આજુબાજુમાં રહેતા હતા બે પરિવારોમાં એક ઘરમાં પતિ-પત્ની કાયમ ઝઘડતા રહેતા હતા જ્યારે બીજા ઘરમાં કાયમ પ્રેમથી રહેતા હતા, ત્યારે પત્નીએ તેના પતિને કહ્યુ કે પાડોસમાં જઇને જુઓ તેમની વચ્ચે આટલો પ્રેમ કેમ છે? જાણો પછી શું થયું

એક ગામમાં બે પરિવાર આજુબાજુમાં રહેતા હતા. એક ઘરમાં પતિ-પત્ની કાયમ ઝઘડતા રહેતા હતા. તેમના ઘરેથી કાયમ વાદ-વિવાદનો અવાજ આવતો રહેતો હતો. જ્યારે બીજા ઘરમાં પતિ-પત્ની વચ્ચે અતૂટ પ્રેમ હતો, તેના કારણે ક્યારેય પણ તેમના ઘરેથી કોઈ બૂમો પાડવાનો અવાજ નહોતો આવતો.

એક દિવસ ઝઘડાવાળા ઘરમાં મહિલાએ પોતાના પતિને કહ્યુ કે આપણાં ઘરમાં કાયમ અશાંતિ રહે છે પરંતુ આપણાં પાડોસી તો એકદમ શાંત છે. શું તેમના ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો નહીં થતો હોય? તું જઈને જો તેમના ઘરમાં કેટલો પ્રેમ છે?

તેના પતિએ પાડોસીના ઘરમાં નજર રાખવાની શરૂઆત કરી દીધી. તે ચોરી-ચોરી તેમના ઘરમાં નજર રાખી રહ્યો હતો. તેણે જોયું કે મહિલા એક રૂમમાં પોતું કરી રહી છે ત્યારે મહિલાને કોઈ કામ યાદ આવ્યું અને તે ત્યાં જ પાણીની બાલ્ટી મૂકીને જતી રહી.

થોડી વાર પછી તેનો પતિ તે રૂમમાં આવ્યો અને અજાણતા પાણીની બાલ્ટીને ઠોકર મારી દીધી, જેનાથી આખા રૂમમાં પાણી ફેલાઇ ગયું. તરત જ મહિલા પણ રૂમમાં આવી ગઈ અને આવતા જ પતિની માફી માંગવા લાગી. તેણે પતિને કહ્યુ મને માફ કરી દો, મારી જ ભૂલ છે, મેં પાણીની બાલ્ટી અહીં જ મૂકી દીધી હતી.

પતિ-પત્ની એકબીજાની ભૂલો શોધતા રહેશે તો ક્યારેય સુખી નથી રહી શકે, કાયમ ઝઘડો થશે

તેના પતિએ કહ્યુ કે ના ના, મારી ભૂલ છે. હું જ જોયા વગર ચાલતો હતો. તેના કારણે જ બાલ્ટીનું પાણી રૂમમાં ફેલાઇ ગયું, હવે તારું કામ વધી ગયું છે. બંને પોતાની ભૂલની માફી માંગી રહ્યા હતા.

આ બધુ પાડોસી સંતાઇને જોઇ રહ્યો હતો. તેને સમજ આવી ગયું કે આમના વચ્ચે પ્રેમ કેમ છે અને તેમના ઘરમાં વાદ-વિવાદ કેમ થાય છે.

તે પોતાના ઘરે આવ્યો તો તેની પત્નીએ પૂછ્યુ કે કંઈ ખબર પડી, તેમના ઘરમાં આટલો પ્રેમ કેમ છે?

તેના પતિએ જવાબ આપ્યો કે હા, મને સમજ આવી ગયું છે. તે લોકો એકબીજાની ભૂલો નથી શોધતા. ભૂલો માટે તરત માફી પણ માંગી લે છે. જ્યારે આપણે પોતાની ભૂલો માટે પણ એકબીજાને જ જવાબદાર માનીએ છીએ. તેના કારણે આપણી વચ્ચે ઝઘડો થાય છે.

કથાનો બોધપાઠ

આ કથાથી શીખ મળે છે કે પતિ-પત્નીએ ક્યારેય પણ પોતાની ભૂલ માટે જીવનસાથીને દોષી ન ગણાવવો જોઈએ. જો પતિ-પત્ની પોતાની ભૂલ કબૂલ ન કરે તો વાદ-વિવાદ થશે જ. તેનાથી બચવા માટે ભૂલ થવા પર જવાબદાર વ્યક્તિને તરત કબૂલ કરી લેવી જોઈએ. પતિ-પત્નીને એકબીજાની ભૂલોને માફ કરીને આગળ વધવું જોઈએ. કોઈ ભૂલને વારંવાર રિપીટ અથવા યાદ ન અપાવવું જોઈએ.

આ પણ વાંચજો .

એક ગરીબ મહિલાએ દીકરાને ભણાવીને અધિકારી બનાવ્યો, એક દિવસ દીકરાએ માં ને કહ્યુ કે – હું તમારું કરજ ચૂકવવા ઈચ્છું છું, ત્યારે માતાએ દીકરાને એક નાનકડું કામ કરવા કહ્યુ, તેના પછી શું થયું?

Leave a Reply

error: Content is protected !!