એક યુવાન પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો, તેણે એક મહાત્માને પૂછ્યુ હું ખૂબ પરેશાન છું, મારી પરેશાનીઓ કેવી રીતે દૂર થઈ શકે? કોઈ ઉપાય જણાવો, સંતે કહ્યુ એક રાત મારા ઊંટોની સંભાળ રાખ, તેના પછી શું થયું

એક વ્યક્તિ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો. તે કાયમ પોતાની જિંદગીથી પરેશાન રહેતો હતો અને સવાર-સાંજ પરેશાનીઓ ગણાવતા રહેતો હતો. એક દિવસ તેના શહેરમાં એક મહાત્મા આવ્યા. તે યુવક પણ તેમના દર્શન માટે ગયો. બધા મહાત્માની સામે પોતાની પરેશાની કહી રહ્યા હતા.

ત્યારે તક મેળવીને યુવકે મહાત્મા સાથે વાત કરી. તેણે કહ્યુ કે હું ખૂબ પરેશાન છું, કૃપા કરી કોઈ ઉપાય બતાવો. કોઈ એવો ઉપાય જણાવો જેનાથી તમામ પરેશાનીઓ દૂર થઈ શકે.

આ પ્રશ્ન સાંભળીને મહાત્મા હંસ્યા અને બોલ્યા, હું તારી પરેશાનીનો ઉકેલ કાલે જણાવીશ. પરંતુ મારી એક શરત છે આજે તારે મારા ઊંટની સંભાળ કરવાની રહેશે. જ્યારે બધા ઊંટ બેસી જાય તો તું સીઇ જજે.

યુવકે મહાત્માની વાત માની લીધી. તેના પછી બીજા દિવસે મહાત્માએ તે યુવકને પૂછ્યુ, તને કેવી ઊંઘ આવી. તેના પર યુવકે કહ્યુ કે હું આખી રાત જરાય પણ સૂઇ નહોતો શક્યો. જ્યારે પણ કોઈ એક ઊંટ સૂતો તો બીજો ઊભો થઈ જતો. આ ચક્કરમાં હું આખી રાત જાગતો રહ્યો.

યુવકના જવાબ પર મહાત્માએ કહ્યુ, મને ખબર હતી કે આવું જ થશે. તેમણે આગળ જણાવ્યુ કે આજ સુધી ક્યારેય પણ બધા ઊંટ એક સાથે નથી બેસી શક્યા. યુવકે કહ્યુ કે જ્યારે તમને ખબર હતી તો તમે મને આ કામ કેમ આપ્યુ.

વ્યક્તિના આ પ્રશ્ન પર મહાત્માએ જવાબ આપ્યો કે જીવનમાં સમસ્યાઓ કાયમ બની રહે છે. જ્યાં સુધી એક સમસ્યા ખતમ થાય છે તો બીજી ઉત્પન્ન થઈ જાય છે. તેના કારણે સમસ્યાઓથી પરેશાન ન થવું જોઈએ. કાયમ તેનો સામનો કરવો જોઈએ.

આ પણ વાંચજો – એક વેપારી શહેરમાં ટોપી વેચવા જતો હતો, રસ્તામાં વાંદરા તેની ટોપીઓ કાઢી લેતા હતા, વેપારી પોતાની ટોપી ફેંકતો તો વાંદરા પણ ફેંકતા હતા, આ ઉપાય જ્યારે વેપારીના દીકરાએ કર્યો તો વાંદરાએ શું કર્યુ?

Leave a Reply

error: Content is protected !!