જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો, એકવાર બ્રાહ્મણ જંગલમાંથી જતો હતો તેને હંસ મળ્યો, બ્રાહ્મણે હંસને પોતાની પરેશાનીઓ જણાવી. હંસ તેને સિંહ પાસે લય ગયો, સિંહે તેને ધન આપીને મદદ કરી. થોડા સમય પછી જ્યારે બ્રાહ્મણ ફરી ધનની મદદ માટે જંગલમાં આવ્યો ત્યારે શું થયું? જાણો

એક જાણીતી લોકકથા પ્રમાણે જંગલમાં સિંહે હંસને પોતાનો મંત્રી બનાવ્યો હતો. હંસના વિચારો ખૂબ જ ધાર્મિક હતાં અને તે બીજાની મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતો હતો. એ જંગલની પાસે જ એક ગામ હતું. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું કે બીજા ગામમાં જઈને થોડું ધન કમાવું જોઈએ, આ ગામમાં તો કંઈ થવાનું નથી.

બ્રાહ્મણ બીજા ગામમાં જવા માટે નિકળ્યો, રસ્તામાં જંગલ આવતું હતું. જંગલમાં બ્રાહ્મણને હંસ મળ્યો તો તેને બ્રાહ્મણને કહ્યું કે અહીં મોટા-મોટા ભયાનક જંગલી પ્રાણી છે, તમે અહીંથી જલદી-જલદી નિકળી જાઓ, નહીંતર તમારો જીવ સંકટમાં પડશે. બ્રાહ્મણે હંસને પોતાની પરેશાનીઓ જણાવી. હંસે દયા આવી ગઈ અને તે જંગલના રાજા સિંહની પાસે પહોંચ્યો અને બ્રાહ્મણની મદદ કરવાની વાત કરી.

સિંહે પણ પોતાના મંત્રીની વાત યોગ્ય લાગી. તેને બ્રાહ્મણ માટે ઘણાં સોનાંના ઘરેણાં મોકલાવ્યાં. બ્રાહ્મણ આટલું સોનું જોઈને ખુશ થઈ ગયો અને પોતાના ગામમાં પાછો ચાલ્યો ગચો. થોડાં સમય પછી બ્રાહ્મણનું ધન પૂરું થઈ ગયું. તે ફરીથી એ જંગલમાં પહોંચી ગયો, પરંતુ આ વખતે જંગલમાં ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ હતી.

હંસનું મૃત્યુ થઈ ચૂક્યું હતું અને સિંહે એક કાગડાને પોતાનો મંત્રી બનાવી દીધો હતો. કાગડાએ જેવો બ્રાહ્મણને જોયો તો કા-કા કરીને સિંહને શિકાર કરવાનો ઈશારો કરી દીધો. સિંહ પણ કાગડાનો અવાજ સાંભળી બ્રાહ્મણની પાસે પહોંચી ગયો અને તેને ઓળખી લીધો.

સિંહે બ્રાહ્મણને કહ્યું કે તમે એજ છો, જેને અમે થોડાં સમય પહેલાં સોનું આપ્યું હતું. કાગડાએ કહ્યું મહારાજ આનો શિકાર કરી લો, ગયા વખતે તેની મદદ કરી હતી, પરંતુ વારંવાર મદદ કરવાથી તેની આદત બગડી જશે. અત્યારે મદદ કરશો તો આવતીકાલે આ ફરીથી આવી જશે. સિંહે કાગડાની વાત માની અને તેને બ્રાહ્મણનો શિકાર કરી દીધો.

બોધપાઠ

આ કથાની શીખ એ છે કે આપણે જેવા લોકોની સાથે રહીએ છીએ, આપણા વિચારો પણ એવા જ થઈ જાય છે. જ્યારે સિંહ હંસની સાથે હતો તો તેની વિચાસરણી સારી હતી, પરંતુ કાગડાને લીધે તેના વિચારો ભ્રષ્ટ થઈ ગયાં. એટલા માટે આપણે સારાં લોકોની સાથે જ રહેવું જોઈએ. ખોટી સોબતમાં ન ફસાવું જોઈએ.

આ પણ વાંચજો – એક દિવસ રાજા અને સંત બંને જંગલમાં ફરવાં માટે ગયાં. જંગલમાં બંને ભુલા પડ્યા. ત્યારે રાજાને ઝાડ પર એક ફળ દેખાયું. તેને તે ફળના 6 ટુકડાં કર્યાં. પહેલો ટુકડો તેને સંતને ખાવા માટે આપ્યો. પછી સંતે કહ્યું મને હજી આપો. એક પછી એક રાજા પાસેથી સંતે 5 ટુકડાં લઈને ખાઈ લીધાં. જાણો પછી શું થયું

Leave a Reply

error: Content is protected !!