એક મોટા વૃક્ષ પર કબૂતરોનું ટોળું રહેતું હતું, વૃદ્ધ કબૂતરે બધાને કહ્યુ કે વૃક્ષના થળ પર વીટાયેલી વેલને તરત નષ્ટ કરી દો, બધા કબૂતર વૃદ્ધની વાતનો મજાક ઉડાવવા લાગ્યા અને બોલ્યા આ વેલ અમારું શું બગાડી દેશે, જાણો પછી વૃદ્ધની વાત કેવી રીતે પડી સાચી?

એક લોકકથા મુજબ કોઈ મોટા અને ઊંચા વૃક્ષ ઉપર કબૂતરોનું એક ટોળું રહેતું હતું. તે કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર પણ હતો. એક દિવસ વૃદ્ધ કબૂતરે બધા કબૂતરોને કહ્યુ કે આ વૃક્ષના થળ પર એક નાનકડી વેલ છે, તેને તરત નષ્ટ કરી દેવી જોઈએ. આ વેલ ધીમે-ધીમે મોટી થવા લાગશે. કોઈ દિવસ પારધી આ વેલની મદદથી વૃક્ષ ઉપર ચઢી જશે અને જાળ પાથરીને આપણને બધાને પકડી લેશે. આ વેલ ભવિષ્યમાં આપણાં માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

આ વાત સાંભળીને બધા કબૂતરો તેનું મજાક ઉડાવવા લાગ્યા. બધા કબૂતરોએ કહ્યુ કે તમે વૃદ્ધ થઈ ગયા છો એટલે એક નાનકડી વેલને ખતરનાક જણાવી રહ્યા છો. તમે ચિંતા ન કરો, આ નાનકડી વેલ અમારું કંઈ બગાડી નહીં શકે. તે દિવસે વૃદ્ધ કબૂતર ચૂપ રહ્યો.

ધીમે-ધીમે સમય વીતવા લાગ્યો અને થોડાં જ મહિનામાં તે વેલ વૃક્ષના પૂરા થળ પર વીટાઈ ગઈ. એક દિવસ તે વિસ્તારમાં પારધી આવ્યો અને તેણે વૃક્ષ પર ઘણા બધા કબૂતર જોયા. બીજા દિવસે પારધી જાળ લઈને આવ્યો અને વેલની મદદથી વૃક્ષ પર ચઢી ગયો અને જાળ પાથરી દીધો. તે સમયે બધા કબૂતર દાણા ચૂગવા ગયા હતા.

સાંજે જ્યારે બધા કબૂતર તે વૃક્ષ પર પહોંચ્યા તો જાળમાં ફંસાઇ ગયા. થોડી વાર પછી વૃદ્ધ કબૂતર પણ ત્યાં પહોંચ્યો પરંતુ તે કંઈ કરી નહોતો શકતો. જાળમાં ફંસાયેલા કબૂતરો કહેવા લાગ્યા તમે તે દિવસે સાચું બોલી રહ્યા હતા, આજે આ વેલના કારણે અમે બધા ફંસાઇ ગયા છીએ. કૃપા કોઈ ઉપાય જણાવો, અમે આ જાળમાંથી કેવી રીતે બહાર નીકળીએ હનીં તો બીજા દિવસે પારધી અમને લઈ જશે.

વૃદ્ધ કબૂતરે કહ્યુ કાલે જ્યારે પારધી આવે ત્યારે તેની સામે બધા મરવાનું નાટક કરજો. તેને એવું લાગવું જોઈએ કે જાળમાં ફંસાયેલા કબૂતરો મરી ગયા છે. તે જાળમાંથી બધા કબૂતરોને નીકાળશે, જ્યારે છેલ્લો કબૂતર પણ જાળમાંથી નીકળી જાય તો હું સીટી વગાડી દઇશ અને તમે બધા ઊડી જજો. બીજા દિવસે જ્યારે પારધી આવ્યો તો બધા કબૂતરોએ એવું જ કર્યુ જેવું વૃદ્ધ કબૂતરે જણાવ્યું હતું. થોડી જ વારમાં પારધીએ કબૂતરોને મૃત સમજીને જાળમાંથી કાઢી નાખ્યા. છેલ્લું કબૂતર જાળમાંથી નીકળ્યું તો વૃદ્ધ કબૂતરે સીટી વગાડી દીધી અને બધા કબૂતર ઊડીને આઝાદ થઈ ગયા.

બોધપાઠ

આ કથાથી શીખ મળે છે કે આપણે વડીલોની સલાહનું અનાદર ન કરવું જોઈએ. જો આપણે તેમની સલાહ માનીશું તો મોટામાં મોટી પરેશાનીઓથી બચી શકીએ છીએ. વડીલોનો અનુભવ આપણને મોટા-મોટા સંકટોથી મુક્તિ અપાવી શકે છે.

આ પણ વાંચજો – એક ગામમાં સાપોનો આતંક હતો, કેટલાય લોકો સાપોના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા, એક વ્યક્તિએ સાપથી બચવા માટે બીજું જાનવર પાળ્યું, એક દિવસ પતિ-પત્ની ઘરની બહાર હતા અને બાળક ઘરની અંદર એકલુ હતુ, તેના પછી શું થયું?

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 18 other subscribers

Leave a Reply

error: Content is protected !!
ડાઉનલોડ કરો Share in India ની એપ્લિકેશન અને વાંચો અમારી દરેક પોસ્ટ તમારા મોબાઈલમાં..
toggle