જ્યારે વિભીષણ શ્રીરામને પહેલી વખત મળવા આવ્યા તો કોઈએ તેમને રાવણનો દૂત સમજ્યો તો કોઈએ ગુપ્તચર, ત્યારે શ્રીરામે શું કર્યુ? જાણો

સફળતા માટે માત્ર શક્તિશાળી હોવું જ પૂરતું નથી હોતુ. સફળતા માટે ધીરજ, ધર્મ, વિશ્વાસ અને શક્તિનો તાલમેળ હોવો જરૂરી છે. જો તેનો તાલમેળ ન હોય તો પછી સફળતા મળવી મુશ્કેલ હોય છે. જરૂરી છે કે તમે શક્તિની સાથે ધર્મ પર વિશ્વાસ રાખો, ધીરજથી કામ લો અને પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવામાં સક્ષમ હોલ તો સફળતા સરળતાથી તમારી પાસે ચાલી આવશે.

વિભીષણ રાક્ષસ હતો, તો પણ શ્રીરામે તેના ઉપર વિશ્વાસ કર્યો

– જ્યારે શ્રીરામ, રાવણ સાથે યુદ્ધ માટે સમુદ્ર કિનારે આવી ગયા અને આ વાત જ્યારે વિભીષણને ખબર પડી તો તે રાવણનો સાથ છોડીને શ્રીરામની શરણમાં આવી ગયા.

– વિભીષણને શ્રીરામની શરણમાં આવતા જોઇ કોઈએ તેને રાવણનો દૂત સમજ્યો તો કોઈએ ગુપ્તચર. આ વાત જઈને વાનરોએ શ્રીરામને જણાવી.

– શ્રીરામે સુગ્રીવને પૂછ્યુ કે શું કરવુ જોઈએ. સુગ્રીવે સલાહ આપી કે આ શત્રુનો ભાઈ છે, આપણો ભેદ જાણવા આવ્યો છે. તેના ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ.

– શ્રીરામે વિચાર કર્યો અને કહ્યુ કે હું પહેલા વિભીષણને મળીશ. તેના પછી જ કોઈ નિર્ણય લઇશ. જો તે આપણો ભેદ જાણવા પણ આવ્યો છે તો કોઈ પરેશાની નથી.

– શ્રીરામે વિભીષણ સાથે મુલાકાત કરી અને તેમને પોતાનો મિત્ર બનાવી લીધો. વિભીષણના કારણે રાવણનો વધ શક્ય બન્યો.

– શ્રીરામ પાસે શક્તિ હતી, તો પણ તેમણે ધર્મ અને ધીરજ ન છોડી. શત્રુ ઉપર પણ વિશ્વાસ દર્શાવ્યો. પોતાના બળ ઉપર પણ તેમને વિશ્વાસ હતો, જેનાથી તેમણે રાવણ ઉપર વિજય મેળવી.

આ પણ વાંચજો – મરતાં પહેલાં એક સંતે બધા જ શિષ્યોને પાસે બોલાવ્યા અને પૂછ્યું કે, મારા મોંમાં જુઓ જીભ છે કે નહીં, બધા શિષ્યોએ કહ્યું, હા, ત્યારબાદ સંતે પૂછ્યું, મારા મોંમાં દાંત છે કે નહીં, ત્યારે શિષ્યોએ શું જવાબ આપ્યો? જાણો

Leave a Reply

error: Content is protected !!