતા શિશુને ખોળામાં લઈને બેસે છે. તે સિવાય ઘરના તમામ લોકો પણ તેમાં શામેલ થાય છે. ત્યારબાદ બાળકના માતા-પિતા દ્વારા પસંદ કરાયેલા નામને બાળકના કાનમાં ધીરેથી બોલવામાં આવે છે. બાળકનું નામ પાડવાનો એકાધિકાર ફોઈ ભોગવે છે.

નામ પાડતા ફોઈ બોલે છેઃ

ઓળી ઝોળી પીપર પાન
ફોઇએ પાડયું ફતેસિંહ નામ

આ રીતે નામકરણ સંસ્કારની પ્રક્રિયા પુરી થાય છે. આ દિવસથી બાળકનું એજ નામ નક્કી થઈ જાય છે જેનાથી તે જીવનભર ઓળખાવાનુ હોય છે.

નામકરણ સંસ્કાર શા માટે જરૂરી છે-

બાળકના જન્મ બાદ પરિવારના લોકો પ્રેમથી તેને અનેક નામોથી બોલાવતા હોય છે, જેમ કે પિન્કી, બબલુ, છોટુ વગેરે. જેથી ધીરે-ધીરે બાળકનું તે જ નામ પડી જતુ હોય છે. બાળક મોટુ થઈ જાય તો પણ એ જ નામથી તેને લોકો ઓળખવા લાગે છે. એટલે નામકરણ સંસ્કારથી માતા-પિતા તેમજ પરિવારજનો મળીને બાળકને એક સારૂ નામ આપે છે જેનાથી તેને લોકો ઓળખે. એવું મનાય છે કે રાશિ અનુસાર રાખવામાં આવેલા નામથી બાળકને બોલાવવાથી બાળક પર સારી અસર પડે છે.

કેવી રીતે પસંદ કરવું બાળકનું નામ-

માતા-પિતા પણ મુંઝવણમાં હોય છે કે બાળકને મોટા થઈને તેનું નામ પસંદ આવશે કે નહિં. તેને પોતાનું નામ જણાવતા શરમ ના આવે. આજકાલ તો લોકો નામ માટે ઈન્ટરનેટનો સહારો લેતા હોય છે. ઈન્ટરનેટ પર તેમને જે અક્ષર પરથી નામ જોઈતું હોય તે સરળતાથી મળી જાય છે. આ સિવાય બાળકના નામ માટેના પુસ્તકો પણ મળતા હોય છે. જેનાથી તમે તમારા બાળકનું નામ પસંદ કરી શકો છે. નામ રાખતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે તે બોલાવવામાં સરળ હોય. તો આવો જાણીએ બાળકનું નામ રાખવી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી..

નામ પસંદ કરવામાં શું-શું બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

-સૌપ્રથમ તમારા પાર્ટનર સાથે ચર્ચા કરી ગાઈડલાઈન સેટ કરી લેવી જોઈએ. ત્યારબાદ તમે ઈચ્છોતો બાળકના નામની સાઈટ પર જઈને કે નામના પુસ્તકની મદદ લઈ શકો છો.

-બાળકના નામને પસંદ કરતી વખતે એ વાત ધ્યાનમાં રાખો કે નામ બોલવામાં સરળ હોય જેથી લોકો તેને સરળતાથી બોલી શકે.

-બાળકનું નામ સાંભળવામાં અર્થપૂર્ણ લાગવું જોઈએ. નામ રાખતા પહેલા તેનો અર્થ જરૂર જાણી લેવો.

-બાળકનું નામ પસંદ કરતી વખતે પ્રયાસ કરો કે તે નામ થોડું હટકે હોય, જેના કારણે બાળક સ્કુલમાં જવા લાગે ત્યારે તેના જેવા જ નામવાળા બાળકો વધુ ન હોય. બાળક અલગ નામને કારણે ભીડમાં પણ અલગ તરી આવે છે.

-સામાન્ય રીતે લોકો બાળકની રાશિ અનુસાર નામને પસંદ કરતાં હોય છે. જેનાથી બાળક પર સારો પ્રભાવ પડે છે.

નામ રાંખવામાં અન્ય બીજા કયા પાસા ધ્યાનમાં રાખી શકાય

-કેટલાક નામો અન્યની નજરમાં પોઝીટીવ કે નેગેટીવ છાપ છોડતા હોય હોય છે. તમારું નામ એ જ તમારી ઓળખાણ હોય છે. જેથી બાળકનું નામ રાખતી વખતે ખાસ સાવધાની રાખવી.

-જો તમે બાળકનું નામ પરિવારના નામ સાથે મળતુ આવતું હોય તેવું રાખવા માંગતા હોય તો નામની વચ્ચે તેને જોડી શકો છો.

-કોઈ પ્રસિદ્ધ વ્યક્તિના નામ પરથી બાળકનું નામ રાખવાનું પણ ચલણ જોવા મળે છે. ખાસ કરીને માતા-પિતા જેનાથી પ્રભાવિત હોય છે તેના નામ પરથી તેઓ બાળકનું નામ પાડી દેતા હોય છે.

-નામ રાખતી વખતે એ વાત ખાસ ધ્યાનમાં રાખો કે તમે જે નામ રાખ્યુ છે તે જ નામે બાળક મોટુ થયા પછી તેને બોલાવવામાં આવે તો વિચિત્ર ન લાગે

-બાળકનું નામ રાખવા માટે તમે અંકવિજ્ઞાનની મદદ પણ લઈ શકો છો.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– બાળકની છઠ્ઠી કરવાનો અને નામ પાડવાના રિવાજ

– લગ્નપ્રસંગે ઉકરડી નોતરવાનો અનોખો લોકરિવાજ

– લોકજીવનનાં લગ્ન પ્રસંગના અદ્‌ભૂત રિવાજો

– રાંદલપૂજાની પૌરાણિક પરંપરાની રસપ્રદ વાતો

– સુહાગન સ્ત્રીના માથામાં સિંદૂર લગાવવા પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે?

વાસ્તુ પૂજનની પરંપરા પાછળ શું છે કારણ અને કોણ છે આ વાસ્તુપુરુષ?

– મંદિરમાં ઘંટ શું કામ વગાડવામાં આવે છે?

– ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

– મંદિરમાં પ્રભુની આરતી કેમ ઉતારવામાં આવે છે ?

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

– લોકવિશ્વાસના પ્રતીકસમા માદળિયાં, ડોડી અને તાવીજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 18 other subscribers

Leave a Reply

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle