એક શેઠે એની નાવ એક પેન્ટરને નવો રંગ લગાવવા આપી, પેન્ટરે નાવ પર રંગ લગાવી દીધો અને પોતાના ઘરે જતો રહ્યો. બીજા દિવસે શેઠ પેન્ટરના ઘરે આવ્યો અને તેને ઘણું બધું ધન આપ્યું. પેન્ટરને આશ્ચર્ય થયું, જાણો શેઠે પેન્ટરને કેમ વધુ રૂપિયા આપ્યા?

એક લોક કથા પ્રમાણે કોઈ નદીના કિનારે એક શેઠ રહેતો હતો. તેની પાસે એક નાવ પણ હતી. એક દિવસ તેણે વિચાર્યું કે તેની નાવ ખૂબ જ જૂની થઈ ગઈ છે, તેના પર પેન્ટ કરાવી લેવું જોઈએ. એમ વિચારીને શેઠે તે નાવ એક પેન્ટરને આપી દીધી અને તેની પર નવો રંગ લગાવવા કહ્યું.

સાંજ સુધીમાં પેન્ટરે નાવ પર રંગ લગાવી દીધો અને પોતાના ઘરે જતો રહ્યો. બીજા દિવસે શેઠ પેન્ટરના ઘરે આવ્યો અને તેને ઘણું બધું ધન આપ્યું. પેન્ટરને આશ્ચર્ય થયું, તેણે કહ્યું કે શેઠજી, આ તો મારા કામ કરતાં તો ખૂબ જ વધુ ધન છે. હું આટલાં બધા રૂપિયા ન લઈ શકું.

શેઠે પેન્ટરને કહ્યું કે ભાઈ મારી નાવમાં એક નાનકડું કાણું પણ હતું. જ્યારે મેં નાવ પેન્ટ કરાવવા આપી હતી ત્યારે હું તે કહેવાનું ભૂલી ગયો હતો. હું તને નાવ આપીને નગરથી બહાર ગયો હતો. જ્યારે સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે ખબર પડી કે બાળકો નાવ લઈને ફરવા નિકળી ગયા છે. આ સાંભળતા જ મારી સ્થિતિ ખરાબ થઈ ગયેલી, મને ખબર હતી કે નાવમાં એક કાણું પણ છે, બાળકો નાવ લઈ ગયા છે, તેને લીધે નાવ ડૂબી પણ શકે છે.

હું તરત જ દોડીને નદી કિનારે પહોંચ્યો ત્યારે મારાં બાળકો સકુશળ નદીની સેર કરીને પાછા ફરી રહ્યાં હતાં. હું નાવમાં કાણું શોધી રહ્યો હતો પણ તે જોવા મળ્યું ન હતું. હું સમજી ગયો કે તે પેન્ટ કરતી વખતે જ કાણું પુરી દીધું હશે. જો તે એ કાણું બંધ કર્યું ન હોત તો મારાં બાળકોના જીવ સંકટમાં ફસાઈ ગયા હોત. એટલા માટે હું તને આટલું વધુ ધન આપી રહ્યો છું.

પેન્ટરે કહ્યું કે શેઠજી, એ તો નાનકડું કામ હતું, તે પણ મારાં કામનો જ ભાગ હતો. એટલા માટે મેં એ કાણું બંધ કરી દીધું હતું, તેની માટે મેં વધુ મહેનત પણ કરી ન હતી.

બોધપાઠ

આ કથાની શીખ છે એ છે કે આપણે જ્યારે પણ કોઈ ભલાઈનું કામ કરવાની તક મળે તો પાછા ન હટવું જોઈએ. ભલાઈ પછી તે નાની હોય કેમ ન હોય, પરંતુ તક મળે ત્યારે મદદ જરૂર કરો. ક્યારેય ભલાઈના કામનું ભગવાન મોટું ફળ આપે છે. આપણું નાનક઼ડું કામ કોઈની માટે અમૂલ્ય હોઈ શકે છે.

આ પણ વાંચજો – પિતા અને પુત્ર બૂટની દુકાને ગયાં. ત્યાં બાળકે બૂટ લેવાની ના પાડી દીધી અને કહ્યું કે મારાં જૂનાં બૂટ અત્યારે સારાં છે. તમે આ પૈસાથી દાદાજી માટે નવાં ચશ્મા બનાવી દો. ત્યાર પછી તેઓ બંને કપડાંની દુકાને ગયાં. જાણો ત્યાં શું થયું

Leave a Reply

error: Content is protected !!