એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા, તેમનો એક શિષ્ય ખૂબ આળસુ હતો, એક વખત ગુરુજીએ તેને 2 દિવસ માટે લોખંડમાંથી સોનુ બનાવવાવાળો પત્થર આપ્યો, જાણો પછી શિષ્યએ તે પત્થરનું શું કર્યુ?

કોઈ ગામમાં એક ગુરુ પોતાના શિષ્યોની સાથે રહેતા હતા. ગુરુજીનો એક શિષ્ય ખૂબ આળસુ હતો. ગુરુજી તેને સમયનું મહત્વ સમજાવવા ઈચ્છતા હતા. એક દિવસ તેમણે આળસુ શિષ્યને બોલાવ્યો અને 1 કાળો પત્થર આપીને બોલ્યા – હું 2 દિવસ માટે ગામથી બહાર જઈ રહ્યો છું. આ કાળો પત્થર ખૂબ ચમત્કારી છે. તેને તું કોઈ લોખંડની વસ્તુથી સ્પર્શ કરાવીશ તો તે સોનુ બની જશે.

આ પત્થર 2 દિવસ સુધી તારી પાસે જ રહેશે, કાલે સાંજે જ્યારે હું પાછો આવીશ તો તું મને આ પત્થર પાછો આપી દેજે. આવું કહીને ગુરુજી ચાલ્યા ગયા. શિષ્ય તે પત્થર મેળવીને ખુશ થઈ ગયો. તે વિચારવા લાગ્યો કે આ પત્થરથી ઘણું બધુ સોનુ બનાવીશ અને પોતાની દરેક ઈચ્છા પૂરી કરીશ.

શિષ્યએ એવું પણ વિચાર્યુ કે મારી પાસે 2 દિવસ છે તો હું કાલે જ આ કામ કરીશ. આજે આરામ કરું છું. એક દિવસ આવી જ રીતે પસાર થઈ ગયો. બીજા દિવસે તેણે વિચાર્યુ કે બપોરે બજાર જઈને ઘણુ બધુ લોખંડ ખરીદી આવીશ. બપોર થઈ તો તેણે વિચાર્યુ કે પહેલા ભોજન કરી લઉં, તેના પછી બજાર જઇશ.

ભોજન કર્યા પછી તેને ઊંઘ આવવા લાગી. તેણે વિચાર્યુ કે થોડી વાર સૂઇ જાવ છું, પછી બજારે જઇશ. થોડી વાર પછી ઊઠ્યો તો તેણે જોયું સૂર્યાસ્તનો સમય થઈ રહ્યો છે. ગુરુજી આવતા જ હશે. તે ઝડપથી બજારની તરફ દોડ્યો ત્યારે તેણે સામેથી ગુરુજીને આવતા જોયા. આ જોઇને તેને પોતાના આળસુપણાં ઉપર ખૂબ ગુસ્સો આવ્યો.

બોધપાઠ

જો તમે તમારી લાઇફમાં કંઈક મેળવવા ઈચ્છો છો તો કાલ ઉપર ન રહો. જે કરવું છે આજથી જ શરૂ કરી દો. કારણ કે જતો રહેલો સમય ફરી પાછો નથી આવતો. ઘણી વખત કાલના ચક્કરમાં ઘણાં જરૂરી કામ હાથમાંથી નીકળી જાય છે અને પસ્તાવો કરવા સિવાય તમારી પાસે કંઈ નથી બચતું.

આ પણ વાંચજો – એક ઝૂંપડીમાં એક સાધુ રહેતો હતો, તે ભીક્ષામાં જે પણ માંગીને લાવતો તેને એક ઉંદર ચોરી કરીને લઈ જતો હતો, પરેશાન સાધુને મળવા પહોંચ્યો તેનો એક મિત્ર અને તેણે ઉંદરને માર્યા કે ભગાડ્યા વિના જ લાવી દીધો સમસ્યાનો ઉકેલ

Leave a Reply

error: Content is protected !!