એક શાહુકારે ગરીબ પિતાને જણાવ્યું કે, મારા પૈસા પાછા આપ અથવા તારી સુંદર દિકરી સાથે લગ્ન કરાવ, તેણે એક બેગમાં બે પત્થર મૂક્યા અને કહ્યું તારી દિકરી કાળો પત્થર કાઢે તો તેણે મારી સાથે લગ્ન કરવાં પડશે, જો સફેદ પત્થર નીકળશે તો તારું દેવું માફ, જાણો પછી શું થયું

એક લોકકથા અનુસાર પૌરાણિક સમયમાં એક શાહુકાર પાસેથી એક ગરીબ ખેડૂતે ઉધાર પૈસા લીધા હતા. બહુ પ્રયત્નો બાદ પણ તે દેવું ચૂકવી શકતો નહોંતો. એકદિવસ શાહુકારે ખેડૂતને કહ્યું કે, તું મારું દેવું ચૂકવી દે અથવા તારી દિકરીનાં લગ્ન મારી સાથે કરાવી દે. આ સાંભળી ખેડૂત અને છોકરી ચિંતામાં આવી ગયાં. ખેડૂતે કહ્યું કે, આ યોગ્ય નથી. આવું ન થઈ શકે.

શાહુકારે કહ્યું કે, હું એક બેગમાં કાળો અને એક સફેદ પત્થર મૂકીશ. તારી દિકરીએ બેગમાંથી એક પત્થર કાઢવાનો રહેશે. જો તેણે કાળો પત્થર કાઢ્યો તે તેણે મારી સાથે લગ્ન કરવાં પડશે અને જો સફેદ પત્થર કાઢ્યો તો હું તારું દેવું માફ કરી દઈશ અને લગ્ન પણ નહીં કરવાં પડે.

શાહુકારે કહ્યું કે, જો તારી દિકરી બેગમાંથી પત્થર નહીં કાઢે તો તેને મારી સાથે લગ્ન કરવાં પડશે અને તારે જેલમાં જવું પડશે.

પિતા અને દિકરી પાસે શાહુકારની વાત માનવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોંતો. બંને ભગવાન પર વિશ્વાસ રાખી વાત માની લીધી.

શાહુકારે એક બેગ લીધી અને જમીન પર પડેલા પત્થરોમાંથી બે પત્થર ઉપાડીને અંદર મૂક્યા. આ કામ કરતી વખતે છોકરીએ શાહુકાર સામે ધ્યાનથી જોયું. તેણે બંને કાળા પત્થર જ બેગમાં મૂક્યા હતા. સફેદ પત્થર લીધો જ નહોંતો.

હવે છોકરી વિચારવા લાગી કે શું કરવું જોઇએ. તેની માસે ત્રણ વિકલ્પ હતા. પહેલો વિકલ્પ એ હતો કે, પત્થર કાઢવાની જ ના પાડી દો, પરંતુ જો આમ કરે તો પણ તેને લગ્ન તો કરવાં જ પડે.

બીજો વિકલ્પ એ હતો કે, શાહુકારને જણાવી દે કે, તેણે ચાલબાજી કરી છે અને તેણે બંને હાથમાં કાળા પત્થર જ બેગમાં મૂક્યા છે. આમ કરવાથી શાહુકારની દગાબાજી સાબિત થઈ શકે, પરંતુ તેની પિતાનું દેવું માફ નહીં થાય.

ત્રીજો વિકલ્પ એ હતો કે, તે કાળો પત્થર કાઢે અને શાહુકાર સાથે લગ્ન કરી લે. તેનાથી તેના પિતાનું દેવું ઉતરી જશે અને પિતાને જેલમાં પણ નહીં જવું પડે.

છોકરી બહુ બુદ્ધિશાળી હતી, તેણે વિચાર્યું અને ચોથો વિકલ્પ પસંદ કર્યો. છોકરીએ બેગમાં હાથ નાખ્યો અને એક પથ્થર કાઢી તરત જ તેને નીચે પાડી દીધો. છોકરીએ કહ્યું કે, એક પત્થર મેં કાઢ્યો તો ખરો, પરંતુ એ હાથમાંથી પડી ગયો, જમીન પર તો કાળા અને સફેદ ઘણા પત્થરો પડ્યા હતા, એટલે એ કયો પત્થર હશે એ શોધવું બહું મુશ્કેલ હતું.

ત્યારબાદ છોકરીએ કહ્યું કે, કઈં વાંધો નહીં, હવે બેગમાં જે પણ પત્થર હશે તેના પરથી ખબર પડી જશે જે મેં કયો પત્થર કાઢ્યો હશે. બેગમાં જોયું તો અંદર કાળો પત્થર હતો. છોકરીએ તરત કહ્યું કે, આનો અર્થ એ છે કે, મેં સફેદ પત્થત કાઢ્યો હતો.

શાહુકાર છોકરી સામે જોતો જ રહી ગયો. તે કઈંજ ન બોલી શક્યો, કારણકે તેણે ચતુરાઇથી બેગમાં બંને કાળા જ પત્થરો જ મૂક્યા હતા.

આ રીતે છોકરીએ પોતાની હોશિયારીથી પિતાનું દેવું માફ કરાવી દીધું અને પોતે પણ લગ્નથી બચી ગઈ.

બોધપાઠ

આ કથાની શીખ એ છે કે, મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી હોય, જો ધીરજ રાખી વિચારવામાં આવે તો, મોટામાં મોટી મુશ્કેલી પણ હલ થઈ શકે છે.

આ પણ વાંચજો – રાજાના મંત્રીથી થઈ ગઈ એક ભૂલ તો તેને મળ્યો મૃત્યુદંડ, રાજાએ કહ્યું- તેને 10 ખૂંખાર કૂતરાઓ સામે ફેંકી દો, પરંતુ મંત્રીએ માંગ્યો 10 દિવસનો સમય, 10 દિવસ બાદ કૂતરાઓ મંત્રીને પ્રેમ કરવા લાગ્યા, જાણો એનું કારણ

Leave a Reply

error: Content is protected !!