ખેડૂત વૃક્ષ નીચે સૂતો હતો ત્યારે શિયાળ એક સસલાનો પીછો કરતા ત્યાં આવ્યો, ગભરામણના કારણે સસલું મરી ગયું, ખેડૂતે સસલાને ઉપાડ્યું અને પકાવીને ખાઇ લીધું, બીજા દિવસે ફરી ખેડૂત તે વૃક્ષ પાસે ગયો, ત્યાં અનેક સસલા રમતા હતા, જાણો પછી શું થયું?

પ્રાચીન સમયમાં કોઈ ગામમાં આળસું ખેડૂત હતો. તેની પાસે જમીન પણ હતી પરંતુ તે મહેનત નહોતો કરતો અને ભાગ્યના ભરોસે બેઠો રહેતો હતો. જેમ-તેમ તેનું ગુજરાણ ચાલી રહ્યું હતું. એક દિવસ તે બપોરે વૃક્ષની નીચે સૂતો હતો. ત્યારે ત્યાં એક સસલું દોડતા આવ્યું તેનો પીછો એક શિયાળ કરી રહ્યો હતો. ગભરામણના કારણે ખેડૂત પાસે જ સસલાએ છેલ્લા શ્વાસ લીધા.

ખેડૂતે શિયાળને ભગાડ્યો અને સસલાને ઉપાડીને ઘરે લઈ ગયો. તે સસલાને પકાવીને ખાઇ ગયો.

બીજા દિવસે ફરી ખેડૂત તે વૃક્ષની નીચે જઈને સૂઇ ગયો. તેની આજુબાજુ અનેક સસલા રમી રહ્યા હતા. તે રાહ જોઈ રહ્યો હતો કે આજે ફરી કોઈ સસલું તેને મરેલું મળી જાય. આખો દિવસ વીતી ગયો પરંતુ તેની આ ઈચ્છા પૂરી ન થઈ. તેણે વિચાર્યુ આજે કિસ્મતે સાથ ન આપ્યો તો કોઈ વાત નહીં કાલે સસલું મળી જશે.

ખેડૂત ઘરે ગયો અને જે કંઈ ખાવા મળ્યું તે ખાઇને સૂઈ ગયો. સવારે વહેલો ઊઠ્યો અને ફરી તે વૃક્ષ નીચે જઈને બેસી ગયો. આખો દિવસ ખેડૂત વૃક્ષની નીચે બેઠો રહ્યો પરંતુ તેને સસલું ન મળ્યું. સાંજે તેને ભૂખ્યા જ રહેવું પડ્યુ.

બોધપાઠ

આ નાનકડી કથાથી શીખ મળે છે કે વ્યક્તિએ ભાગ્યના ભરોસે ન બેસવું જોઈએ. જે લોકો વિચારે છે કે કામ કર્યા વિના તેમની ઈચ્છાઓ પૂરી થઈ જશે તે કાયમ દુઃખી રહે છે. જ્યાં સુધી મહેનત ન કરવામાં આવે ત્યાં સુધી કંઈ પણ હાંસલ નથી થઈ શકતું. કિસ્મત એક વખત સાથ આપી શકે છે પરંતુ દરેક વખતે કંઈ મેળવવું હોય તો કામ તો કરવું જ પડશે.

આ પણ વાંચજો – એક અધિકારી સિદ્ધ સંતને પોતાના ગુરુ બનાવવા ઈચ્છતો હતો, જ્યારે તે સંતના આશ્રમ જઈ રહ્યો હતો તો રસ્તામાં તેને એક સામાન્ય વ્યક્તિ દેખાયો, અધિકારીએ તેનાથી સંતના આશ્રમ વિશે પૂછ્યુ, ન બતાવવા પર અધિકારીએ તેને લાત મારી દીધી, જાણો પછી શું થયું?

Leave a Reply

error: Content is protected !!