પતિ-પત્ની ગરીબીમાં જીવન વીતાવી રહ્યા હતા, અચાનક પતિને મળી ગયો ખજાનો, ખૂબ ધન હોવા છતાં પત્નીએ છોડી દીધો તેનો સાથ, પછી એક સાધારણ વ્યક્તિએ સમજાવી તેને તેની ભૂલ, જાણો શું હતી ભૂલ

એક ગામમાં ગરીબ ખેડૂત હતો. તે અને તેની પત્ની બંને આખો દિવસ મહેનત કરીને સાંજના ખૂબ મુશ્કેલથી પોતાના માટે ભોજન ભેગું કરી શકતા હતા. બંને સવારે ખેતરમાં મજૂરી કરતા, સૂકાં લાકડા અને પાન ભેગા કરીને વેંચતા ત્યારે જઈને બંનેનો ગુજારો થઈ શકતો હતો. પછી પણ પત્ની પોતાના જીવનથી સંતુષ્ટ હતી. પરંતુ ખેડૂતને આ વાત કાયમ ખટકતી હતી. તેણે પોતાના મિત્રો અને સંબંધીઓનું જીવન જોઇને ખૂબ ખરાબ લાગતું હતું, તે આરામથી જીવન વીતાવી રહ્યા હતા.

એક દિવસ ખેડૂતની કિસ્મત બદલાઇ ગઈ. જંગલમાં લાકડા લેવા ગયેલો ખેડૂત ઘણા આગળ સુધી નીકળી ગયો. જંગલની વચ્ચે તેને એક ગુફા દેખાઇ. ગુફામાં અંધારું હતું. તે જેમ-જેમ હિમ્મત ભેગી કરીને ગુફામાં દાખલ થયો. જ્યારે તે અંદર ગયો તો તેની આંખો ખુલી રહી ગઈ. અંદર એક આખો ખજાનો હતો. તેણે ખજાના ઉપર કબજો કરી લીધો અને ગુફાને માટી, પથ્થર અને વૃક્ષના પાનથી ઢાંકી દીધી. પછી બળદગાડીથી ધીમે-ધીમે બધો ખજાનો પોતાના ઘરે લઈ આવ્યો. પહેલા તો થોડું ધન જોઈને તેની પત્ની ખૂબ ખુશ થઈ પરંતુ જ્યારે ખેડૂત રોજ ગાડી ભરીને ધન ઘરે લાવવા લાગ્યો તો પત્નીએ તેને રોક્યો. સમજાવ્યો કે આટલું ધન ભેગું કરવું યોગ્ય નથી. જેટલા ધનથી આપણું જીવન આરામથી વીતી શકે એટલું ધન તમે લઈ આવ્યા છો પરંતુ ખેડૂતના માથા પર ધનની ધુન સવાર હતી.

તેણે નવું ઘર ખરીદી લીધું. નોકરો રાખ્યા. આખા ખજાનાને પોતાના ઘરમાં સુરક્ષિત કરીને રાખી લીધું. ધીમે-ધીમે તેના ધનવાન થવાની વાત દૂર-દૂર સુધી ફેલાઇ ગઈ. કેટલાય લોકો સંબંધો કાઢીને તેની પાસે આવવા લાગ્યા. તેને સન્માન આપવા લાગ્યા. તેને પણ ધનના અભિમાનમાં ખરાબ આદતો લાગી ગઈ. પોતાના એશોઆરામમાં તે પત્નીથી પણ દૂર થઈ ગયો. તેની પત્નીને સમજા આવી ગયું કે હવે વાત હદથી બહાર જતી રહી છે. તે તેને છોડીને જતી રહી. ખેડૂત નગર શેઠ બની ગયો હતો. તેને તેના જવાનું જરાય દુઃખ ન હતું.

સમય વીતતો રહ્યો. તેના એશોઆરામ ચાલુ હતા. જ્યારે તે એક દિવસ બીમાર થયો તો તેને ખબર પડી કે દરેક નાની-મોટી જરૂરિયાત માટે નોકરો પર નિર્ભર રહેવું પડતું હતું. જ્યારે તેની તબિયત થોડી સારી થઈ તો તે નગરમાં ફરવા નીકળ્યો. કોઈ ઓળખી ન લે એટલે તેણે રૂપ બદલી નાખ્યો. તેણે વિચાર્યુ કે ચલો પોતાના વિશે લોકોને પૂછવામાં આવે. ઘરે આવીને લોકો તો ખૂબ વખાણ કરે છે. તેણે એક વ્યક્તિને પૂછ્યુ કે નગરમાં જે અમીર વ્યક્તિ રહે છે તેના વિશે શું વિચારો છો. તે વ્યક્તિએ કહ્યુ, તે તો બદનસીબ વ્યક્તિ છે. ખેડૂતે પૂછ્યુ કેમ, બદનસીબ કેવી રીતે, તેની પાસે તો ઘણું ધન છે. રાજાની જેમ રહે છે.

એ વ્યક્તિ બોલ્યો, ભાઈ જ્યારે તે ગરીબ હતો તો તેની પત્ની તેની સાથે રહેતી હતી. તે ખૂબ સમજદાર અને સારી હતી. ગરીબીમાં પણ તેનો પૂરો સાથ આપતી હતી. પૂરી મહેનત કરતી હતી. પરંતુ તે ખેડૂત પાસે ઘણું ધન આવી ગયું તો પત્ની પણ તેને છોડીને જતી રહી. ન ઘરમાં પત્ની છે ન બાળકો. આટલું ધન આવી ગયું તો ન ઘરમાં કોઈ તેનું સુખ ભોગવનારું છે ન તો ઉપયોગ કરનારું છે. તેને તો નાના-નાના કામ માટે પણ નોકરોના વિશ્વાસ ઉપર રહેવું પડે છે. જ્યારે રૂપિયા ન હતા તો પત્ની સાથ આપવા માટે હતી પરંતુ જ્યારે રૂપિયા છે તો પત્ની જતી રહી. આવો વ્યક્તિ બદનસીબ જ તો છે.

ખેડૂતને તેની ભૂલ સમજ આવી ગઈ. તે પોતાની પત્નીના ઘરે પહોંચ્યો. તેનાથી માફી માંગી અને બધુ ધન દાન આપવાનો વાદો કરીને તેને પોતાના ઘરે લઈ આવ્યો. પછી જેટલું ધન તેમણે જીવવા માટે જરૂરી હતું, એટલું રાખીને બાકી બધુ ગરીબોને દાન આપી દીધું.

બોધપાઠ

ગૃહસ્થીને ચલાવવા માટે ધન તો જરૂરી છે પરંતુ ધન કરતા વધુ જરૂરી બે વસ્તુ છે એક તો પતિ-પત્નીમાં પરસ્પર વિશ્વાસ અને બીજું તેમની વચ્ચે પ્રેમ. જો ઘરમાં આ બંને વસ્તુઓ ન હોય તો ધન હોવા છતાં પણ તેનું સુખ નથી ભોગવી શકતું.

આ પણ વાંચજો – મિત્રતા પરિવાર અને સામાજિક જીવનમાં કેવી રીતે બનાવી શકાય છે બેલેન્સ, ભગવાન શ્રીકૃષ્ણ પાસે શીખી શકો છો તેના સૂત્ર

Leave a Reply

error: Content is protected !!