વૃદ્ધ પહેલવાનને હરાવવા માટે એક ચાલાક યુવા યોદ્ધા આવ્યો, જ્યારે બંને વચ્ચે દંગલ શરૂ થયું તો યુવકે વૃદ્ધને અપમાનિત કરવાનું શરૂ કર્યુ, વૃદ્ધ યોદ્ધા ઉપર રેત-માટી ફેંકી, ચહેરા પર થૂક્યું, જાણો પછી શું થયું?

પ્રાચીન લોક કથા મુજબ કોઈ રાજ્યમાં એક મહાન પહેલવાન હતો. તે દંગલમાં ક્યારેય પણ કોઈથી હાર્યો ન હતો. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ તે ખૂબ શક્તિશાળી હતો. તેની પાસે દેશ-વિદેશના ઘણા યુવાનો યુદ્ધ અને દંગલનું કુશળ પ્રશિક્ષણ લેવા આવતા હતા. એક દિવસ એક બદનામ યુવા પહેલવાન તેના ગામ આવ્યો. તે આ મહાન યોદ્ધાને હરાવવાનો સંકલ્પ લઈને આવ્યો હતો જેથી આવું કરનાર તે પહેલો વ્યક્તિ બની શકે. તાકતવર હોવાની સાથે જ તેની ખૂબી દુશ્મનની નબળાઈ ઓળખવાની હતી અને તે નબળાઈનો ફાયદો ઉપાડવામાં તેને મહારત હાંસલ હતી.

જ્યારે દુશ્મનની નબળાઈ તેને ખબર પડી હતી તો તે નિર્દયતા, તાકત અને વીજળીની ગતિથી વાર કરતો હતો. પહેલો વાર તો તેનો દુશ્મન કરતો પરંતુ છેલ્લો વાર આ યુવા યોદ્ધાનો જ હતો. યુવકે વૃદ્ધ યોદ્ધાને દંગલ માટે પડકાર્યો. શિષ્ય અને શુભચિંતકોએ વૃદ્ધ યોદ્ધાને સમજાવ્યો કે તે આ યુવક સાથે યુદ્ધ ન કરે કારણ કે તે ખૂબ ચતુર છે અને તાકતવર પણ છે.

વૃદ્ધ પહેલવાને બધાની સલાહને નજરઅંદાજ કરતા તે યુવા યોદ્ધાના પડકારને કબૂલ કરી લીધો. જ્યારે બંને સામ-સામા આવ્યા તો યુવા પહેલવાને મહાન યોદ્ધાને અપમાનિત કરવાનું શરૂ કર્યુ. તેણે વૃદ્ધ યોદ્ધા ઉપર રેત-માટી ફેંકી. ચહેરા પર થૂક્યું.

આ રીતે તે કલાકો સુધી વૃદ્ધ યોદ્ધાને ગાળો આપતો રહ્યો. જેટલી રીત તે જાણતો હતો તેણે એટલી રીતે તે વૃદ્ધને અપમાનિત કર્યુ પરંતુ વૃદ્ધ પહેલવાન શાંત રહ્યો. યુવા યોદ્ધા થાકવા લાગ્યો. છેલ્લે પોતાની હાર સામે જોઇને તે લડ્યા વિના જ શરમના કારણે ભાગવા લાગ્યો.

વૃદ્ધ યોદ્ધાના કેટલાક શિષ્ય આ વાતથી નારાજ અને નિરાશ થયા કે તેમના ગુરુએ ચાલાક યોદ્ધા સાથે યુદ્ધ ન કર્યુ. તેને બોધપાઠ ન શીખવ્યો.

શિષ્યોએ પોતાના ગુરુને પ્રશ્ન પૂછ્યો કે તમે આટલું અપમાન કેવી રીતે સહન કરી શકો છો? તમે તેને ભાગી જવાનો મોકો કેવી રીતે આપ્યો?

મહાન યોદ્ધાએ જવાબ આપ્યો કે જો વ્યક્તિ તમારા માટે કોઈ ભેટ લઈને આવે પરંતુ તમે લેવાથી ઇન્કાર કરી દો. ત્યારે આ ભેટ કોની પાસે રહી ગયું? અપમાન ગ્લાસમાં ભરેલી દારુની જેમ છે. આ તમને ત્યારે જ નુકસાન પહોંચાડી શકે છે જ્યારે તમે સ્વીકાર કરી લો એટલે તેને પીવો. જો કોઈ તમારું અપમાન કરે છે તો તમારે શાંત જ રહેવું જોઈએ. જ્યારે તમે કંઈ ગ્રહણ નહીં કરો અને બદલામાં તેને કંઈ ન કહો તો અપમાન કરનાર વ્યક્તિ સ્વયં જ હારી જશે.

આ પણ વાંચજો – એક કારીગર સુંદર મકાન બનાવતો હતો, વૃદ્ધ થવા પર તે કામ છોડવા ઈચ્છતો હતો, માલિકે તેને છેલ્લું મકાન બનાવવા કહ્યુ, કારીગરે ઉતાવળમાં મકાન બનાવી દીધુ પરંતુ હકીકત જાણ્યા પછી તેને ખૂબ દુઃખ થયું, જાણો શું થયું..

Leave a Reply

error: Content is protected !!