દુષ્ટ જાદુગરે એક સુંદર યુવતીને જાદુથી ફૂલમાં બદલી દીધી, રોજ રાતના તે ફરીથી યુવતી બની જતી હતી, એક સવારે યુવતીએ તેની માતાને કહ્યુ કે જો તમે મને છોડથી તોડી નાખો તો જાદુગરનો જાદુ ખતમ થઈ જશે પરંતુ હજારો ફૂલોમાં મને કેવી રીતે શોધશો?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક દુષ્ટ જાદુગર હતો, તેણે એક સુંદર યુવતીને પોતાના બગીચાના છોડમાં લાગેલા ફૂલના રૂપમાં બદલી દીધી. જાદુગરે યુવતીને આ વાતની રજામંદી આપી દીધી કે રોજ રાતે તે યુવતીના રૂપમાં આવી શકે છે.

રાતે જ્યારે તે ફરીથી યુવતી બની જતી હતી ત્યારે તે પોતાની માતાની સાથે રહેતી હતી. એક સવારે જ્યારે તે યુવતી ફરીથી છોડ પર લાગેલા ફૂલમાં બદલાવા જઈ રહી હતી ત્યારે તેણે પોતાની માતાને કહ્યુ કે જો તું મને કોઈ રીતે છોડથી તોડી લે તો તે દુષ્ટનું જાદુ ખતમ થઈ જશે.

યુવતીની માતાએ તેને કહ્યુ સારું. આપણે એવું કરી શકીએ છીએ પરંતુ બગીચામાં હજારો ફૂલ છે, ત્યાં હું તને કેવી રીતે ઓળખી શકીશ?

ખૂબ વિચાર્યા પછી તેની માતાને એક ઉપાય સમજમાં આવ્યો. માતાએ યુવતીને કહ્યુ કે તું જા હું આવીને તને લઈ જઇશ. યુવતી જાદુગરના બગીચામાં જઈને ફૂલ બની ગઈ.

થોડી વાર પછી યુવતીની માતા બગીચામાં પહોંચી. તે એવું ફૂલ શોધી રહી હતી, જેના ઉપર ઝાકળ ન હતી. તેની દીકરી રાત પોતાના ઘરમાં વીતાવતી હતી અને સવારના સમયે ફૂલ બનતી હતી તેના કારણે તે એક એવું એકલું ફૂલ હતી જે ઝાકળથી પલળેલું ન હતું. જલદી જ માતાએ એક ફૂલ શોધી લીધું જેના ઉપર ઝાકળના ટીપાં ન હતા. માતાએ તે ફૂલ તોડી લીધુ તો તે તરત જ યુવતી બની ગઈ.

બોધપાઠ

આ કથાથી શીખ મળે છે કે ખરાબ સમયમાં આપણે ગભરાવું ન જોઈએ. ધીરજ બનાવી રાખવી જોઈએ. મન શાંત રહે તો આપણે મોટામાં મોટી પરેશાનીનો ઉકેલ સરળતાથી શોધી શકીએ છીએ. આ કથામાં યુવતીની માતાએ ગભરાયા વિના ધીરજથી કામ લીધુ અને પોતાની દીકરીને જાદુથી બચાવી દીધી.

આ પણ વાંચજો – એક પ્રોફેસરે પાણીથી ભરેલો અડધો ગ્લાસ બતાવીને પોતાના સ્ટૂડન્ટ્સને પૂછ્યુ કે – આ ગ્લાસ કેટલો ભારે છે? બધા સ્ટૂડન્ટ્સે જુદાં-જુદાં જવાબ આપ્યાં, છેલ્લે આ સરળ પ્રશ્નનો પ્રોફેસરે આપ્યો રસપ્રદ જવાબ

Leave a Reply

error: Content is protected !!