સંત તુકારામે પોતાના એક ક્રોધી શિષ્યને કહ્યું કે 7 દિવસમાં તારું મૃત્યુ થઈ જશે, આ સાંભળીને તે શિષ્ય ખૂબ ઉદાસ થઈને ત્યાંથી જતો , જાણો પછી 7 દિવસ સુધી તે શિષ્યે શું કર્યુ?

એક વખત સંત તુકારામ પોતાના આશ્રમમાં બેઠા હતા. ત્યારે તેનો એક શિષ્ય, જે સ્વભાવથી થોડો ગુસ્સાવાળો હતો. તેમની પાસે આવ્યો અને બોલ્યો – ગુરુજી, તમે કેવી રીતે તમારો વ્યવહાર આટલો મીઠો બનાવીને રાખો છો, ન તો તમે કોઈના ઉપર ગુસ્સે થાવ છો અને ન તો કોઈ તમને કંઈ ખરાબ કહે છે? તેનું રહસ્ય શું છે?

સંત બોલ્યા – મને મારા રહસ્ય વિશે તો નથી ખબર, પણ હુ તારું રહસ્ય જાણુ છુ. શિષ્યે આશ્ચર્યથી પૂછ્યુ – મારો કયું રહસ્ય ગુરુજી? સંત તુકારામ દુખી થતા બોલ્યા – 7 દિવસ પછી તારી મૃત્યુ થઈ જશે. ગુરુના મુખથી આવું સાંભળીને તે શિષ્ય ખૂબ ઉદાસ થઈને ત્યાંથી જતો રહ્યો.

તેના પછી શિષ્યનો સ્વભાવ એકદમ બદલાઇ ગયો. તે બધાને પ્રેમથી મળતો અને કોઈના ઉપર ક્રોધ ન કરતો, પોતાનો મોટાભાગનો સમય ધ્યાન અને પૂજામાં લગાવતો. તે એવા લોકો પાસે પણ ગયો જેમની સાથે તેણે ક્યારેક ખરાબ વ્યવહાર કર્યો હતો અને માફી પણ માંગી.

7 દિવસ પછી જ્યારે તે શિષ્ય સંત તુકારામને મળવા ગયો તો સંતે પૂછ્યુ – તારા છેલ્લા 7 દિવસ કેવી પસાર થાય? શું તુ પહેલાની જેમ જ લોકોથી નારાજ થયો, તેમને અપશબ્દો કહ્યા? કોઈ ઉપર ગુસ્સો કર્યો.

શિષ્યે કહ્યું – જરાય નહીં. મારી પાસે જીવવા માટે માત્ર 7 દિવસ જ હતા, હુ તેને વ્યર્થની વાતોમાં કેવી રીતે ગુમાવી શકતો હતો? હુ તો બધાને પ્રેમથી મળતો અને જે લોકોનું મે ક્યારેક દિલ દુખાવ્યુ હતુ, તેમની માફી પણ માગી.

સંત તુકારામ હંસ્યા અને બોલ્યા – બસ, આ જ મારા સારા વ્યવહારનું રહસ્ય છે. હુ જાણુ છુ કે હુ ક્યારેય પણ મરી શકુ છુ, એટલે હુ બધા સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરુ છુ. આ જ મારા સારા વ્યવહારનું રહસ્ય છે. શિષ્ય સમજી ગયો કે ગુરુજીએ તેને જીવનનો આ પાઠ શીખવવા માટે જ મૃત્યુનો ભય બતાવ્યો હતો.

બોધપાઠ

ઘણા લોકો એવા હોય છે, જે કોઈ ન કોઈ વ્યસનના શિકાર હોય છે. તે વિચારે છે કે આ દિવસથી આપણે વ્યસન છોડી દેશઉ, પરંતુ તેઓ આવું કરી નથી શકતા. આવું કરતા-કરતા તેમનું જીવન જ વીતી જાય છે. જો આપણે ખુદમાં પરિવર્તન ઇચ્છીએ છીએ તો તેની શરૂઆત આજથી જ કરવી પડશે કારણ કે ભગવાને દિવસ તો 7 બનાવ્યા છે, આઠમો તો કોઈ દિવસ છે જ નહીં.

આ પણ વાંચજો – એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા, તેમનો એક શિષ્ય ખૂબ આળસુ હતો, એક વખત ગુરુજીએ તેને 2 દિવસ માટે લોખંડમાંથી સોનુ બનાવવાવાળો પત્થર આપ્યો, જાણો પછી શિષ્યએ તે પત્થરનું શું કર્યુ?

Leave a Reply

error: Content is protected !!