કોઈ શેઠની દુકાનમાં એક યુવક કામ કરતો હતો, શેઠે જ્યારે તેની સેલેરી વધારી તો તે ખુશ ન થયો અને જ્યારે ઓછી કરી તો દુખી ન થયો, કારણ જાણીને શેઠે તેને ગળે લગાવી લીધો, જાણો શું કારણ હતું

કોઈ શેઠની દુકાન પર એક ઇમાનદાર અને મહેનતી યુવક કામ કરતો હતો. તે રજા લીધા વિના કાયમ દુકાન પર આવતો. તેની મહેનત જોઇને શેઠ પણ ખુશ રહેતો હતો. એક દિવસ યુવક દુકાન પર ન આવ્યો. શેઠને લાગ્યુ કદાચ હું તેને ઓછા રૂપિયા આપી રહ્યો છું, એટલે યુવક કામ પર ન આવ્યો.

બીજા દિવસે જ્યારે યુવક દુકાન પર આવ્યો તો શેઠે તેના ન આવવાનું કારણ જાણ્યા વિના જ તેને કહ્યું કે આજથી હું તારા રૂપિયા વધારી રહ્યો છું. આ સાંભળીને પણ યુવકને કોઈ ખુશી ન થઈ. થોડા મહિના પછી એક દિવસ પાછો યુવક કહ્યા વિના દુકાન પર ન આવ્યો. શેઠને ખૂબ ગુસ્સો આવ્યો.

બીજા દિવસે જ્યારે યુવક દુકાન પર આવ્યો તો શેઠે કહ્યુ કે આજથી તને પહેલા જેટલા જ રૂપિયા મળશે. આ સાંભળીને પણ યુવકને કોઈ દુખ ન થયુ. તે પોતાનું કામ મહેનત અને ઇમાનદારીથી કરતો રહ્યો. મહિનાના અંતમાં જ્યારે શેઠે તેને ઓછા રૂપિયા આપ્યા તો તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો.

શેઠે વિચાર્યુ કે જ્યારે મેં તેના રૂપિયા વધાર્યા ત્યારે તે ખુશ ન થયો અને ઓછા કર્યા તો દુખી પણ ન થયો. તેનું શું કારણ છે?

શેઠે યુવકને જ તેનું કારણ પૂછ્યું તો તેણે જણાવ્યું કે – પહેલી વખત જ્યારે હું દુકાન પર નહોતો આવ્યો, તે દિવસ મારા ઘરે દીકરાનો જન્મ થયો હતો. ત્યારે તમે રૂપિયા વધાર્યા તો મેં વિચાર્યુ કે ભગવાને મારા દીકરાના ભાગના રૂપિયા મને આપ્યા છે. આ વિચારીને હું ખુશ ન થયો.

બીજી વખત જ્યારે હું દુકાન નહોતો આવ્યો, તે દિવસે મારી માતાનું અવસાન થઈ ગયું હતું. ત્યારે તમે મારા રૂપિયા ઓછા કરી નાખ્યા. ત્યારે મેં વિચાર્યુ કે મારી મા પોતાનો ભાગ સાથે લઈ ગઈ છે. આ વિચારીને મને દુખ ન થયુ. યુવકની વાત સાંભળીને શેઠે તેને ગળે લગાવી લીધો.

બોધપાઠ

જ્યારે આપણો સારો સમય આવે ત્યારે વધુ ખુશ ન થવું જોઈએ અને ખરાબ સમય આવે ત્યારે દુખી ન થવું જોઈએ. કારણ કે સુખ-દુખ તો જીવનના બે પાસા છે, દુખ જશે તો સુખ આવશે. લાઇફમાં એક જેવા રહેવું જોઈએ. ત્યારે જ મનમાં સંતુષ્ટિના ભાવ બની શકે છે.

આ પણ વાંચજો – બુદ્ધ પોતાના શિષ્યોની સાથે કોઈ ગામમાં જઈ રહ્યા હતા, તેમને રસ્તામાં ઘણા બધા ખાડા દેખાયા, એક શિષ્યે બુદ્ધને પૂછ્યુ કે આ ખાડાનું રહસ્ય શું છે? પછી બુદ્ધે જણાવ્યું રહસ્ય. વાંચો સંપૂર્ણ સ્ટોરી

Leave a Reply

error: Content is protected !!