સંગીતાચાર્યે એક વ્યક્તિને સંગીત શીખવવા માટે માંગી 100 સ્વર્ણ મુદ્રાઓ, વ્યક્તિ બોલ્યો કે આ દક્ષિણા વધારે છે, મને સંગીતની થોડી માહિતી છે, સંગીતાચાર્યે કહ્યું તો તો તમારે 200 સ્વર્ણ મુદ્રાઓ આપવી પડશે, જાણો કેમ?

પ્રાચીન સમયમાં એક વ્યક્તિ સંગીત શીખવા ઈચ્છતો હતો. એટલે તે દેશના સૌથી પ્રસિદ્ધ સંગીતાચાર્ય પાસ પહોંચ્યો. ત્યાં પહોચીને યુવક બોલ્યો કે ગુરુજી તમે સંગીતના મહાન આચાર્ય છો. દેશભરમાં તમારી પ્રસિદ્ધિ ફેલાયેલી છે. હું તમારી પાસે સંગીત શીખવા ઈચ્છું છું. તમને વિનમ્ર નિવેદન છે કે મને સંગીતની શિક્ષા પ્રદાન કરો, જેથી હું પણ આ ક્ષેત્રમાં કોઈ ઉપલબ્ધિ હાંસલ કરી શકું.

– સંગીતાચાર્યે કહ્યું કે સંગીત શીખવાની તારી ઈચ્છા પ્રબળ છે તો હું તને સંગીતનું જ્ઞાન ચોક્કસ આપીશ.

– યુવકે આચાર્યથી પૂછ્યું કે તેના માટે મને કેટલી દક્ષિણા આપવી પડશે?

– આચાર્યે જવાબ આપ્યો 100 સ્વર્ણ મુદ્રાઓ.

– યુવકે કહ્યું કે આ ખૂબ વધારે છે. મને તો સંગીતનું થોડું ઘણું જ્ઞાન પહેલાથી જ છે. તમારે વધુ મહેનત નહીં કરવી પડે.

– આચાર્યે કહ્યું કે જો તું પહેલાથી જ સંગીત જાણે છે તો તારે 200 સ્વર્ણ મુદ્રાઓ આપવી પડશે.

– આ સાંભળીને યુવક હૈરાન થઈ ગયો. તેણે પૂછ્યું આવું કેમ? આ વાત મારી સમજથી દૂર છે. ઓછા કામના વધુ રૂપિયા કેવી રીતે હોય શકે છે?

– આચાર્યે જવાબ આપ્યો કે ભાઈ કામ ઓછું ક્યાં છે? પહેલા તું જે શીખ્યો છે, તેને ભૂસવું પડશે, તેના પછી તને નવેસરથી સંગીત શીખવવું પડશે.

– યુવકને આચાર્યની વાત સમજ આવી ગઈ અને તે 200 સ્વર્ણ મુદ્રાઓ આપવા માટે તૈયાર થઈ ગયા.

બોધપાઠ

જો કોઈ વ્યક્તિ કંઈક નવું શીખવા ઈચ્છે છે તો તેણે પોતાના મગજમાંથી જૂની વાતો ભૂસવી પડે છે, કારણ કે જૂની વાતોમાં નવું જ્ઞાન સમાઇ નથી શકતું.

આ પણ વાંચજો – કાગડાએ જ્યારે હંસને જોયો તો તેને લાગ્યું આ જ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે, હંસે કહ્યું સૌથી સુંદર પક્ષી તો પોપટ છે, પોપટે મોરને બતાવ્યું સૌથી સુંદર પક્ષી અને જ્યારે કાગડાએ મોરને પૂછ્યું તો તેણે શું કહ્યું? જાણો

Leave a Reply

error: Content is protected !!