જંગલમાં એક મોર પોતાની સુંદર પાંખોના બદલે ખેડૂત પાસેથી અનાજ લેતો હતો, તેનાથી તેનું જીવન ચાલી રહ્યુ હતું, એક દિવસ મોરની બધી પાંખો ખતમ થઈ ગઈ, જાણો પછી શું થયું?

કોઈ જંગલમાં એક સુંદર મોર રહેતો હતો. તેની પાંખ પણ ખૂબ ચમકદાર હતી. એક દિવસ જંગલમાં એક ખેડૂત માટલું લઈને નીકળ્યો. મોરે તેને રોકીને પૂછ્યું કે આ માટલામાં શું છે. ખેડૂતે કહ્યું કે આ માટલામાં અનાજ છે અને હું તેને વેંચવા બજાર જઈ રહ્યો છું.

મોરે કહ્યું – આ અનાજના બદલામાં તું શું ખરીદીશ. ખેડૂતે કહ્યું – મને પાંખમાંથી ખૂબ સુંદર વસ્તુઓ બનાવતા આવડે છે, એટલે હું પક્ષીઓની પાંખો ખરીદીશ.

મોરે કહ્યું – એક કામ કરો, તું આ માટલું મને આપી દે અને બદલામાં મારી પાંખો લઈ લે. તેનાથી તારો સમય પણ બચી જશે અને ભોજન માટે મારે મહેનત પણ નહીં કરવી પડે. ખેડૂતને પણ આ વાત સારી લાગી. તેણે કેટલીક પાંખના બદલામાં અનાજનું માટલું મોરને આપી દીધું. આ ક્રમ થોડા દિવસ સુધી ચાલતો રહ્યો. પછી મહેનતની આદત છૂટી જવાથી તે ભોજન મેળવવાના કામમાં પણ નિષ્ફળ રહ્યો. અને એક દિવસ મોરનું મોત થઈ ગયું

બોધપાઠ

આ કહાણી આપણી લાઇફ-સ્ટાઇલ સાથે ખૂબ મળતી આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ઓછામાં ઓછી મહેનતમાં તેને વધુમાં વધુ ફાયદો મળી જાય. તેના માટે તે શોર્ટકટ પણ અપનાવે છે. લાઇફમાં કોઈ પણ શોર્ટકટ નથી જે તમને તરત સફળ બનાવી દે. શ્રેષ્ઠ રહેશે તે તમે લાલચમાં ફંસાયા વિના તમારા માર્ગ પર આગળ વધતા રહો.

આ પણ વાંચજો – બે સંતો એ વાત પર ઝઘડો કરવા લાગ્યા કે બંનેમાંથી મોટો સંત કોણ છે, ત્યારે ત્યાં નારદ મુનિ આવી ગયા અને તેમણે કહ્યુ કે તેનો નિર્ણય કાલે કરીશું, જાણો પછી શું થયું..

જયારે એક દાનવીર રાજાની પરીક્ષા લેવા માટે ઈન્દ્રદેવ અને અગ્નિદેવે ગરુડ અને કબૂતરનું રૂપ ધારણ કર્યું, પછી કબૂતર ઊડીને રાજાના ખોળામાં પડી ગયું, જાણો પછી શું થયું..

Leave a Reply

error: Content is protected !!