સ્વામી રામતીર્થ ભીક્ષા માંગવા માટે માત્ર 5 ઘરે જ જતા હતા, અને એ ઘરેથી કંઈક તો લઈને જ આવતા, એક મહિલાએ ગુસ્સામાં ઘર લીપવાવાળું ગંદું કપડું આપી દીધું અને બોલી આ લઈ જાઓ, આજે આ જ છે તમારા માટે. જાણો પછી શું થયું.

પ્રાચીન સમયમાં એક સ્વામીજી હતા, જેમનુ નામ હતુ રામતીર્થ. તે રોજ સવારે વહેલા ઊઠતા અને પૂજા-પાઠ પછી ભિક્ષા માંગવા માટે 5 ઘરે જતા હતા. તેમનો નિયમ હતો કે કોઈ પણ ઘરેથી ખાલી હાથ નહોતા પાછા આવતા. કંઈક તો સાથે લઈને જ જતા હતા.

એક દિવસે સવારે રામતીર્થ ભીક્ષા માંગવા માટે એક એવી મહિલાના ઘરે પહોંચ્યા જે કાયમ ગુસ્સામાં રહેતી હતી. સ્વામીજીએ અવાજ લગાવ્યો કે માતા ભિક્ષા આપો. આ સાંભળીને મહિલાને વધુ ગુસ્સો આવ્યો. તેણે સ્વામીજીને કહ્યું કે તમને લોકોને ભીખ માંગવા સિવાય કોઈ અન્ય કામ નથી આવડતું શું?

સ્વામીજીએ હંસતા કહ્યું કે માતા હું કોઈ પણ ઘરેથી ખાલી હાથ નથી જતો. તમારી પાસેથી પણ કંઈ ન કંઈ તો લઈને જ જઇશ.

તે સમયે તે મહિલા ગોબરથી ઘર લીપી રહી હતી. આ કામ માટે જે કપડાંનો ઉપયોગ કરી રહી હતી, તે ગંદું કપડું તેણે સ્વામીજીને આપી દીધુ અને કહ્યું આ લઈ જાઓ, આજે તમારા માટે આ જ છે મારી પાસે.

સ્વામીજીએ આશીર્વાદ આપ્યો અને ત્યાંથી ગંદું કપડું લઈને નદી કિનારે ગયા. તેમણે નદીમાં ગંદા કપડાંને સાફ કર્યો. તેના પછી તે કપડાંથી દીવા માટે વાટ બનાવી લીધી. બીજી તરફ જ્યારે મહિલાનો ગુસ્સો શાંત થયો તો તેને પોતાના કરેલા કામ માટે પસ્તાવો થવા લાગ્યો. તે તરત જ સ્વામીજી પાસે પહોંચી અને પોતાના કરેલા કર્મોની માફી માગી.

સ્વામીજીએ મહિલાને કહ્યું કે માતા તમે માફી ન માંગો. તમે યોગ્ય ભીક્ષા આપી છે. ભોજન તો તરત ખતમ થઈ જાય છે, પરંતુ તમારી ભીક્ષાથી જ મંદિરના બધા દીવા પ્રગટી રહ્યા છે.

બોધપાઠ

આ કથાથી શીખવા મળે છે કે આપણે ક્રોધિત લોકો સામે પણ શાંત રહેવું જોઈએ. જ્યારે ક્રોધ શાંત થાય છે તો બધુ ઠીક થઈ જાય છે. આ સિવાય કોઈ પણ વસ્તુ વ્યર્થ નથી હોતી. હકારાત્મક વિચારીની સાથે ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચજો – એક હીરાનો વેપારી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો, એક ચોર તેના હીરા ચોરી કરવા ઈચ્છતો હતો, વેપારીએ હીરા એવી જગ્યાએ રાખ્યા જ્યાં કોઈ વિચારી પણ નથી શકતુ. જાણો ક્યાં રાખ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!