માઉન્ટ આબુ અને અચલેશ્વર મહાદેવની રહસ્યમયી કથા

માઉન્ટ આબુમાં અચલેશ્વર મહાદેવ દુનિયાનું એક એવું મંદિર છે જ્યાં શિવજીના પગના અંગુઠાની પૂજા થાય છે. ભગવાન શિવના અનેક પ્રાચીન મંદિરો હોવાને કારણે માઉન્ટ આબુને અર્ધ કાશીના નામથી પણ ઓળખામાં આવે છે. આ મંદિરને લઈને અનેક માન્યતાઓ છે કે આ અંગુઠા ઉપર જ આખુ માઉન્ટ આબુનો પહાડ ઊભો છો, જે દિવસ ભગવાન શિવના અંગુઠાનું નિશાન ગાયબ થઈ જશે, પહાડ પણ ખતમ થઈ જશે.

મંદિરમાં બેસે છે ચાર ટનનો નંદીઃ-

ભગવાન શિવના આ મંદિરના દરવાજાથી જ પંચ ધાતુથી બનેલ નંદીની એક વિશાળ મૂર્તિ નજર આવે છે. તેનું વજન ચાર ટન છે. મંદિરની અંદર ગર્ભગૃહમાં શિવલિંગ પાતાળ ખંડના રૂપમાં જોવા મળે છે, એ જ રીતે ઉપરની તરફ પગના નિશાન પણ બનેલા છે. આ નિશાનને શિવલિંગના રૂપમાં પૂજા કરવામાં આવે છે.

માઉન્ટ આબુ ઊભો છે શિવના અંગુઠા પર.

ક્યાં આવેલું છે આ મંદિરઃ-

સ્કંદ પુરાણની વાત માનીએ તો વારાણસી શિવની જ નગરી છે તો માઉન્ટ આબુ ઉપનગરી. અચલેશ્વર મહાદેવ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન મંદિર માઉન્ટ આબુથી લગભગ 11 કિલોમીટર દૂર અચલગઢના પહડો ઉપર આ મંદિર આવેલું છે.

માઉન્ટ આબુ પર્વતની જગ્યા હતી બ્રહ્મ ખાઈઃ-

આજે માઉન્ટ આબુ પર્વત જ્યાં છે, પૌરાણિક કાળમાં અહીં મોટી બ્રહ્મ ખાઈ હતી. તેના તટ પર વશિષ્ટ મુની રહેતા હતા. તેમની ગાય કામધેનુ એક વાર લીલુ ઘાચ ચરતા-ચરતા બ્રહ્મ ખાઈમાં પડી ગઈ. કામધેનુને બચાવવા માટે મુનીએ સરસ્વતી ગંગાને યાદ કરી. ત્યારબાદ સરસ્વતી ગંગાની મહિમાથી બ્રહ્મ ખાઈમાં જમીનના સ્તર સુધી પાણી ભરાઈ ગયું અને કામધેનુ ગાય ગોમુખ ઉપર બહાર જમીન ઉપર આવી ગઈ.

એકવાર ફરી ખાઈમાં પડી ગઈ કામધેનુઃ-

થોડા દિવસો પછી ફરી એકવાર કામધેનુ ખાઈમાં પડી ગઈ. ત્યારબાદ મુનીએ વારંવાર બની રહેલી ઘટનાને જડથી દૂર કરવા માટે હિમાલય પહોંચ્યા અને તેમને બ્રહ્મ ખાઈને ખતમ કરવાની વિનંતી કરી. હિમાલયે તેમની વાત સાંભળીને પોતાના પુત્ર નંદી વર્ધનને તેમના દુઃખને દૂર કરવા માટે મોકલ્યો.

