એક રાજાની પાસે સુંદર બકરો હતો. એક દિવસ રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ તેના બકરાંને ઘાસ ખવડાવી સંતુષ્ટ કરશે, તેને હજાર સોનાની મુદ્રાઓ ઈનામમાં આપવામાં આવે છે. બકરો ઘાસ ખાઈને સંતુષ્ટ થયો કે નહીં તેની પરીક્ષા રાજા પોતે જ કરશે. જાણો પછી શું થયું?

લોકકથા પ્રમાણે એક રાજાની પાસે સુંદર બકરો હતો. તે તેને ખૂબ જ પ્રિય હતો. એક દિવસ રાજાએ ઘોષણા કરી કે જે વ્યક્તિ તેના બકરાંને ઘાસ ખવડાવી સંતુષ્ટ કરશે, તેને હજાર સોનાની મુદ્રાઓ ઈનામમાં આપવામાં આવે છે. બકરો ઘાસ ખાઈને સંતુષ્ટ થયો કે નહીં તેની પરીક્ષા રાજા પોતે જ કરશે.

ઘોષણા કર્યા પછી તે નગરના ઘણા લોકો વિચારી રહ્યાં હતાં કે એમાં વળી શું મોટું કામ છે. આ કામ તો કોઈપણ વ્યક્તિ કરી શકે છે. એમ વિચારીને મોટી સંખ્યામાં લોકો રાજાના મહેલે પહોંચી ગયાં. લોકોને વારાફરતી બકરાંને ઘાસ ખવડાવી બકરાંનું પેટ ભરવાનો પ્રયત્ન કરતાં રહ્યાં, પરંતુ બકરો જેવો રાજાની પાસે જતો તો રાજા તેની સામે ઘાસ ધરી દેતો તો બકરો તે ઘાસ ખાવા લાગતો. ઘણા લોકો આ કામમાં નિષ્ફળ થઈ ગયાં હતાં. ત્યારે લોકો એવું માની ચૂક્યાં હતાં કે આ સ્પર્ધા કોઈ નહીં જીતી શકે.

ત્યારે એ નગરમાં એક બુદ્ધિમાન વૃદ્ધ વ્યક્તિ હતો તે પણ રાજ મહેલમાં પહોંચી ગયો. તે બકરાંને પોતાની સાથે જંગલમાં લઈ ગયો. પહેલાં તો તેને બકરાંને પેટભરીને ઘાસ ખવડાવી દીધું. ત્યારબાદ બકરો જેવો ઘાસ ખાવાનો પ્રયાસ કરતો તો તે વૃદ્ધ વ્યક્તિ તેને ડંડાથી મારવા લાગતો. એમ કરતાં કરતાં સવારથી સાંજ પડી ગઈ. બકરો એ સમજી ગયો કે જો મેં ઘાસ ખાવાનો પ્રયાસ કર્યો તો મને માર પડશે.

સાંજે વૃદ્ધ વ્યક્તિ બકરાંને રાજાની પાસે લઈ આવ્યો. રાજાએ તરત જ બકરાંની સામે ઘાસ ધર્યું ત્યારે બકરાંએ વિચાર્યું કે ઘાસ ખાઈશ તો માર પડશે. એમ વિચારીને તેને ઘાસ તરફ જોયું પણ નહીં. રાજા પણ હેરાન રહી ગયો કે આ કેવી રીતે શક્ય બન્યું, પરંતુ શરત પ્રમાણે તે વૃદ્ધ વ્યક્તિને સોનાની મુદ્રાઓ ઈનામ રૂપે આપી દેવામાં આવી.

બોધપાઠ

આ નાનકડી કથાની શીખ એ છે કે આપણા જીવનમાં ગમે તેવી સમસ્યા હોય, તેનો હલ જરૂર મળતો હોય છે. બસ જરૂર છે થોડું અલગ વિચારવાની. આ કથામાં બુદ્ધિમાન વૃદ્ધ વ્યક્તિએ થોડું અલગ વિચાર્યું અને બકરાંને ઘાસ ખવડાવી સંતુષ્ટ કરવાની સ્પર્ધા જીતી લીધી. એ જ રીતે કોઈપણ સમસ્યામાં ધૈર્યથી કામ લેવું જોઈએ અને થોડું અલગ વિચારવાથી કોઈને કોઈ રસ્તો જરૂર મળી જાય છે.

આ પણ વાંચજો – એક રાજા રોજ સવારે સાધુ-સંતોને ધનનું દાન આપતો હતો. એક દિવસ રાજાના મહેલમાં એક જાણીતા સંત આવ્યા. તેને સંતને કહ્યું કે હું તમારી ઈચ્છા પૂરી કરવા માંગુ છું, તમે કહો કે હું તમારાં માટે શું કરી શકું? જાણો સંતે શેનું દાન માંગ્યું.

Leave a Reply

error: Content is protected !!