એક રાજાને ત્રણ પત્નીઓ હતી, બે પત્નીઓને રાજા ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે બંને સુંદર હતી પણ ત્રીજી પત્નીની રાજા બિલકુલ કદર કરતો ન હતો, થોડા સમય પછી રાજાને ગંભીર બીમારી થઈ જાણો પછી શું થયું

એક લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક રાજાની ત્રણ પત્નીઓ હતી. તે પોતાની બે પત્નીઓને ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે બંને ખૂબ જ સુંદર હતી. એક પત્નીની રાજા બિલકુલ કદર કરતો ન હતો. તેની તરફ ધ્યાન જ આપતો નહીં તેમ છતાં તે પત્ની રાજાને ખૂબ જ પ્રેમ કરતી હતી.

થોડા સમય પછી રાજાને ગંભીર બીમારી થઈ ગઈ અને કોઈપણ વૈદ રાજાને સાજો ન કરી શક્યો. એક દિવસ રાજાએ લાગ્યું કે હવે તેના મૃત્યુનો સમય નજીક આવી ગયો છે. તેને પોતાની બંને પત્નીઓને બોલાવી અને કહ્યું કે હું એકલો નથી મરવાં માગતો. તમે બંને મારી સાથે ભગવાનના ઘરે ચાલો.

રાજાની આ વાત સાંભળીને બંને પત્નીઓને કહ્યું કે અત્યારે અમે બંને યુવાન છીએ, અમે અત્યારે મરવા નથી માગવા માંગતી, અમારે હજી વધુ જીવવું છે. તમારા મૃત્યુ પછી અમે બંને કોઈ બીજા રાજા સાથે લગ્ન કરી લઈશું.

આ વાત સાંભળીને રાજાને ખૂબ જ દુઃખ થયું. ત્યારે રાજાની ત્રીજી પત્ની ત્યાં આવી અને તેને કહ્યું કે મહારાજ હું તમારી સાથે મરવા માટે તૈયાર છું, કારણ કે હું તમારા વગર જીવિત રહેવાં નથી માંગતી.

સાચો પ્રેમ સુંદરતામાં નહીં પણ સમર્પણ અને ત્યાગમાં છુપાયો છે

ત્યારે રાજા વિચારવા લાગ્યો કે જે પત્નીની તેને જીવનભર ઉપેક્ષા કરી હતી તે તેની માટે મરવા તૈયાર છે. આ જ પત્ની મને સાચો પ્રેમ કરે છે. રાજાએ ત્રીજી પત્ની પાસે માફી માંગી. ત્યારબાદ ત્રીજી પત્નીએ રાજાની ખૂબ જ દેખભાળ કરી અને રાજા ધીરે-ધીરે ઠીક થઈ ગયો.

બોધપાઠ

આ કથાની શીખ એ છે કે આપણે એ વ્યક્તિ સાથે પ્રેમ કરવો જોઈએ જે આપણને પ્રેમ કરે છે. ત્યારે જ જીવનમાં સુખ-શાંતિ રહે છે. જો આપણે એક તરફી પ્રેમ કરીશું તો અંતે તો દુઃખ જ મળશે.

આ પણ વાંચજો : એક શેઠને રાત્રે ઊંઘ નહોંતી આવતી, એટલે રાત્રે અઢી વાગે તેઓ મંદિરે આંટો મારવા ગયા, ત્યાં પહોંચીને તેણે જોયું કે એક વૃદ્ધ ભગવાન પાસે બેસીને રડી રહ્યો હતો, શેઠે તેને રડવાનું કારણ પૂછ્યું અને પછી જે બન્યું એ જાણવા જેવું છે

Leave a Reply

error: Content is protected !!