લોકકથા પ્રમાણે રાજાનો હાથી ખૂબ જ શાંત હતો. તે પોતાના મહાવતના બધા ઈશારાઓ અને તેની વાતોને સારી રીતે સમજી શકતો હતો. રાજાને તે હાથી ખૂબ જ પ્રિય હતો, એટલા માટે તેની ખાસ દેખભાળ કરવામાં આવતી હતી.
જે જગ્યાએ હાથીને રાખવામાં આવતો હતો, તેની પાસે જ ચોરોએ પોતાનો અડ્ડો બનાવી લીધો હતો. ચોર રોજ રાત્રે ત્યાં આવતાં અને પોતાની ચોરીની કરતુતો સંભળાવતાં, ભવિષ્યમાં ચોરી કરવા માટે યોજનાઓ બનાવતાં હતા. એકબીજાની પ્રશંસા કરતાં હતાં. હાથી ચોરોની વાત સાંભળ્યાં કરતો હતો.
ધીરે-ધીરે હાથીને એવો અહેસાસ થવા લાગ્યો કે આ લોકો સારાં કામ કરે છે. હાથી પર ચોરોની વાતોની એવી અસર થવા લાગી કે તે પણ આક્રામક થઈ ગયો. એક દિવસ તેને પોતાના મહાવતને પગ નીચે કચડીને મારી નાખ્યો. જ્યારે રાજાને આ વાત જાણી તો તેને બીજો મહાવત હાથીની દેખભાળ કરવા માટે નિયુક્ત કરી દીધો.
થોડા દિવસ પછી હાથીએ નવાં મહાવતને પણ પગ નીચે કચડી નાખ્યો. એક શાંત હાથીમાં આવેલાં આ પરિવર્તનને લીધે રાજા પરેશાન થઈ ગયો. રાજા અને તેના મંત્રીઓને એ સમજાઈ રહ્યું ન હતું કે હાથી આક્રમક કેવી રીતે બની ગયો? રાજાએ એક વૈદને બોલાવ્યો.
વૈદે હાથીની તપાસ કરી અને તેની આસપાસના વિસ્તારની પણ તપાસ કરી તો તેને જાણ થઈ કે જ્યાં હાથી રાખવામાં આવે છે, તેની પાસે જ ચોરોનો અડ્ડો છે. વૈદે રાજાને કહીને ત્યાંથી ચોરોને પકડાવ્યાં અને તે જગ્યાએ સાધુ-સંતોને રહેવાની જગ્યા બનાવી દીધી.
ત્યારબાદ હાથી રોજ સાધુ-સંતોની જ્ઞાનની વાતો સાંભળતો. ધીરે-ધીરે તેનો આક્રામક સ્વભાવ શાંત થવા લાગ્યો અને તે ફરીથી પહેલાંની જ શાંત થઈ ગયો. ત્યારબાદ રાજાએ વૈદને સન્માનિત કર્યો.
બોધપાઠ
આ કથાની શીખ એ છે કે આપણા પર ધીરે-ધીરે પણ સંગતની અસર જરૂર થાય છે. જો આપણે ખરાબ લોકોની સાથે રહીએ તો આપણી માનસિક સ્થિતિ એવી જ થવા લાગે છે. એટલા માટે સંતોની સાથે રહેવાની સલાહ આપવામાં આવે છે. રોજ થોડીવાર પ્રવચન સાંભળવા જોઈએ જેથી ખરાબ વાતોની અસર આપણા ઉપર ન થાય.