નવાબે પોતાની બેગમને કહ્યુ કે મારા કારણે જ તને સન્માન મળે છે, બેગમે કહ્યું – હું એક મિનિટમાં તમારું સન્માન ખરાબ કરી શકું છું અને સન્માન પાછુ પણ અપાવી શકું છું, નવાબે કહ્યુ કે સારું તો આવું કરીને બતાવો

પ્રાચીન સમયમાં એક નવાબ હતા. ઘર-પરિવાર અને સમાજમાં બધા તેમનું ખૂબ સન્માન કરતા હતા. એક દિવસ નવાબે તેની બેગમને કહ્યુ કે તને મારા કારણે દરેક જગ્યાએ સન્માન મળે છે. પત્નીએ જવાબ આપ્યો કે એક મિનિટમાં તમારું સન્માન ખરાબ કરી શકું છું. નવાબ બોલ્યા સારું આવું કરીને બતાવો. થોડી વારમાં બંનેનો ગુસ્સો શાંત થઈ ગયો અને આ વાતને થોડા દિવસો વીતી ગયા.

એક દિવસ સાંજે નવાબ પોતાના મિત્રો સાથે મહેફિલમાં બેઠાં હતા. ત્યારે અંદર રૂમમાંથી તેમના દીકરાનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. નવાબે પૂછ્યુ બેગમ શું થયું, બાળકને કેમ ખીંજાઇ રહ્યા છો?

બેગમે અંદરથી જ જવાબ આપ્યો કે આ ખીચડી માંગી રહ્યો છે. જ્યારે તેણે પેટ ભરીને ખાઇ લીધુ છે. નવાબે કહ્યુ સારં તો તેને થોડી ખીચડી આપી દો.

બેગમે કહ્યુ કે ઘરમાં બીજા પણ લોકો છે, બધી ખીચડી બાળકને કેવી રીતે આપી દઉં?

આ બધી વાતો નવાબના મિત્રો સાંભળી રહ્યા હતા. તેમણે વિચાર્યુ કે આ કેવો નવાબ છે, ઘરમાં થોડી ખીચડી માટે ઝઘડો કરે છે. બધા મિત્રો ચૂપચાપ ઊભા થઈને જતા રહ્યા. નવાબ સમજી ગયા કે આજે બેગમના કારણે તેમનું સન્માન ખરાબ થઈ ગયું છે.

તે બેગમ પાસે ગયા અને બોલ્યા કે તે તારી વાત સાબિત કરી દીધી. હવે મારું સન્માન પાછુંલાવીને બતાવો. પત્નીએ કહ્યુ સારું તમારા મિત્રોને કાલે ફરીથી બોલાવી લેજો.

બીજા દિવસે ફરી નવાબના મિત્રો આવ્યા અને ફરી બાળકના રડવાનો અવાજ આવ્યો. નવાબે પૂછ્યુ બેગમ આજે શું થયું તેને? અંદરથી બેગમે જવાબ આપ્યો આજે ફરીથી ખીચડી માટે રડી રહ્યો છે.

નવાબે કહ્યુ સારું તેને પણ ખીચડી ખવડાવો અને મારા મિત્રો માટે પણ લઈને આવો.

બેગમ તરત જ એક નોકરને લઈને મોટા વાસણમાં ખીચડી લઈને આવી ગઈ. મિત્રોએ જોયું કે આ કોઈ સામાન્ય ખીચડી નથી. ખીચડીમાં ડ્રાયફ્રૂટ્સ, ખજૂર, પિસ્તાં, કાજૂ-બદામ, કિસમિસવગેરે વસ્તુઓ દેખાઇ રહી હતી. બધા મિત્રોએ વિચાર્યુ કે નવાબ સાહેબનો જવાબ નથી.

પત્નીના કારણે નવાબ સાહેબનું સન્માન ફરીથી વધી ગયું.

બોધપાઠ

આ કથાથી શીખ મળે છે કે લગ્નજીવનમાં પતિ-પત્ની બંને સમાન રૂપથી મહત્વપૂર્ણ છે. પતિએ પત્નીની ભાવનાઓની પણ કદર કરવી જોઈએ. પત્નીના સહયોગ વિના પતિને ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન નથી મળી શકતું.

આ પણ વાંચજો – રાજાને ત્રણ ઉમ્મેદવારોમાંથી કોઈ એકને બનાવવાનો હતો પોતાનો વજીર, તેણે ત્રણેયને પૂછ્યો એક જ સવાલ – જો મારી અને તમારી દાઢીમાં એક સાથે આગ લાગી જાય તો તમે શું કરશો?

Leave a Reply

error: Content is protected !!