મહેનતી યુવકને સફળતા ન મળી તો તેણે આપાઘાત કરવાનું વિચાર્યુ, જંગલમાં તેને એક મહાત્મા મળ્યા, તેમણે યુવકને જણાવી થોર અને વાંસના વૃક્ષની ખાસ વાત, જેને સાંભળીને યુવકે આપઘાતનો વિચાર માંડી વાળ્યો

કોઈ ગામમાં એક ઇમાનદાર અને મહેનતી યુવક રહેતો હતો. અનેક વર્ષો સુધી અથાક મહેનત કર્યા પછી પણ તે કોઈ ક્ષેત્રમાં સફળ નહોતો થઈ શકતો. છેલ્લે નિરાશ થઈને તેણે આપઘાત કરવાનો નિર્ણય લીધો. તે જંગલમાં ગયો અને આપઘાત કરવાનો જ હતો કે એક સંતે તેને જોઇ લીધો. જ્યારે સંતે તેનાથી આપઘાતનું કારણ પૂછ્યુ તો તેણે પોતાની બધી વાત સાચી જણાવી દીધી.

સંતે તે યુવકને કહ્યુ તને નોકરી પણ મળી જશે અને તું સફળ પણ થઈ જઇશ. નિરાશ નહીં થતો, થોડાં દિવસ હજુ પ્રયાસ કરો. વારંવાર સમજાવવા પર પણ જ્યારે યુવક ન સમજ્યો તો સંતે તેને એક કહાણી સંભળાવી.

કહાણી એ હતી કે – એક વખત એક બાળકે બે છોડ લગાવ્યા, એક વાંસનો અને એક થોરનો. થોરવાળા છોડમાં થોડાં જ દિવસોમાં પાન નીકળી આવ્યા. એક વર્ષમાં આ છોડ ખૂબ મોટો થઈ ગયો પરંતુ વાસંના છોડમાં કોઈ પરિવર્તન ન થયો. બીજા વર્ષે પણ વાંસના છોડમાં કંઈ ન થયું પરંતુ થોરનો છોડ હજી વધી ગયો.

બાળકમાં તેમ છતા કોઈ નિરાશા ન દેખાઈ. ત્રીજા વર્ષે અને ચોથા વર્ષે પણ વાસંનો છોડ એવો જ રહ્યો પરંતુ થોરનો છોડ હજુ મોટો થઈ ગયો. બાળક તેમ છતાં પણ નિરાશ ન થયો. થોડા દિવસ પછી વાંસના છોડમાં અંકુર ફૂટ્યુ અને જોત-જોતામાં થોડાં જ દિવસોમાં વાંસનો છોડ ખૂબ ઊંચો થઈ ગયો. વાંસનો છોડને પોતાની જડોને મજબૂત કરવામાં 5 વર્ષ લાગી ગયા.

સંતે યુવકને કહ્યુ કે – આ તમારો તમારી જડો મજબૂત કરવાનો સમય છે. તમે આ સમયને વ્યર્થ ન સમજો અને નિરાશ ન થાઓ. જેમ તમારી જડો મજબૂત થઈ જશે, તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. આત્મવિશ્વાસ ન ગુમાવો. સમય આવવા પર તમે વાંસના છોડની જેમ ખૂબ ઊંચા થઈ જશો. વાત યુવકની સમજમાં આવી ગઈ અને તે ફરી સંઘર્ષના માર્ગે ચાલ્યો ગયો.

બોધપાઠ

સંઘર્ષથી ગભરાઓ નહીં. મહેનત કરતા રહો અને પોતાની જડોને એટલી મજબૂત બનાવી લો કે મોટામાં મોટી સમસ્યા, મુશ્કેલમાં મુશ્કેલ સ્થિતિ તમારા ઇરાદાને નબળા ન કરી શકે અને તમને આગળ વધતા રોકી ન શકે.

આ પણ વાંચજો – 50 ફુગ્ગાઓ પર જુદા-જુદા લોકોના નામ લખીને રૂમમાં રાખવામાં આવ્યા, બધાએ પોતાના નામના ફુગ્ગા શોધવાના હતા, અનેક પ્રયાસ પછી પણ તેઓ આવું ન કરી શક્યા, તેના પછી જે થયું તેનાથી આપણને પણ શીખ મળે છે

Leave a Reply

error: Content is protected !!