એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં નદીના કિનારે એક વૃક્ષ પર ચકલી માળામાં રહેતી હતી. તે વૃક્ષની નીચે એક સાપ પણ રહેતો હતો. ચકલી જ્યારે પણ ઇંડા આપતી હતી સાપ તે ઇંડા ખાઇ જતો હતો.
સાપ આવું વારંવાર કરી રહ્યો હતો પરંતુ ચકલી ખૂબ જ નાની હતી અને તેના કારણે તે મોટા સાપનો સામનો નહોતી કરી શકતી. તેણે એક ચાલાક કાગડાને આખી વાત જણાવી. કાગડાએ કહ્યુ સારું આપણે આ સાપ માટે કોઈ ઉપાય જરૂર કરીશું.
આ નદીમાં રાજકુમારી સ્નાન કરવા આવે છે, હવે જ્યારે પણ રાજકુમારી અહીં આવે તો મને બોલાવી લેજે. ચકલીએ કાગડાની વાત માની લીધી.
બીજા દિવસે જ્યારે રાજકુમારી તે નદીમાં સ્નાન કરવા પહોંચી તો ચકલી તરત જ કાગડાને બોલાવી આવી. રાજકુમારીએ સ્નાન પહેલા પોતાનો સોનાનો હાર ઉતારીને નદીના કિનારે રાખી દીધો. કાગડાએ તરત જ હાર ઉપાડી લીધો અને ઉડીને સાપના દરમાં પાસે પહોંચી ગયો. તેની પાછળ-પાછળ રાજકુમારીના સૈનિક આવી રહ્યા હતા.
કાગડાએ તે હાર સાપના દરમાં નાખી દીધો અને ત્યાંથી ઊડી ગયો. રાજકુમારીના સૈનિકોએ આ જોઇ લીધું. જેમ હાર દરમાં ગયો તો સાપ બહાર આવી ગયો. સાપને જોઇને સૈનિકોએ તેને મારી નાખ્યો અને દરમાંથી હાર કાઢીને લઈ આવ્યા. તેના પછી ચકલીની પરેશાની દૂર થઈ ગઈ.
બોધપાઠ
આ કથાની શીખ એ છે જો શત્રુ મોટો છે, તાકતવર છે તો આપણે બુદ્ધિમાનીથી કામ લેવું જોઈએ. આ કથામાં ચકલી અને કાગડો બંને મળીને સાપનો સામનો નહોતા કરી શકતા. એવામાં કાગડાએ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને સાપને મરાવી નાખ્યો. બુદ્ધિના ઉપયોગથી આપણે મોટામાં મોટી પરેશાનીઓનો અંત કરી શકીએ છીએ.