ગીધનું ટોળું ભોજનની શોધમાં એક ટાપુ પર ગયું અને અહીંયા તેમને ઘણું બધું મળ્યું પરંતુ એક વૃદ્ધ ગીધ નારાજ થઈ જતો રહ્યો, થોડાં દિવસ પછી પરત આવ્યો તો રહી ગયો દંગ. જાણો શું થયું હતું.

એક લોક કથા મુજબ પ્રાચીન સમયમાં ગીધનું ટોળું ભોજનની શોધમાં ભટકી રહ્યું હતું. ઘણા પ્રયાસ પછી ઊડતા-ઊડતા તે એક ટાપુપર પહોંચી ગયું. ટાપુપર પહોંચીને તેમને એવું લાગ્યું જાણે તે બધાને કોઈ સ્વર્ગમાં પહોંચી ગયા છે. ટાપુપર હરિયાળી હતી, ભોજન માટે દેડકા, માછલીઓ અને અન્ય દરિયાઇ જીવ મળી ગયાં. ત્યાં કોઈ એવો જાનવર પણ ન હતો જે ગીધનો શિકાર કરી શકે. તેના કારણે ગીધના ટોળાને કોઈ ભય ન હતો.

એક ગીધે કહ્યુ કે હવે તે આ જગ્યા છોડીને ક્યાંય નહીં જાય. અહીં તો બેઠાં-બેઠાં જ ભોજન મળી જશે. બાકી બધા ગીધ પણ તેની વાતથી સહેમત થઈ ગયા. સમૂહના બધા ગીધ ખુશ હતા પરંતુ એક વૃદ્ધ ગીધ આ વાત સાંભળીને જરાય પણ ખુશ ન હતો.

એક દિવસ વૃદ્ધ ગીધે બધાને કહ્યુ કે ભાઈઓ, આપણે ઊંચી ઊડાન અને અચૂક વાર કરવાના કારણે જ જાણીતા છીએ. આ જ આપણી શક્તિ છે. આપણે બધા જ્યારથી અહીં આવ્યા છીએ આપણે આળસું થઈ ગયા છીએ. હવે આપણે વધુ ઊંચા ઊડી નથી શકતા, આપણે શિકાર કરવાનું પણ ભૂલી રહ્યા છીએ. આ જગ્યાએ રહેવું યોગ્ય નથી.

વૃદ્ધ ગીધે કહ્યુ કે હું હવે આ ટાપુ છોડવા ઈચ્છું છું. જે મારી સાથે ચાલવા ઈચ્છે છે તે ચાલે. વૃદ્ધ ગીધની વાત સાંભળીને બધા ગીધ તેની મજાક ઉડાવવા લાગ્યા અને તેને મૂરખ કહેવા લાગ્યા. નિરાશ થઈને વૃદ્ધ ગીધ એકલો જ ત્યાંથી કોઈ બીજા જંગલમાં જતો રહ્યો.

થોડાં મહિના પછી વૃદ્ધ ગીધે વિચાર્યુ કે તેણે પોતાના સમૂહનો હાલચાલ જાણવા માટે તે ટાપુપર જવું જોઈએ. લાંબી ઊડાન પછી તે ટાપુપર પહોંચી ગયો.

ટાપુપર પહોંચીને તેણે જોયું કે ઘણા બધા ગીધ મરી ગયા હતા. કેટલાક ખરાબ રીતે ઇજાગ્રસ્ત છે. વૃદ્ધ ગીધે ઇજાગ્રસ્ત ગીધને પૂછ્યુ કે આ બધુ કેવી રીતે થુયં?

ઇજાગ્રસ્ત ગીધે કહ્યુ કે તમારા ગયા પછી અહીં એક જહાજ આવ્યું હતું, જે અહીં દીપડાનું ટોળું મૂકીને જતું રહ્યુ. શરૂ-શરૂમાં તો દીપડાએ અમને કોઈ નુકસાન ન પહોંચાડ્યુ. અહીંના અન્ય જીવ-જંતુઓનો શિકાર કરીને તે પોતાનું પેટ ભરી રહ્યા હતા.

થોડાં દિવસ પછી જ્યારે તેને એ ખબર પડી કે અમે વધુ ઉપર નથી ઊડી શકતા તો તેણે અમારા ઉપર હુમલો કરી દીધો. આ કારણે ઘણા ગીધ દીપડાના શિકાર બની ગયા.

આ બધુ સાંભળીને વૃદ્ધ ગીધને ઘણો અફસોસ થયો પરંતુ તે તેમના માટે કંઈ કરી શકતો ન હતો અટલે તે ઊડીને ફરીથી પોતાના જંગલમાં આવી ગયો.

બોધપાઠ

આ કથાનો શીખ એ છે કે જો આપણે આપણી શક્તિઓનો ઉપયોગ નહીં કરીએ તો ધીમે-ધીમે તે શક્તિઓને ગુમાવી દઇએ છીએ. એટલે પોતાની શક્તિઓનો ઉપયોગ કરતા રહેવું જોઈએ. ક્યારેય પણ આળસ ન કરો અને કાયમ મહેનત કરતા રહેવી જોઈએ. આવું કરવાથી આપણી ક્ષમતા વધતી રહેશે.

આ પણ વાંચજો – સવાર-સવારમાં પતિ-પત્નીમાં થયો હતો ઝઘડો, પત્નીએ ગુસ્સામાં કહ્યું કે હવે હું તમારી સાથે નથી રહી શકતી, પતિએ પણ જવાબ આપતા કહ્યું કે સાંજે ઘરે આવું તો દેખાતી નહીં, તારો સામાન લે અને નીકળી જા ઘરેથી, તેના પછી સાંજે શું થયું?

One Response

  1. Sunil Gadhavi March 9, 2020

Leave a Reply

error: Content is protected !!