બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત દરેક પરિસ્થિતિમાં સુખી રહેતાં હતાં, જ્યારે બીજા સંત હંમેશાં દુઃખી રહેતાં હતાં. જાણો કેમ?

એક લોકકથા પ્રમાણે પ્રાચીન સમયમાં બે સંત એક જ આશ્રમમાં હંમેશાં સાથે રહેતાં હતાં. એકનું નામ સુખી અને બીજાનું નામ દુઃખી હતું. સુખી સંત દરેક પરિસ્થિતિમાં સુખી રહેતાં હતાં, જ્યારે બીજા સંત હંમેશાં દુઃખી રહેતાં હતાં, આ કારણે તેમનું નામ દુઃખી રાખવામાં આવ્યું હતું.

ગામના લોકો પોતાની પરેશાનીઓ લઈને આ સંતોના આશ્રમમાં આવતાં હતાં. બંને સંત પોત-પોતાની રીતે પરેશાન લોકોની સમસ્યાનું નિરાકરણ કરતાં હતાં. દુઃખી સંત પણ લોકોની ઘણી પરેશાનીઓ સારી રીતે દૂર કરતાં હતાં, જેમાં લોકોની ચિંતાઓ દૂર થઈ જતી હતી. બંને સંતોની જીવનશૈલી પણ સરખી જ હતીં, પરંતુ વિચારો એકદમ અલગ હતાં.

દુઃખી સંત પોતાના દુઃખોનું કારણ સમજી ન શકતાં હતાં. એક દિવસ તેઓ પોતાના ગુરુ પાસે ગયા અને તેમને પૂછ્યું કે લોકોએ મારા ચહેરાના હાવ-ભાવને જોઈને મારું નામ દુઃખી રાખી દીધું છે. હું પણ સંત સુખીની જેમ જ રોજ પૂજા-પાઠ કરું છું, દરેક કામ ઈમાનદારીથી કરું છું, તેમ છતાં પણ મારા જીવનમાં દુઃખ જ દુઃખ શા માટે છે?

ગુરુએ દુઃખી સંતને કહ્યું કે તમે બંને એક સરખા જ કામ કરો છો, પરંતુ બંનેના સુખ-દુઃખના ભાવ અલગ-અલગ છે. સુખી સંતનું મન હંમેશાં શાંત રહે છે, તેઓ સંતોષી છે. તેમને પોતાના પર ભરોસો છે. તે મોટામાં મોટી પરેશાનીઓને આસાનીથી દૂર કરી શકે છે. એટલા માટે તેઓ હંમેશાં સુખી રહે છે. જ્યારે તમે દરેક સ્થિતિમાં અશાંત રહો છો, પરિણામને લઈને ક્યારેય પણ સંતુષ્ટ નથી હોતાં. તમને પોતાના પર ભરોસો નથી હતો, તેને લીધે તમે દુઃખી રહો છો.

બોધપાઠ

આ કથાની શીખ એ છે કે મનની શાંતિ અને આત્મવિશ્વાસ જ વ્યક્તિને મોટી-મોટી પરેશાનીઓમાંથી બહાર કાઢી શકે છે. જે લોકોનો આત્મવિશ્વાસ નબળો હોય છે, તે હંમેશાં દુઃખી રહે છે. એટલા માટે આપણે પોતાની પર ભરોસો કરવો જોઈએ અને મન શાંત રાખીને કામ કરવું જોઈએ. ત્યારે સફળતા મળે છે અને સુખી રહી શકે છે.

આ પણ વાંચજો – એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું હમણાં જ ભરી દઉં છું. પણ પછી જે થયું એ આશ્ચર્ય પમાડે તેવું છે જાણો.

Leave a Reply

error: Content is protected !!