વૃદ્ધ વ્યક્તિને ગામના લોકો મૂરખ સમજતા હતા, એક દિવસ તેણે પોતાના બે પુત્રોને પાવડો આપીને કહ્યુ કે સામેના બંને પહાડોને કાપીને માર્ગ બનાવવાનો છે, ગામના લોકો આ વાતની મજાક ઉડાવી રહ્યા હતા પરંતુ વૃદ્ધની એક વાત સાંભળીને ગામના બધા લોકો રહી ગયા સ્તબ્ધ

પ્રાચીન સમયમાં એક ગામમાં પહાડોથી ઘેરાયેલું હતું. લોકોને ગામથી બહાર જવા માટે પહાડોની ચઢાઈ કરવી પડતી હતી. એવામાં ઘણો સમય લાગી જતો હતો. તે ગામમાં એક વૃદ્ધ હતો, જેને બધા લોકો મહામૂર્ખ સમજતા હતા. એક દિવસ તેણે પોતાના બંને પુત્રોને પાવડો આપીને કહ્યુ કે ગામની બહાર બંને પહાડોને કાપીને રસ્તો બનાવવાનો છે. બંને પુત્રો પણ પિતાની વાત માનીને પહાડ કાપવા માટે નીકળી ગયા.

જ્યારે આ વાત ગામના લોકોને ખબર પડી તો બધા તેમનો મજાક ઉડાવવા લાગ્યા. લોકોએ તેમને કહ્યુ કે તું સાચે જ મહામૂર્ખ છે. આટલા વિશાળ પહાડને કાપીને કોઈ કેવી રીતે માર્ગ બનાવી શકે છે. તમે બાપ-દીકરા આખી જિંદગીમાં પણ આ કામ નહીં કરી શકો.

આ વાત સાંભળીને વૃદ્ધે કહ્યુ કે મારી મૃત્યુ પછી આ કામ મારા દીકરા કરશે, દીકરા પછી મારા પૌત્ર કરશે અને તેમના પછી આગળની પેઢીઓ આ પહાડ કાપવાનું કામ કરશે. એક દિવસ આ પહાડોની વચ્ચેથી માર્ગ જરૂર બની જશે.

બોધપાઠ

કોઈ પણ પહાડ અથવા સમસ્યા આપણાં મનોબળથી મોટી નથી હોય શકતી. જો આપણે ઈચ્છીએ તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. મોટા-મોટા પહાડોને કાપીને માર્ગ નીકાળી શકીએ છીએ. માત્ર આપણે હકારાત્મક વિચાર સાથે કામ કરતા રહેવું જોઈએ.

આ પણ વાંચજો- એક કઠિયારા પાસે હતી અદભુત સિદ્ધિ, મંત્રોથી વૃક્ષની ડાળખીઓ ઝૂકાવી લેતો હતો, જ્યારે રાજાને ખબર પડી તો તેમણે કઠિયારાને ગુરુ બનાવી લીધો પરંતુ એક મહિના પછી પણ ન શીખી શક્યા ત્યારે મંત્રીએ જણાવી રાજાને તેમની એક ખરાબ આદત, જાણો શું હતી.

Leave a Reply

error: Content is protected !!