એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું હમણાં જ ભરી દઉં છું. પણ પછી જે થયું એ આશ્ચર્ય પમાડે તેવું છે જાણો.

લોકકથા પ્રમાણે એક રાજા રોજ સવારે કોઈ એક ગરીબ વ્યક્તિની ઈચ્છા પૂરી કરતો હતો. એક સંત રાજાના દરબારમાં આવ્યા અને બોલ્યાં કે મહારાજ મારા આ વાસણને સોનાના સિક્કાથી ભરી દો. રાજાએ કહ્યું કે આ તો નાનકડું કામ છે. હું અત્યારે જ તેને ભરી દઉં છું.

રાજાએ પોતાની પાસે રાખેલાં સિક્કા તે વાસણમાં નાખ્યાં, પરંતુ બધા સિક્કા ગાયબ થઈ ગયાં. રાજાને આ જોઈને આશ્ચર્ય થયું. રાજાએ પોતાના ખજાનામાંથી બીજી સોનાની મુદ્રાઓ મંગાવી. રાજા જેમ-જેમ સિક્કાઓ તે વાસણમાં નાખતો જતો, તેમ-તેમ તે ગાયબ થતી જતી હતી. ત્યારબાદ ધીરે-ધીરે રાજાનો આખો ખજાનો ખાલી થઈ ગયો.

રાજા વિચારવાં લાગ્યાં રે આ કોઈ ચમત્કારી વાસણ છે. આ રીતે ભરાઈ નહીં શકે. રાજાએ સંતને પૂછ્યું કે આ વાસણનું રહસ્ય શું છે? સંતે જવાબ આપ્યો કે મહારાજ આ પાત્ર આપણા મનથી બનેલું છે. જે રીતે આપણું મન ધનથી, હોદ્દાથી અને જ્ઞાનથી ક્યારેય નથી ભરાતું, એ જ રીતે આ વાસણ પણ ક્યારેય નથી ભરાતું.

આપણા પાસે ગમે એટલું ધન આવી જાય, આપણે ગમે એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લઈએ, આખી દુનિયા જીતી લઈએ, ત્યારે પણ મનની કેટલીક ઈચ્છાઓ અધૂરી જ રહી જાય છે. જ્યાં સુધી આપણું મન ભગવાનને પ્રાપ્ત નથી કરી લેતું, ત્યાં સુધી તે ખાલી જ રહે છે. એટલે વ્યક્તિએ આ નાશવંત વસ્તુઓ પાછળ ભાગવું ન જોઈએ. આપણી ઈચ્છાઓ અનંત છે, જે ક્યારેય પૂરી નથી થઈ શકતી.

બોધપાઠ

આ નાનકડી કથાની શીખ એ છે કે આપણી પાસે જેટલું હોય, તેમાં જ સંતોષ રાખવો જોઈએ. ભગવાનનું ધ્યાન કરો, ત્યારે જ આ જીવન સાર્થક છે અને મન શાંત રહી શકે છે.

આ પણ વાંચજો – એક રાજાનો હાથી ખૂબ જ શાંત હતો. તે પોતાના મહાવતના બધા ઈશારાઓ અને તેની વાતોને સારી રીતે સમજ તો હતો. એક દિવસ તેને પોતાના મહાવતને પગ નીચે કચડીને મારી નાખ્યો. રાજાએ બીજો મહાવત નિમ્યો, હાથીએ તેને પણ કચડી નાખ્યો. જાણો પછી શું થયું.

Leave a Reply

error: Content is protected !!