કેટલાક લોકો અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા લાગ્યા, કેટલાક લોકોએ કાંકર ઉપાડીને પોતાની બેગમાં રાખી લીધા જેથી બીજા કોઈને કાંકરા ન ખૂંચે, જેમણે બેગમાં પથ્થર નહોતા રાખ્યા તેમને પાછળથી અફસોસ થયો, જાણો કેમ?

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સંતે લોકોને સારાપણાંનું મહત્વ સમજાવવા માટે એક પ્રસંગ સભળાવ્યો હતો. પ્રસંગ મુજબ કેટલાક લોકો એક અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા. ટનલમાં એટલું અંધારું હતું કે કોઈને કંઈ પણ દેખાઈ નહોતું રહ્યુ. ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા લાગ્યા, કેટલાક લોકોએ વિચાર્યુ કે આ પથ્થર કોઈ અન્ય લોકોને ન ખૂંચે એટલે તેમણે કાંકરા ઉપાડીને પોતાના બેગમાં નાખી દીધા. જ્યારે કેટલાક લોકો આગળ વધતા રહ્યા.

– લાંબી મુસાફરી પછી બધા લોકો ટનલથી બહાર નીકળી ગયા. જે લોકોએ કાંકરા પોતાની બેગમાં નાખ્યા હતા, તેમણે બેગમાં જોયું તો તે દંગ રહી ગયા કારણ કે બેગમાં કાંકર નહીં નાના-નાના હીરા હતા.

– આ જોઇને બાકી લોકોને ખૂબ અફસોસ થયો કારણ કે તે લોકોએ ટનલની અંદર કાંકરા નહોતા ઉપાડ્યા. હવે તે પાછા તે ટનલમાં પણ નહોતા જઈ શકતા.

– આ પ્રસંગ સંભળાવ્યા પછી સંતે લોકોને કહ્યુ કે આપણું આ જીવન પણ અંધારાવાળી ટનલ જેવું છે અને અહીં પગમાં ખૂંચતા હીરાની જેમ છે આપણાં સારા કામ. આપણને આ જીવનમાં જ્યારે પણ તક મળે, બીજાના હિતમાં કામ કરતા રહેવું જોઈએ, તેમાં જ સાચું સુખ છે. જ્યારે આપણે બીજા માટે સારું કામ કરીએ છીએ તો બદલામાં આપણને પણ સારું જ મળે છે. ટનલમાં કેટલાક લોકોએ બીજાને પરેશાનીઓથી બચાવવાની નિયતથી કાંકરા ઉપાડ્યા હતા. નિયત સારી હતી તો તેનું ફળ પણ સારું જ મળ્યું.

આ પણ વાંચજો – એક ગરીબ યુવકને સંતે આપ્યો જાદુઈ ઘડો, તેનાથી તેની દરેક ઈચ્છા થઈ જતી હતી પૂરી, સંતે એક ચેતવણી પણ આપી હતી, યુવક તેને ભૂલી ગયો અને એક દિવસ એવું જ થયું જેનો ડર હતો, જાણો શું થયું?

Leave a Reply

error: Content is protected !!