એક વૃદ્ધ વ્યક્તિએ દરિયા કિનારે જોયું કે બાળક એક-એક માછલી ઉપાડીને દરિયામાં ફેંકી રહ્યો છે, વૃદ્ધે બાળકને કહ્યું કે કિનારાની રેત પર તો સૈંકડો માછલીઓ તડપી રહી છે, 8-10 માછલીઓ દરિયામાં નાખવાથી શું થશે? જાણો શું કહ્યું બાળકે.

એક વૃદ્ધ વ્યક્તિ દરિયાકિનારે વૉક કરી રહ્યો હતો. તેણે ત્યાં જોયું કે દરિયાની સૈંકડો મોટી અને ભારે માછલીઓ પાણીની સાથે કિનારાની રેત ઉપર આવી ગઈ છે અને તડપી રહી છે. ત્યાં જ એક બાળક તે મોટી અને ભારે માછલીઓને ઉપાડીને પાછો દરિયામાં નાખી રહ્યો હતો. બાળકને એક-એક માછલીને ઉપાડીને દરિયાના પાણી સુધી લઈ જવામાં ઘણો સમય લાગી રહ્યો હતો.

વૃદ્ધે તે બાળકને પૂછ્યુ કે દરિયા કિનારે રેત પર તો સૈંકડો માછલીઓ મરી રહી છે, આઠ-દસ માછલીઓ દરિયામાં નાખવાથી શું થશે? આ સૈંકડો માછલીઓનો જીવ તો નહીં બચી શકે. તો પછી દીકરા આટલી મહેનત કેમ કરી રહ્યો છે?

વૃદ્ધની વાત સાંભળીને તે બાળકે એક માછલી ઉપાડીને દરિયામાં લઈ જતા કહ્યુ કે ઓછામાં ઓછી આ એક માછલીનો તો જીવ બચી જશે.

બોધપાઠ

આપણે જ્યારે પણ કોઈ મોટું કામ કરવા ઈચ્છીએ છીએ અથવા કોઈ બદલાવ કરીએ છીએ તો તેની શરૂઆત નાનકડા પગલાથી જ થાય છે. નાના-નાના પ્રયાસોથી આપણે મોટી-મોટી પરેશાનીઓ ખતમ કરી શકીએ છીએ.

આ પણ વાંચજો – રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું, એક દિવસ રાજાએ પોતાના બુદ્ધિમાન પરંતુ કુરૂપ મહામંત્રીને કહ્યું, ”કેટલું સારું હોત જો તમે રૂપવાન પણ હોત”, મહામંત્રીએ રાજાને શું જવાબ આપ્યો? જાણો

Leave a Reply

error: Content is protected !!