એક શેઠ પાસે ખુબ ધન હતું પરંતુ સુખ ન હતું, એક દિવસ તે હીરા-જવેરાત થેલીમાં ભરીને મહાત્મા પાસે ગયા, જેવું શેઠે તે ધન મહાત્માની સામે રાખ્યુ, મહાત્મા થેલી લઈને ભાગી ગયા, જાણો પછી શું થયું.

કોઈ શહેરમાં એક શેઠ રહેતા હતા. તેની પાસે ઘણા રૂપિયા હતા. તેના પરિવારમાં કોઈ ન હતુ, ન પત્ની ન બાળક. તેને લાગતુ હતુ કે તેના સંબંધીઓની દ્રષ્ટિ તેમના રૂપિયા પર છે એટલે તે તેમને પણ મળતા ન હતા.

જ્યારે તે વૃદ્ધ થઈ ગયા તો તેણે વિચાર્યુ કે મારું જીવન ધન કમાવવામાં નીકળી ગયુ પરંતુ તેના થી પણ મારા મનને સંતોષ નથી. આ વિચારીને તે અનેક સાધુ-સંતો પાસે ગયો. બધાથી તેને નિરાશા જ મળી. એક દિવસ કોઈએ તેને એક મહાત્મા વિશે જણાવ્યું અને કહ્યુ કે – તે મહાત્માની સમજાવાની રીતે ખૂબ અલગ છે એટલે ચકિત ન થતા. તે તમારી મુશ્કેલી જરૂર દૂર કરી દેશે. શેઠને જાણે આશાની કિરણ દેખાઇ. શેઠ તે મહાત્માથી મળવા પહોંચ્યો.

શેઠ એક થેલીમાં સોના-ચાંદી, હીરા-જવેરાત લઈને તે મહાત્માને મળવા પહોંચ્યો. મહાત્મા એક વૃક્ષની નીચે આરામથી બેઠા હતા. શેઠે તે થેલી લઈને તે મહાત્માની સામે રાખી દીધી અને બોલ્યા કે મારી પાસે આટલું ધન છે પરંતુ સુખનો એક પળ પણ નથી. હું કેવી રીતે સુખી થઈ શકું છું?

મહાત્માએ થોડી વાર વિચાર્યુ, તેના પછી તરત થેલી ઉપાડી અને ત્યાંથી ભાગી ગયા. શેઠને કંઈ સમજ ન આવ્યુ, પછી તેને લાગ્યુ કે આ વ્યક્તિએ તો મને લૂંટી લીધો, મારી આખી જિંદગીની કમાણી લઈને ભાગી ગયો. મહાત્માએ શેઠને આખા ગામનો ચક્કર લગાવડાવ્યો. ગામના લોકો તે મહાત્મા વિશે જાણતા હતા, તે સમજી ગયા કે તેમાં પણ કોઈ વાત છે. મહાત્મા તે વૃક્ષની નીચે આવીને રોકાઇ ગયા. થેલી ત્યાં જ રાખી અને વૃક્ષની પાછળ જઇને સંતાઇ ગયા.

શેઠ પણ થાકીને જ્યારે ત્યાં પહોંચ્યો તો પહેલા તો થેલી જોઇને ખુશ થયો પરંતુ પછી તેણે વિચાર્યુ કે આ તો હું મહાત્માને આપવા માટે જ લાવ્યો હતો. ત્યારે વૃક્ષની પાછળથી મહાત્મા બહાર નીકળ્યા અને કહ્યુ કે ધન-સંપત્તિનો મોહ ત્યાગ કરી દો અને તમારી સંપત્તિનો ઉપયોગ બીજાના હિત માટે કરો. શેઠને સુખી જીવનનો સૂત્ર મળી ચૂક્યો હતો.

બોધપાઠ

જીવનમાં રૂપિયા કમાવવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે તેનો સદુપયોગ કરવો. જો રૂપિયા કમાઇને ભેગા કરતા રહેશો તો સુખ નહીં મળે. ધ્યાન કાયમ તે રૂપિયામાં જ લાગેલું રહેશે. એટલે સમય-સમય પર તે રૂપિયાનો ઉપયોગ બીજાના હિતમાં કરતા રહેવું જોઈએ.

આ પણ વાંચોઃ- શેઠને એક રાત્રે સપનું આવ્યું કે, લક્ષ્મીજી તેનું ઘર છોડીને જઈ રહી છે અને કહી રહી છે કે, મારી જગ્યાએ તારા ઘરમાં ક્લેશ આવવાનો છે. જાણો પછી શું થયું..

Leave a Reply

error: Content is protected !!