જંગલમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો ત્યારે ચાર લોકો એક વૃક્ષની નીચે ઊભા હતા, કડકડતી વીજળી તે વૃક્ષ સુધી જઈને પાછી આવી રહી હતી, ત્યારે ચારેયએ વિચાર્યુ કે આપણાંમાંથી કોઈ એકનું મોત આવ્યું છે અને પછી શોધ્યો એક ઉપાય.

કહાની એક ગામની છે. આ ગામના લોકો એક ગામથી બીજા ગામ વેપાર કરવા જતા હતા. એક દિવસ આવી જ રીતે ગામના ત્રણ યુવક અને વૃદ્ધ વ્યક્તિ બીજા ગામે જઈ રહ્યા હતા. રસ્તામાં ગાઢ જંગલ હતું. જંગલ પાર કરતી વખતે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો. ત્રણેય યુવક અને વૃદ્ધ વ્યક્તિએ એક વૃક્ષની નીચે આશ્રય લીધો. ત્યારે અચાનક એક આશ્ચર્યચકિત ઘટના થવા લાગી.

જે વૃક્ષની નીચે ચારેય ઉભા હતા ત્યાં અચાનક વીજળી થવા લાગી. વીજળી ઝાડ સુધી પહોંચતી અને પાછી જતી રહેતી. ચારેય લોકોએ ઘણી વાર સુધી આવું થતા જોતા રહ્યા. ત્યારે એક યુવક બોલ્યો કે કદાચ આપણાં માંથી કોઈ એકનું મૃત્યુ નજીક આવી ગયું છે. એટલે વારંવાર વીજળી પડી રહી છે પરંતુ આપણાં સુધી પહોંચી નથી રહી. શક્ય છે કે કોઈ એક પર જ પડવાની છે પરંતુ ત્રણ લોકોને કમોતે મારવા નથી ઈચ્છતી એટલે પાછી જતી રહે છે. ક્યાંક એવું ન થાય કે થોડા સમય બાદ વીજળી ઝાડ પર પડી જાય અને આપણે બધા જ મૃત્યુ પામીએ.

બીજા યુવકે કહ્યુ – તો આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઇએ. ત્યારે વૃદ્ધ વ્યક્તિ બોલ્યો, જો ત્રણ લોકોના કારણે એકનો જીવ બચી રહ્યો છે તો આપણે સાથે જ રહેવું જોઇએ. શું ખબર તેનાથી તેનો જીવ બચી જાય જેના ઉપર વીજળી પડવાની છે. આપણે અહીં આ વૃક્ષ નીચે જ ઉભા રહેવું જોઇએ. ત્યારે જ ફરી વીજળી વૃક્ષ સુધી આવી અને વૃક્ષની એક ડાળ બળીને નીચે પડી ગઇ.

પહેલો યુવક ફરી બોલ્યો, જુઓ એવું પણ બની શકે કે આપણે ચારેય સાથે રહીએ અને થોડી વાર પછી વીજળી આ વૃક્ષ ઉપર જ પડે અને તેને પછાડી દે અને ત્રણ લોકો કમોત મરી જાય. આપણે અલગ જ થઈ જવું જોઇએ. વૃદ્ધ વ્યક્તિએ ફરી વિરોધ કર્યો પરંતુ તેની વાત કોઈએ સાંભળી નહીં. ચારેય લોકોએ નક્કી કર્યુ કે એક-એક કરીને દરેક વ્યક્તિ સામેવાળા વૃક્ષની નીચે જઈને ઊભું રહેશે, જેના ઉપર વીજળી પડવાની હશે તેના ઉપર પડી જશે. ચારેય લોકો ડરતા-ડરતા તેના માટે રાજી થયા.

એક-એક કરીને ત્રણેય યુવક સામેના વૃક્ષની નીચે ઉભા રહી ગયા પરંતુ વીજળી દરેક વખતે નીચે પડ્યાં વિના પાછી જતી રહી. ત્રણેય યુવકોએ વૃદ્ધ વ્યક્તિ તરફ જોયું. તે ડરના કારણે ધ્રૂજી રહ્યો હતો. બધાએ તેને કહ્યુ – જુઓ બાબા મોત તમારું આવ્યું હતું. અમે કમોત તમારી સાથે મૃત્યુ પામત. હવે તમારો વારો છે, તમે જાઓ સામેવાળા વૃક્ષ નીચે. વૃદ્ધ વ્યક્તિ ગભરાતા-ગભરાતા બધાથી વિદાઇ લઈને સામેવાળા વૃક્ષની નીચે જઈને ઊભો રહી ગયો અને વીજળી પડવાની રાહ જોવા લાગ્યો. ત્યારે જોરદાર વીજળી થઈ અને તે વૃક્ષ પર પડી, જેની નીચે ત્રણેય યુવકો ઉભા હતા. વૃક્ષ બળી ગયું અને ત્રણેય યુવકનાં પણ મોત થઇ ગયા. વૃદ્ધ આ બધુ જોતો રહી ગયો.

બોધપાઠ

કાયમ એક સાથે રહેવાથી મોટામાં મોટી મુશ્કેલીને ટાળી શકાય છે. જો સાથે રહેવાથી કોઇ મુશ્કેલીથી બચી શકાતું હોય તો ધરાર જુદા પડીને મુશ્કેલીઓને આમંત્રણ આપવું સમજદારી નથી.

આ પણ વાંચજો – સ્વામી રામતીર્થ ભીક્ષા માંગવા માટે માત્ર 5 ઘરે જ જતા હતા, અને એ ઘરેથી કંઈક તો લઈને જ આવતા, એક મહિલાએ ગુસ્સામાં ઘર લીપવાવાળું ગંદું કપડું આપી દીધું અને બોલી આ લઈ જાઓ, આજે આ જ છે તમારા માટે. જાણો પછી શું થયું.

Leave a Reply

error: Content is protected !!