એક રાજા વૃદ્ધ થઈ ગયો હતો, પરંતું તેને કોઈ સંતાન ન હતું, એટલે એને નગરમાં જાહેરાત કરાવી કે આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા જે વ્યક્તિ રાજાને મળવા માટે મહેલમાં જશે તેને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. જાણો પછી શું થયું.

જાણીતી કથા મુજબ એક રાજા વૃદ્ધ થઈ ગયો હતો, પરંતું તેને કોઈ સંતાન ન હતું. વૃદ્ધાવસ્થામાં રાજાને એ ચિંતા હતી કે તેની ગેરહાજરીમાં રાજ્ય કોણ સંભાળશે. રાજાએ તેના ગુરુને પોતાની સમસ્યાનું સમાધાન પુછ્યું. ગુરુએ કહ્યું કે રાજ્યના લોકોમાંથી કોઈ એકને રાજ્ય આપી દેવું જોઈએ.

રાજાએ પોતાના મંત્રીને કહ્યું કે નગરમાં જાહેરાત કરાવો કે આવતીકાલે સવારે સૂર્યોદય પહેલા જે વ્યક્તિ રાજાને મળવા માટે મહેલમાં જશે તેને રાજ્યનો ઉત્તરાધિકારી બનાવવામાં આવશે. આ સાંભળીને મંત્રીએ કહ્યુ કે મહારાજ આ તો ખૂબજ સરળ છે. આ સાંભળીને રાજ્યના તમામ લોકો તમને મળવા મહેલમાં આવશે.

રાજાએ કહ્યું કે આવું નહીં થાય. મારા સુધી તો યોગ્ય વ્યક્તિ જ પહોંચશે. તમે જાહેરાત કરાવો. મંત્રીએ રાજાની આજ્ઞાનું પાલન કર્યું અને લોકોને સંદેશો પહોંચાડી દીધો. બીજા દિવસે સવારે ઘણા લોકો ઉત્તરાધિકારી બનવા માટે નિકળી પડ્યા. મહેલની બહાર રાજાએ એ મોટા મેળાનું આયોજન કર્યું હતું.

મેળામાં દારૂ હતો, સંગિત-નૃત્ય, જાત ભાતના સ્વાદિષ્ટ ભોજન, જાતભાતની રમતો રમાઈ રહી હતી. બધા લોકો તો મેળામાં જ અટવાઈ ગયા. પોતાની પસંદગી મુજબ લોકો મજા લેવા લાગ્યા. બધા એ વાત ભૂલી ગયા કે રાજાને મળવા જવાનું છે.

એક યુવક હતો જે આ બધા પ્રલોભનમાં ફસાયો નહીં. તેને તો પોતાના લક્ષ્ય સુધી પહોંચવું હતું. તે સીધો જ મહેલ સુધી પહોંચી ગયો. મુખ્ય દ્વાર ઉપર બે સિપાહી ઉભા હતા. તેઓએ યુવકને રોક્યો. પરંતુ યુવક સિપાહીથી બચીને મહેલમાં પ્રવેશી ગયો. મહેલમાં જઈને તે રાજાને મળ્યો. રાજાએ તેને ઉત્તરાધિકારી બનાવી દીધો.

બોધપાઠ

લક્ષ્ય સુધી એ વ્યક્તિ જ પહોંચે છે જે કોઈ પ્રલોભનમાં આવતી નથી અને રોકાયા વગર આગળ વધતી રહે છે. એટલે લક્ષ્ય સુધી પહોંચવા માટે અટક્યા વગર આગળ વધતા રહો, કોઈ પણ પ્રલોભનમાં ફસાવ નહીં

આ પણ વાંચજો – પત્નીની વાત માનીને એક વ્યક્તિ પિતાને અનાથ આશ્રમમાં છોડીને ઘરે પાછો આવી રહ્યો હતો. ત્યારે તેને યાદ આવ્યું કે વૃદ્ધાશ્રમના અધિકારીઓને કહેવાનું હતું કે તહેવારો પર પણ પિતાજીને ત્યાં જ રાખવાના છે. તે વાત કરવા માટે તે ફરીથી અનાથ આશ્રમમાં પહોંચી ગયો. જાણો પછી શું થયું.

Leave a Reply

error: Content is protected !!