કેવી રીતે બન્યો માઉન્ટ આબુ પર્વતઃ-

નંદી અર્બુદ નાગ ઉપર ઊડીને વશિષ્ટ મુનીના આશ્રમમાં પહોંચ્યા. દુઃખ દૂર કરતા પહેલા નંદીએ વશિષ્ટ આશ્રમમાં વરદાન માગ્યું કે તેમની ઉપર સપ્ત ઋષિઓનું આશ્રમ હોવું જોઈએ તથા પહાડ સૌથી સુંદર હોવો જોઈએ. સાથે જ અર્બુદ નાગને વરદાન માગ્યું કે આ પર્વતનું નામાંકરણ તેમના નામ ઉપરથી આપવામાં આવે. ત્યારબાદ નંદી વર્દ્ધન આબુ પર્વતના નામથી વિખ્યાત થયો.

મહાદેવે બચાવ્યો હતો નંદીનો જીવઃ-

વરદાન પ્રાપ્ત કરી નંદી વર્દ્ધન ખાઈમાં ઊતર્યો તો અંદર ધસતો જ ગયો, માત્ર નંદીનું નાક તથા ઉપરનો ભાગ જ જમીનની બહાર રહ્યો. જે આબુ પર્વત પર્વત છે. તે ચાલી શકતો ન હતો, ત્યારે વશિષ્ટના આગ્રહથી મહાદેવે પોતાના જમણા પગના અંગુઠો પસાર કરી તેને સ્થિર કર્યો અર્થાત્ અચલ કરી દીધો ત્યારથી અહીંના વિસ્તારને અચલગઢ તરીકે ઓળખ મળી.

રહસ્યથી ભરેલો છે અંગુઠાની નીચોનો પાતાળ ખંડઃ-

ભગવાન શિવના અંગુઠાના નિશાન આજે પણ ત્યાં જોવા મળે છે. અચલેશ્વર મહાદેવના રૂપમાં મહાદેવના અંગુઠાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ અંગુઠાની નીચે બનેલા પ્રાકૃતિક પાતાળ ખંડમાં ગમે એટલું પાણી નાખવાથી પણ ખાઈ પાણીથી નથી ભરાતી. તેમાં ચઢાવવામાં આવતું પાણી ક્યાં જાય છે તે આજે પણ એક રહસ્ય છે.

મંદિરમાં બન્યું છે સુંગર ધર્મકાંટાઃ-

મંદિરની ડાબી તરફ બે કલાત્મક થાંભલાઓનો ધર્મકાંટા બનેલો છે. તેની ઉપર કરવામાં આવેલ કલાકૃતિ જોતા જ સુંદરતા ભાસે છે. એવું માનવામાં આવે છે કે અહીંના રાજા પોતાના રાજ સિંહાસન ઉપર બેસતી વખતે અચલેશ્વર મહાદેવ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરી ધર્મકાંટાની નીચે પોતાની પ્રજાની સાથે ન્યાયના શપત લેતા હતા.

અચલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં દ્વારિકાદ્વિશજીનું મંદિર પણ બનેલું છે. ગર્ભગૃહની બહાર વારાહ, નૃસિંહ, વામન, કચ્છપ, મત્સ્ય, કૃષ્ણ, રામ, પરશુરામ, બુદ્ધ અને કલંગી અવતારોના કાળ પત્થરોની ભવ્ય મૂર્તિઓ સ્થાપિત છે. આ પરિસરના વિશાળ ચોકમાં ચંપાનું વિશાળ ઝાડ છે જે પોતાની પ્રાચીનતાને દર્શાવે છે.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ જય જય ગરવી ગુજરાત ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

ભગવાન નરસિંહ પ્રાગટ્ય

વામન અવતાર

ભગવાન વિષ્ણુનો દસમો અવતાર- કલ્કિ અવતાર

★ ભગવાન દત્તાત્રેય ★

વરાહ અવતાર

– કુર્મ અવતાર (કાચબા અવતાર)

– ભગવાન વિષ્ણુના વિભિન્ન અવતારોની રોચક કથા

–  ભગવાન મહાવીર

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– અંતીમ યાત્રામાં “રામ ! બોલો ભાઈ રામ !” કેમ બોલવામાં આવે છે ?

– વિશ્વના ભાવિ વિષે ભારતના સંતોએ કરેલી ભવિષ્યવાણીઓ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 18 other subscribers

Leave a Reply

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle