એક વેપારી દરિયાના માર્ગે કરતો હતો વેપાર, એક દિવસ દરિયામાં તોફાન આવ્યું, જે લોકોને તરતા આવડતુ હતુ, તે તો કૂદી ગયા, પણ વેપારીને તરતા તો આવડતુ નહોતુ તો તે ડબ્બા બાંધીને દરિયામાં કૂદી ગયો, જાણો પછી શું થયુ?

એક વેપારી દરિયાના માર્ગે બીજા દેશોમાં વેપાર કરવા જતો હતો. પરંતુ તેને સ્વિમિંગ નહોતુ આવડતુ. તેના કેટલાક સાથીઓએ તેને સમજાવ્યુ કે – તું દરિયાની યાત્રા કરે છે, જો રસ્તામાં કોઈ તોફાન આવી જાય તો જીવ બચાવવા માટે તને સ્વિમિંગ તો આવડવું જોઈએ.

તેને પણ આ વાત સાચી લાગી, પરંતુ તેની પાસે સ્વિમિંગ શીખવા માટે સમય ન હતો. ત્યારે તેના સાથીઓએ તેને બીજો ઉપાય જણાવ્યો અને કહ્યું કે – તું જ્યારે યાત્રા પર જાય તો તારા જહાજમાં થોડા ખાલી ડબ્બા રાખજે. જો ક્યારેય તોફાન આવે અને જહાજ ડૂબવા લાગે તો તું તે ખાલી ડબ્બાને શરીર પર બાંધીને કૂદી જજે. તેનાથી તારો જીવ બચી જશે.

આ ઉપાય વેપારીને વધુ સરળ લાગ્યો. જ્યારે તે દરિયાની યાત્રા પર નીકળ્યો તો તેણે પોતાની સાથે જહાજમાં ખાલી ડબ્બા રાખી લીધા. જ્યારે તે પોતાનો સામાન બીજા દેશોમાં વેંચીને પાછો આવી રહ્યો હતો ત્યારે મધદરિયે અચાનક તોફાન આવી ગયું. જે લોકોને સ્વિમિંગ આવડતુ હતુ, તે તો કૂદી ગયા, પરંતુ વેપારી ફંસાઇ ગયો.

ત્યારે તેને પોતાના મિત્રોની વાત યાદ આવી. જ્યારે તે ખાલી ડબ્બા પોતાના શરીર પર બાંધી રહ્યો હતો, ત્યારે તેને યાદ આવ્યુ કે સામાન વેંચીને જે રૂપિયા મેં ભેગા કર્યા છે, તે પણ આ તોફાનમાં વહી જશે. ત્યારે તેણે એક ડબ્બામાં પોતાના રૂપિયા રાખ્યા અને તેને બાંધીને દરિયામાં કૂદી ગયો. રૂપિયાના વજનના કારણે તે વેપારીએ પોતાનો જીવ ગુમાવી દીધો.

બોધપાઠ

જીવનમાં ઘણી વખત એવી સ્થિતિ આવે છે, જ્યારે આપણને સમજમાં નથી આવતુ કે આપણાં માટે શું મહત્વપૂર્ણ છે. આપણે રૂપિયા કમાવવાની લાલચમાં એ પણ નથી જોઇ શકતા કે શું ગુમાવી રહ્યા છીએ. મિત્ર, સગા-સંબંધી અને ત્યાં સુધી કે પરિવાર માટે પણ આપણી પાસે સમય નથી હોતો. જ્યાં સુધી આપણને કંઈ સમજમાં આવે છે સમય વીતી ગયો હોય છે. એટલે આજે જ નક્કી કરો કે તમારા માટે શું મહત્વપૂર્ણ છે રૂપિયા કે જીવન.

આ પણ વાંચજો – એક રાજા પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતો હતો, જેથી તેણે રાજકુમારીને બહારની દુનિયા નહોતી દેખાડી, એક દિવસ દીકરીએ પિતાને કહ્યું – મારે શહેર જોવું છે, રાજાએ વિચાર્યુ – તેના કોમળ પગ માટે આખા શહેરમાં ચામડાની ચાદર પાથરી દઇએ.

Leave a Reply

error: Content is protected !!